મુસલમાનોએ પૈસા ભેગા કરી બનાવ્યું કાળી માં નું મંદિર, મૌલવીએ કર્યું ઉદ્દઘાટન, જણાવ્યું કેવો અનુભવ થયો

આંતરિક ભાઈચારો, સાંપ્રદાયિક એકતા, સદ્દભાવ અને સહિષ્ણુતા આ થોડા એવા શબ્દ છે જેને આપણે બધા ઘણી વખત સાંભળીએ છીએ, પરંતુ તેનું પાલન ઘણા ઓછા લોકો જ કરી શકે છે. આપણો ભારત દેશ વિવિધતાઓથી ભરેલો છે, તેની સૌથી મોટી સુંદરતા એ છે કે અહિયાં એક જ સમાજમાં ઘણા ધર્મ અને જાતિઓના લોકો એક બીજા સાથે મળીને રહે છે.

સોશિયલ મીડિયા ઉપર થોડા અસામાજિક તત્વ ભલે કેટલુ પણ ભડકાવવાનો પ્રયાસ કરે, પરંતુ રીયલ લાઈફમાં બે ધર્મોના લોકો વચ્ચે કોઈ દુશ્મની કે નફરત નથી હોતી. તે વાતનું ઉદાહરણ આપણને ઘણી વખત જોવા મળી જાય છે. એટલે કે હવે પશ્ચિમ બંગાળના મુસ્લિમ સમાજને જ લઇ લો. અહિયાં વીરભુમ જીલ્લામાં મુસલમાનોએ ન માત્ર કાળીમાંના મંદિર માટે ફાળો એકત્રિત કર્યો પરંતુ પોતે આ મંદિર બનાવ્યું પણ.

ખાસ કરીને બે વર્ષ પહેલા વીરભુમ જીલ્લામાં રોડ પહોળો કરવામાં આવી રહ્યો હતો. તે વખતે આ કામ ચાલુ હોવાથી રસ્તામાં આવતા કાળી માં ના મંદિરને તોડવામાં આવ્યું હતું. આમ તો વિસ્તારના મુસ્લિમ સમાજે ફાળો એકઠો કરી ગયા રવિવારે દિવાળી ઉપર ફરીથી બીજી જગ્યાએ કાળી મંદિર બનાવરાવ્યું, એટલું જ નહિ આ નવા મંદિરનું ઉદ્ઘાટન પણ મોલવીએ કર્યું. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ ઘટના બાસાપુરાની છે જે કલકત્તાથી લગભગ ૧૬૦ કી.મી.ના અંતરે છે.

અહિયાંના સ્થાનિક રહેવાસી નીખીલ ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, ઘણા લાંબા સમયથી પહોળા રોડની માગણી કરી રહ્યા હતા. તેવામાં સ્થાનિક પંચાયતે બે વર્ષ પહેલા તેના માટે મંજુરી આપી દીધી હતી. આમ તો આ પ્રક્રિયામાં મંદિર તોડવું પડ્યું હતું. ગયા વર્ષે પણ દુર્ગા પૂજાનો તહેવાર સમીયાણો બાંધીને કરવો પડ્યો હતો. આ કામ ઘણું ખર્ચાળ પણ હતું. તેવામાં વિસ્તારના મુસ્લિમ લોકોએ ફાળો એકઠો કરી મંદિર બીજા સ્થળે બનાવરાવી દીધું. તે બનાવવામાં કુલ ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ બાયપાસના નનુર બ્લોકમાં લગભગ ૩૫ ટકા મુસલમાન જ રહે છે. આ લોકોએ ફાળો એકઠો કરી લગભગ ૭ લાખ એકઠા કરી લીધા હતા. બીજી રકમની વ્યવસ્થા બીજા ધર્મમાં લોકોએ કરી. સ્થાનિક રહેવાસી સુનીલ સાહા જણાવે છે કે, જો આ વિસ્તારના મુસ્લિમ પૈસાની મદદ ન કરત તો આ મંદિર મનાવી શકાય તેમ ન હતું. આ મુસ્લિમ લોકોએ ૨૦૧૮અને ૨૦૧૯ની દુર્ગા પૂજામાં થયેલા ખર્ચમાં પણ મદદ કરી હતી.

આમ તો મુસ્લિમોએ આ કામમાં આગળ આવીને ભાગ લીધો હતો, એટલા માટે મંદિરના ઉદ્દઘાટન માટે પણ આ વિસ્તારના મોલવી નસીરુદ્દીન મંડલને બોલાવવામાં આવ્યા હતા. આ મંદિરનું ઉદ્દઘાટન કરી નસીરુદ્દીને જણાવ્યું કે, આમ તો મેં ઘણી મસ્જીદો અને મદરસોનું ઉદ્ઘાટન કર્યું છે પરંતુ મંદિરના ઉદ્દઘાટનમાં મને અલગ જ સુઃખદ અને અનોખો અનુભવ મળ્યો.

આ ઘટના આખા દેશ માટે ઉદાહરણ રૂપ સાબિત થઈ છે. જ્યાં એક તરફ થોડા અસામાજિક તત્વ અને રાજનેતા ધર્મના નામ ઉપર લોકો વચ્ચે તિરાડ ઉભી કરવાનો પ્રયાસ કરતા રહે છે, તો બીજી તરફ થોડા એવા લોકો પણ છે જે આ બધી વાતોમાં ન પડીને ભાઈચારામાં વિશ્વાસ ધરાવે છે. અમારી પણ તમને એવી સલાહ છે કે, તમે લોકો પણ ઉશ્કેરણીમાં ન આવો અને એક બીજા સાથે પ્રેમ અને સ્નેહ જાળવી રાખો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.