નબળા પાચનતંત્રના કારણ લક્ષણ અને ઉપચાર, પાચનતંત્ર સારું હોય તો ઘણી તકલીફ થશે દુર

શરીરમાં પાચનતંત્ર ઘણા અંગોથી મળીને બનેલ હોય છે, જેમના દ્વારા શરીરમાં પાચનક્રિયા થાય છે. જો શરીરમાં આ અંગ નબળા થાય છે ત્યારે શરીરનો વિકાસ થઇ નથી શકતો.

પાચનતંત્રનું નબળું થવાથી ખાધા પછી ગેસ, સોજો, પેટની તકલીફ, ક્યારે ક્યારે કબજિયાત કે થાક જેવી પાચનની તકલીફોથી પીડિત થઇ જાય છે. આવો જાણીએ પાચન શક્તિ વધારવાના ઉપાય અને દેશી ઘરગથ્થું નુસખાઓ,

પાચનતંત્ર નબળું કે ખરાબ હોવાના ૧૨ મુખ્ય કારણો :

(૧) શારીરિક શ્રમ ઓછો કરવો. (૨) ખાવા પીવામાં ખામી રાખવી. (૩) ખુબ ઓછા પ્રમાણમાં પાણી પીવું. (૪) તમાકુની બનાવટ (દારૂ સિગરેટ) નો વધુ ઉપયોગ કરવો. (૫) વધુ પ્રમાણમાં ભોજન લેવું. (૬) અનિયમિત ભોજન કરવું. (૭) મોડી રાત સુધી જાગતા રહેવું.

(૮) એક જ જગ્યાએ કલાકો સુધી બેસીને કામ કરવું. (૯) ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ખાવું. (૧૦) દિનચર્યા બરોબર ન હોવી. (૧૧) પૂરી ઊંઘ ન લઇ શકવું. (૧૨) કામ કે કોઈ વાત ને લઈને તનાવ રહેવો.

પાચનતંત્ર ખરાબ થવાના લક્ષણ :

થોડા મુખ્ય લક્ષણ અહિયાં જણાવવામાં આવેલ છે.

એસીડીટી, પેટ સાથે જોડયેલી તકલીફો, છાતીમાં બળતરા જેવું થવું, ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમ, ડાયરિયા થઇ જવો, હજમ ન થવા જેવું થવું, કબજીયાતની તકલીફ રહેવી, અપચો.

પાચનતંત્ર ઠીક કરવામાં ઉપાય :

(૧) પોતાની દિનચર્યા સારી રાખવી – મનુષ્ય માટે એક સારી દિનચર્યા હોવી ખુબ જરૂરી છે. જો તમારી દિનચર્યા સંતુલિત નથી તો તમને દિવસભર કોઈ નાની નાની તકલીફોનો સામનો કરવો પડશે. પાચનતંત્ર ને તમે સારી દિનચર્યા થી દુર કરી શકો છો. સવારથી લઈને રાત્રે સુતા સુધી પોતાની દિનચર્યા સારી રાખો. યોગ્ય સમયે પોતાનું ભોજન લેવું. જો તમારું ડેઈલી રૂટીન ઠીક હશે તો તમારું શરીર પણ તે મુજબ ચાલતું રહેશે. જેનાથી પાચનતંત્ર પણ સારું થઇ જશે.

(૨) રાત્રે વહેલા સુઈ જાવ – ઘણા લોકો કામને લઈને અને ઘણી પોતાની ખોટી દિનચર્યા ને લીધે મોડી રાત સુધી જાગતા રહે છે. તે વહેલા સુતા નથી અને સવારે મોડેથી ઉઠે છે. મોડી રાત સુધી જાગતા રહેવાથી પાચનતંત્ર ઉપર ખરાબ અસર પડે છે. જો મોડી રાત સુધી જાગતા રહેશો તો તમારું પાચનતંત્ર ખરાબ થવું નક્કી છે. તેનાથી બચવા માટે નો ઉપાય છે કે રાત્રે મોડેથી સુવાની ટેવ ને બદલવામાં આવે.

(૩) ગાઢ અને સારી ઊંઘ લો – ઊંઘ નો આપણા શરીર સાથે ગાઢ સબંધ છે. જેવી રીતે આપણા માટે ભોજન કરવું જરૂરી છે બસ એવી રીતે આપણા માટે ઊંઘ પણ જરૂરી છે. વગર સારી ઊંઘે સારા સ્વાસ્થ્ય ની કલ્પના કરવું પણ મુશ્કેલ છે. એક દિવસમાં  ૮ થી ૯ કલાક ની સારી ઊંઘ જરૂર લો.

(૪) વધુ પ્રમાણમાં પાણી પીવો – આપણા માટે પાણી ખુબ કિંમતી છે. મોટાભાગના લોકો ઓછું પાણી પીવે છે. આપણે એક દિવસમાં લગભગ ૨ લીટર પાણી પીવું જોઈએ. જો તમારું પાચનતંત્ર ઠીક નથી તો તમે તેના કરતા વધુ પાણી પણ પી શકો છો. તે આપણા શરીરમાં પાણીના પ્રમાણને પૂરું પાડે છે જેથી ભોજનને પચવામાં સહેલાઇ રહે છે. તેથી પાણી પીવો અને પુષ્કળ પીવો.

(૫) તનાવને કરો દુર – તનાવ આજે લોકોનો ખુબ મોટો દુશ્મન બની ગયો છે. તનાવ માણસને અંદર અંદર જ ઉધઈની જેમ પોલો કરી નાખે છે. જેથી વ્યક્તિ ઘણા રોગોથી ઘેરાઈ જાય છે. વધુ તનાવ લેવાથી પાચનતંત્ર ખરાબ થઇ જાય છે. તેથી તનાવને પોતાના જીવનમાંથી દુર કરો.

(૬) ફાસ્ટ ફૂડ ને રજા આપો – સ્વાદ દરેક લેવા માંગે છે. આ સ્વાદની માથાકુટમાં આપણે લોકો ફાસ્ટ ફૂડ ખાવા લાગ્યા છીએ. કોઈને તે વધુ પસંદ હોય છે તો કોઈને ઓછું પસંદ હોય છે. જેમને આ વધુ પસંદ હોય છે તે ખરાબ પાચનતંત્ર નો શિકાર બની જાય છે. તેનું સેવન ખુબ ઓછા પ્રમાણમાં કરો અને તેની જગ્યાએ હેલ્થી ફૂડ લો.

(૭) શારીરિક કામ જરૂર કરો – મોટાભાગે પાચનતંત્ર ખરાબ તે લોકોના થાય છે જે શારીરિક કામ નથી કરતા. એવા ઘણા બધા લોકો હોય છે જેમનું શારીરિક કામ નથી હોતું. આવા લોકો પોતાની દિનચર્યામાં થોડા શારીરિક કામ કરી શકો છો. કસરતને પોતાની દિનચર્યામાં ઉમેરો કરો. સવારે ઉઠીને ચાલો કે દોડી શકો છો. તે ઉપરાંત કોઈ રમત કે સાયકલીંગ કરી શકો છો.

(૮) યોગ્ય સમયે રોજ ભોજન કરો – યોગ્ય સમયે ભોજન કરવું સારા આરોગ્યની નિશાની હોય છે. સવારના નાસ્તાથી લઈને રાતના ભોજન સુધી તમારો ખાવાનો સમય નક્કી હોવો જોઈએ. આપણું શરીર આપણા રોજના કાર્ય મુજબ થી ઢાળી લે છે. જો આપણે ક્યારેય ૧ કલાક પહેલા ક્યારેક એક કલાક પછી ભોજન કરીએ તો આપણું જીવન રોજ અનિયમિત બની જશે. જે આપણા પાચનતંત્ર ખરાબ કરી દે છે.

(૯) ખાવાનો નિયમ – આ ઘણા લોકોની તકલીફ છે કે જયારે તેમને વધુ ભૂખ લાગે છે ત્યારે તે કાઈપણ નથી ખાતા અને જયારે ભૂખ ન હોય તો પેટમાં કઈ ને કઈ નાખતા રહે છે. જે ખોટું છે. યોગ્ય સમયે શરીરને સંતુલિત આહાર આપો અને બિનજરૂરી ખાવાની ખોટી ટેવોથી દુર રહેવું જોઈએ.

(૧૦) દારુ સિગરેટથી દુર રહો – દારુ અને સિગરેટ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. તેનો સતત ઉપયોગ કરતા રહેવાથી આપણું પાચનતંત્ર ખરાબ થઇ જાય છે અને ઘણી બીમારીઓ ઘર કરી લે છે. તે ઉપરાંત ચા અને કોફીથી પણ દુર રહેવું.

(૧૧) વધુ ખાવાથી દુર રહો – જરૂરિયાત થી વધુ ભોજન લેવું આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. વધુ ખાવાથી આપણને અપચો થઇ શકે છે. જેટલી ભૂખ હોય આપણે એટલું જ ખાવું જોઈએ. ઘણી વખત લોકો સ્વાદની માથાકુટમાં વધુ ખાવાનું ખાઈ લે છે અને પાછળથી તેને પછતાવું પડે છે. તમે આવું ન કરો. ખાવાથી વધુ મહત્વ આપણા શરીરને આપો.વધુ ભોજન લેવાથી આપણા પાચનતંત્ર ઉપર વધુ દબાણ પડે છે જે યોગ્ય નથી. આમ કરવાથી એટલા માટે બચો.

(૧૨) હમેશા બેઠા બેઠા કામ ન કરો – જો તમારું કામ ઓફિસનું છે, તમારે કોમ્પ્યુટર સામે કે ખુરશી ઉપર બેસીને કામ કરવું પડે છે તો વચ્ચે વચ્ચે બ્રેક લેતા રહો. જો તમારે સતત કામ કરવાનું હોય છે તો દર બે કલાકમાં થોડી મીનીટો કાઢીને થોડું ચાલી લો.

(૧૩) તેલવાળું ખાવાથી પરેજી કરો – જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે. આપણા માટે તેલવાળું ભોજન પચાવવામાં તકલીફ થવા લાગે છે. જો આપણે તેલવાળું ભોજન ખાઈ લઈએ છીએ તો તેનાથી આપણને ઉલટી, અપચો અને ખાટા ઓડકાર થઇ શકે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે આ વસ્તુ ખુબ ઓછા પ્રમાણમાં ખાવ. તેલવાળું ભોજન પચાવવામાં થોડી તકલીફ રહે છે. તેથી તમારા પાચનતંત્ર ને મદદ કરો અને તેલવાળું ભોજન ઓછું જ ખાવ.

(૧૪) ચરબીવાળું ભોજન લેવાથી દુર રહો -આ વસ્તુઓ લેવાથી દુર રહો જેમાં વધુ ચરબી હોય છે. ચરબી વાળા પદાર્થ આપણી પાચનક્રિયા ને ધીમી કરી દે છે. જો પાચનતંત્ર ધીમુ રહેશે તો ભોજન પચવામાં સમય લાગશે. જેટલું બની શકે સારું પાચનતંત્ર માટે ચરબી વાળું ભોજન ઓછું જ લેવું.

(૧૫) રોજ કસરત કરો – કસરત કરવી આપણા શરીર માટે ખુબ ફાયદાકારક રહે છે. રોજ કસરત ને આપણી દિનચર્યામાં ઉમેરવી જોઈએ. કાયમી કસરત કરવાથી આપણને ખાવાનું સારી રીતે પચે છે. તે ઉપરાંત તે આપણા વજનને જાળવી રાખે છે જે આપણા ડાયજેસ્ટીવ હેલ્થ માટે સારું છે. તેથી રોજ કસરત કરો અને એક સારું આરોગ્ય બનાવો.

પાચનશક્તિ વધારવા માટે ઘરગથ્થું નુક્શા :

(૧) ઈલાયચી નું સેવન – ઈલાયચીનું સેવન એક ગર્ભવતી મહિલા માટે ખુબ ફાયદાકારક રહે છે. તે ગર્ભવતી મહિલાના પાચન સબંધી તકલીફોને દુર કરે છે. તમે ઈલાયચીને ચા સાથે લઇ શકો છો.

(૨) આદુનું સેવન કરો – આદુ આપણા શરીરમાં ભોજન પચાવનારા રસ અને ઇંજાઈમ બનતું રહે છે. તેનો રસ પાચનશક્તિને ખરાબ થવાથી અટકાવે છે. તમારા ખરાબ પાચનને સારું અને મજબુત કરવા માટે આદુના રસનું સેવન કરો.

(૩) લીંબુ લો – લીંબુ આપના સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. તેનું સેવન કરતા રહેવાથી તે આપણા પેટની ઘણી તકલીફો દુર કરી દે છે. લીંબુ આપણ ન પચેલું અને પેટના ગેસને દુર કરે છે. તે આપણી પાચનશક્તિ માટે પણ લાભદાયક રહે છે.

(૪) સલાડ નું સેવન કરો – ખાવામાં જો સલાડ હોય તો ખાવાની મજા બમણી થઇ જાય છે. સલાડ સારું ખાવાની સાથે સાથે આપણા આરોગ્ય માટે પણ સારું છે. ખાવાનું જો સારી રીતે પચાવવું છે તો ખાવાની સાથે સલાડ પણ લો. તેમાં તમે લીંબુ, ટમેટા અને ડુંગળી લઇ શકો છો.

(૫) જામફળ ખાવ – જામફળ ખુબ ઉપયોગી ફળ છે જે પોષ્ટિક હોય છે. તેમાં વિટામીન ‘સી’ ફોસ્ફરસ અને પોટેશિયમ રહેલા હોય છે જે આરોગ્ય માટે સારું હોય છે. જામફળ ના સેવન કરતા રહેવાથી મસ્તિક, હ્રદય અને પાચનશક્તિ મજબુત કરે છે.

(૬) વરીયાળી નો ઉપયોગ કરો – એસીડીટી ને દુર કરવા માટે, છાતીની બળતરા ઓછી કરવા માટે અને ખાવાનું સારી રીતે પચાવવા માટે તમે વરીયાળી લઇ શકો છો. રોજની એક ચમચી વરીયાળી લેવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે.

(૭) કુવારપાઠું(એલોવેરા) લો – પાચનક્રિયા ને મજબુત બનાવવા માટે કુવારપાઠું નો ઉપયોગ કરો. કુવારપાઠું આપણા પાચન સબંધી રોગોને દુર કરે છે જેમાં સોજા અને પેટના અલ્સર રહેલા છે. પાણી સાથે તમે કુવારપાઠું જેલ નો ઉપયોગ કરી શકો છો.

(૮) હળદરનો ઉપયોગ કરો – હળદર આપણા શરીરનો અપચો, અલ્સર, પિત્ત કાઢવા અને પાચન સબંધી બીજી તકલીફોને દુર કરે છે. પાચન સબંધી તકલીફો દુર કરવા માટે એક ગ્લાસ પાણી સાથે હળદર લેતા રહો.

(૯) આંબળા લેતા રહો – આંબળા આપણા શરીરમાં વિટામીન ‘સી’ ની ઉણપ દુર કરે છે. આંબળા નું સતત સેવન કરતા રહેવાથી તે આપણા પાચનતંત્રને ખરાબ થવાથી અટકાવે છે. આંબળા ને વાટીને તેમાં કાળા મરી, હિંગ અને જીરું ભેળવીને પણ તમે લઇ શકો છો.

(૧૦) પપૈયા નું સેવન – કાચા પપૈયા આરોગ્ય માટે ખુબ સારા છે. આંતરડાની નબળાઈને લેધે શરીરમાં વિટામીન નો સંચય થતો નથી તો પપૈયાના સેવન થી વિટામીન ‘સી’ મેળવી શકાય છે. તેમાં પપાઇન હોય છે જે પણ પ્રોટીનને વિભાજીત કરે છે અને ખાવાને પાચન યોગ્ય બનાવે છે અને પાચનક્રિયા ને પ્રબળ બનાવે છે.

તે ઉપરાંત પણ તમે તમારા ભોજનમાં મગ, અંકુરિત ચણા, ઘઉં અને જવ ની રોટલી ઉમેરો કરો અને આ ફળોને લેરી, અનાર, અંજીર, જામફળ અને સંતરા લેતા રહો. આ ફળ તમારા પેટને સાફ રાખશે જેથી તમારું પાચનતંત્ર મજબુત બનશે.

પાચનશક્તિ સારી કરવા માટેના બીજા ઘરગથ્થું નુસખા

પોતાનું ભોજન હમેશા ચાવી ચાવીને ખાવ જેથી ભોજન સારી રીતે પચે. છાશનું સેવન આપણા પાચન માટે સારું રહે છે. ભોજનમાં છાશનો ઉમેરો કરો. મીઠા દાડમ નો રસ લેવાથી આંતરડાના દોષ ઠીક થાય છે અને પાચન શક્તિ વધે છે. અજમાને પાણીમાં ઉકાળીને પીવાથી પાચનતંત્ર સારું રહે છે. જામફળ ના પાંદડામાં સાકર ભેળવીને સેવન કરવાથી ઓછું પચવાની તકલીફ દુર થઇ જાય છે. હરડેનો મુરબ્બો પણ આપણા પાચન માટે સારો રહે છે.

લીંબુ ઉપર કાળું મીઠું લગાવીને ચાટવાથી ઓછું પચવાની તકલીફ દુર થઇ જાય છે. હિંગનો ઉપયોગ કરો. તેનો ઉપયોગ ઓછું પચવાની તકલીફ અને ગેસ ને દુર કરવા માટે કરવામાં આવે છે. દિવસમાં ભોજન પછી હિંગાદી હરડે ચૂર્ણ અને રાત્રે સુતી વખતે ત્રિફળા ચૂર્ણ નું સેવન કરો. તે પાચનતંત્ર ને મજબુત કરી પેટની તકલીફોને દુર કરે છે.