કોઈપણ વ્યક્તિના જીવનમાં તેમના નામનું ઘણું મહત્વ હોય છે. દરેક વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેમના જીવનમાં ઘણી અસર કરે છે. નામના પહેલા અક્ષરથી વ્યક્તિ વિષે ઘણું બધું જાણી શકાય છે. કોઈપણ વ્યક્તિ પોતાના નામના પહેલા અક્ષરથી પોતાનું નસીબ જાણવા માંગે છે. દુનિયામાં ઘણા બધા ફેમસ લોકો છે જેમનું નામ અંગ્રેજીના ‘N’ અક્ષર થી શરુ થાય છે. આજે તે લોકોએ દુનિયામાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે.
જેમ કે – નરેન્દ્ર મોદી, નેપોલિયન, નસીરુદીન શાહ, નવાજુદ્દીન સિદ્દીકી વગેરે. જણાવી દઈએ કે પોતાના નામના પહેલા અક્ષરથી જ કોઈપણ વ્યક્તિ પોતાના વિષે બધું જ જાણી શકે છે. જો તમે પણ તમારા નામના પેહેલા અક્ષરથી તમારું વ્યક્તિત્વ જાણવા માંગો છો, તો આજે અમે તમને ‘N’ નામ વાળા વ્યક્તિના વ્યક્તિત્વ વિષે જણાવીશું. જો તમારું નામ ‘N’ અક્ષરથી શરુ થાય છે તો તમારા વ્યક્તિત્વ વિષે જરૂર જાણો.
સ્વભાવ :
આમ તો N અક્ષર વાળા લોકો જે તે બોલે છે તે ક્યારેય પાળી શકતા નથી. તે લોકો તેમના બોલવાથી વિરુદ્ધ જ કરે છે, આ લોકો પાછા બોલવામાં પણ ખુબ ઉસ્તાદ હોય છે, મોટી મોટી ડિંગો મારવી તે તેમની ખૂબી હોય છે.
જેનું નામ ‘N’ અક્ષરથી શરુ થાય છે તે ઘણા જ બિન્દાસ અને મનમોજી હોય છે. આઝાદી તેને સૌથી વધુ ગમે છે અને એટલા માટે તે લોકોને કોઈની સાથે પણ વધુ મતલબ નથી હોતો. તે લોકોને થોડા સ્વાર્થી અને મીંઢા પ્રકારના કહેવામાં આવે છે. તે કોઈ પણ કામ વધુ સમય સુધી એકધારું નથી કરી શકતા. કેમ કે તેમને કંટાળો ઘણો જલ્દી આવવા લાગે છે.
એ લોકો પોતાના જીવનમાં મેળવવા તો ઘણું બધું માંગે છે, પરંતુ એવા પ્રયત્ન કરે છે કે વધુ મહેનત ન કરવી પડે. મોટાભાગના લોકો તેને સ્વાર્થી અને ઘમંડી કહે છે. કેમ કે તે લોકો પોતાના મતલબ માટે કોઈ સાથે દોસ્તી કે દુશ્મની કરે છે.
તે લોકો મોટાભાગે શાંત જ રહે છે, પરંતુ જો કોઈ તેની ખરાબ વાત કરી દે તો તે વસ્તુ તેને ગમતું નથી. તે લોકો ઘણા જલ્દી લડાઈ ઝગડા ઉપર આવી જાય છે.
પ્રેમ :
‘N’ નામ વાળા વ્યક્તિઓ દેખાવમાં ઘણા આકર્ષક હોય છે. તેઓ પ્રેમની બાબતમાં ઘણા રોમાંટિક અને આનંદી પ્રકારના હોય છે.
આ નામ વાળા લોકો પોતાના પાર્ટનર સાથે લોયલ રહે છે. પરંતુ તેમની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે, કે તે લોકો પ્રેમ અને સંબંધમાં પણ ફાયદો અને નુકશાન જુવે છે. તે એ જોવાનો પ્રયત્ન કરે છે કે જેની સાથે સંબંધ છે તેમાં તેને શું ફાયદો થઇ રહ્યો છે.
કેરિયર :
‘N’ નામ વાળા વ્યક્તિ સંતોષી હોય છે. સાથે સાથે મહત્વકાક્ષી પણ હોય છે. પોતાને કેવી રીતે સારા બનાવે અને કયું એવું કામ કરે જે સારું રહેશે, તે એ વાતનું વિશેષ ધ્યાન રાખે છે.
તેમને દરેક કામમાં પરફેક્શન પસંદ હોય છે, અને પોતાની સાથે જોડાયેલા તમામ લોકોમાં પણ પરફેક્શન જાળવી રાખવા માંગે છે. તે લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા જળવાયેલી રહે છે, અને એટલા માટે તેમને પૈસાની કમી ક્યારે પણ થતી નથી.મનમોજી હોવાને કારણે જ તે લોકોનું કોઈ એક નોકરી ઉપર વધુ દિવસો સુધી ટકી રહેવું મુશ્કેલ બની જાય છે.