99% લોકો વૈષ્ણો દેવી મંદિરનાં આ રહસ્યથી છે અજાણ્યા, જાણો આ મંદિરની ગુપ્ત વાતો

આપણા ભારત દેશને રીતિ રિવાજ અને સંસ્કારોનો દેશ માનવામાં આવે છે. અહીંના લોકોને ભગવાન અને એમની આસ્થામાં ઘણો વિશ્વાસ હોય છે. કદાચ એટલા માટે ભારતને દેવી દેવતાઓનું સ્થાન પણ માનવામાં આવે છે. અહીં ઘણા ગુરુદ્વાર, મંદિર, મસ્જિદ આવેલા છે જ્યાં શ્રદ્ધાળુઓની મોટી માત્રામાં ભીડ રહે છે. એમાંથી આજે અમે હિન્દુઓના એવા જ એક પવિત્ર ધાર્મિક સ્થળ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ કદાચ દેશના દરેક બાળકો જાણતા હશે. ખરેખર આ કોઈ બીજી જગ્યા નહીં પણ વૈષ્ણો દેવી મંદિર છે.

આ મંદિર જમ્મુથી થોડું આગળ કટરા નગરના પહાડોની વચમાં આવેલું છે. હિન્દુ ધર્મમાં વૈષ્ણો દેવીને માતા રાની અને વૈષ્ણવીના રૂપથી પણ ઓળખવામાં આવે છે. આજે અમે આ મંદિર સાથે જોડાયેલા એક એવા રહસ્ય વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી કદાચ તમે જ પરિચિત નહિ હોવ.

આ મંદિર વિષે એવું જણાવવામાં આવે છે કે કટરાથી થોડે દૂર હંસાલી ગામમાં માતાના પરમ ભક્ત શ્રીધર રહેતા હતા. શ્રીધરને કોઈ સંતાન ન હતું જેથી તે હંમેશા દુઃખી રહેતા હતા. એકવાર તેમણે નવરાત્રી દરમ્યાન કન્યા પૂજનની વ્યવસ્થા કરી અને કુંવારી કન્યાઓને પોતાના ઘરે બોલાવી. માં વૈષ્ણવી પણ આ એક કન્યાનું રૂપ ધારણ કરી બીજી કન્યાઓ સાથે ત્યાં આવીને બેસી ગયા. પૂજન પછી બધી કન્યાઓ પોતાના ઘરે જતી રહી પરંતુ માં વૈષ્ણવી ત્યાં જ બેસી રહ્યા. તમણે શ્રીધરને કહ્યું કે તે જઈને ગામના બધા લોકોને પોતાના ઘરે ભંડારાનું આમંત્રણ આપીને આવે.

પહેલા તો એ કન્યાની વાત સાંભળી શ્રીધર આશ્ચર્ય ચકિત થયા, પણ પાછળથી તેમની વાત માની લીધી અને આસ-પાસના ગામમાં પણ પોતાના ઘરે રાખેલા ભંડારાનો સંદેશો મોકલાવી દીધો. પાછા આવતા સમયે તેમણે પારસનાથજી અને ભૈરવનાથજીને પણ એમના શિષ્યો સહીત ભંડારામાં આવવા આમંત્રણ આપ્યું. આમંત્રણ મેળવીને દરેક જણ ચકિત હતા કે એ કન્યા કોણ છે જે આટલા બધા લોકોને ભોજન કરાવવા માંગે છે?

બધા ભંડારામાં આવી પહોંચ્યા. શ્રીધરની ઝૂંપડી લોકોથી ભરાઈ ગઈ. ત્યારે એ દિવ્ય પાત્રએ લોકોને ભોજન પીરસવાનું શરુ કરી દીધું. જયારે તે કન્યા ભૈરવનાથજી પાસે આવી તો તેમણે માંસ અને દારૂની માંગણી કરી. ત્યારે એ કન્યાએ કહ્યું કે બ્રાહ્મણોના ભંડારામાં તમને એવું કશુ નહીં મળે. એ જોઈ પારસનાથજીએ પણ માંસ અને દારૂની જીદ પકડી લીધી. પરંતુ માં વૈષ્ણવી એમની યોજના સમજી ગયા અને પવનનું રૂપ ધારણ કરી ત્યાંથી ત્રિકૂટ પર્વત તરફ જતા રહ્યા.

ભૈરવનાથે એ પવનનો પીછો કર્યો. એ સમયે દેવી માં સાથે એમનો વીર વાંદરો પણ હતો. આ દરમ્યાન માં વૈષ્ણવીએ એક ગુફામાં રહીને 9 મહિના સુધી કઠોર તપસ્યા કરી. એ દરમ્યાન ભૈરવનાથ એમની શોધમાં ત્યાં આવી પહોંચ્યા. રસ્તામાં ભૈરવનાથને એક સાધુ મળ્યા હતા, જેમણે ભૈરવનાથને એ કન્યાની મહાશક્તિ વિષે સૂચના આપી. ભૈરવનાથે સાધુની વાત પર ધ્યાન આપ્યું નહીં અને આગળ નીકળી પડયા. વળી બીજી તરફ માતા એ ગુફાની બીજી તરફથી માર્ગ બનાવી બહાર નીકળી ગયા. આ ગુફાને આજે ગર્ભજૂનના નામથી ઓળખવામાં આવે છે. દેવી માં એ ભૈરવનાથને પાછા જવાની ચેતવણી પણ આપી પણ તે માન્યો નહીં.

જયારે માતા વૈષ્ણવીએ ગુફા માંથી નીકળી આગળ જવા માટે પ્રસ્થાન કર્યુ ત્યારે ભૈરવનાથ એમની સામે આવ્યો અને એમને ત્યાં જ રોક્યા અને યુદ્ધ માટે લલકાર્યા. માં ની રક્ષા કરવા માટે વીર વાંદરો ભૈરવને રોકવા માટે આગળ વધ્યો પણ સફળ થયો નહીં. એ જ સમયે માતા વૈષ્ણવીએ ચંડીનું રૂપ ધારણ કર્યુ અને ભૈરવનાથનું માથું ધડથી અલગ કરી દીધું જે ખીણમાં જઈને પડયું. આ ખીણને લોકો ભૈરવ ખીણના નામથી ઓળખે છે.

કહેવામાં આવે છે કે માથું કપાયા પછી ભૈરવે માતા સામે પોતાના પાપોની ક્ષમા માંગી આથી દેવી વૈષ્ણવીએ પ્રસન્ન થઈને એને વરદાન આપ્યું, કે જે મારા દર્શન માટે મંદિરે આવ્યા પછી તારા દર્શન કરશે તો એમની યાત્રા હંમેશા માટે સફળ થઈ જશે. ત્યારથી લઈને આજ સુધી જે પણ ભક્ત માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જાય છે તે ભૈરવ દેવના દર્શન કરવા જરૂર જાય છે. એવી માન્યતા છે કે વૈષ્ણો માતા આજે પણ પિંડના રૂપમાં એ ગુફામાં વિરાજમાન છે.