પીચોટી ખસી ગઈ હોય તો ફક્ત 5 મિનિટ માં સરખું કરવા નો ઈલાજ, નાભીચક્ર સરખું કરવા માટે

શરીરને રોગમુક્ત કરવા માટે નાભીચક્રનું વિશેષ મહત્વ છે. જો નાભીચક્ર સરખું ન રહે અર્થાત પીચોટી ખસી જાય તો પણ ઘણા રોગો થઇ જાય છે જેવા કે ગેસ, ગભરાહટ થવી, ભૂખ ન લાગવી, કબજીયાત અથવા ઝાળા, સુસ્તી, થાક લાગવો તથા પેટમાં દુખાવો વગેરે. પાચન અંગોમાં કોઈ વિકાર થવાની, વધારે ભાર ઉઠાવવાની અને ગેસ થવાની સતત ફરિયાદ રહેવાથી નાભીચક્ર પોતાના સ્થાનેથી હટી જાય છે જેને સામાન્ય રીતે ધરણ પડવી પીચોટી ખસી જવી કહે છે. ધરણ સરખું ન રહેવાના કારણે કેટલાક અન્ય રોગો પણ થઇ શકે છે.

ધરણ પોતાના સ્થાન પર છે કે નહિ, તે જાણવા માટે સવારે કઈ ખાધા વગર સીધું આડું પડવું જોઈએ હાથ બગલમાં શરીરની સાથે સીધા રાખો. કોઈ અન્ય વ્યક્તિ એક દોરી લઈને નાભીથી ની એક તરફની નીપલ સુધી પૈમાઇશ કરો, નાભી પર એક હાથ રાખો દોરીને બીજી તરફની નીપલ સુધી લઇ જાઓ, જો બંને તરફનું માપ એક સરખું હોય તો નાભીચક્ર પોતાના સ્થાન પર છે, નહિ તો જે સ્થાન પર હલી ને ગયું હોય ત્યાં આંગળીઓના સ્પંદન કરવાથી આભાસ થશે.

નાભી ખસી જાય (પેચુટી પડે) તો દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું. દીવસમાં એકવાર આદુનો રસ આપવો. મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે.

પેચોટી ને દ.ગુજરાત માં અમ્બોઈ કહે છે. દૂંટી પર દીવો મુકીને લોટો મુકીને પ્રયોગ પણ સફળ છે. પેટ ચૉળવાં કરતાં આ કરવું સારુ છે પોટલીની દિવેટ પર ઘી ચોપડી, તેનો દીવડો બનાવતા. એને પ્રગટાવી, એ સળગતો દીવડો પેટ પર મૂકાતો. એની ઊપર પેલો લોટો એનું મોં નીચું રાખી, થોડોક અદ્ધર એક બે મિનીટ માટે, ઝાલી રખાતો. આથી દીવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટામાં ભરાતો. લોટો પણ ઠીક ઠીક ગરમ થઈ જતો. થોડીક વાર પછી, એ લોટાની ધાર દબાણ સાથે પેટ પર તેઓ મૂકતા. થોડી વારે દીવો ઓલવાઈ જતો અને લોટામાં પૂરાયેલો વાયુ ઠંડો પડતાં સંકોચાતો; અને લોટો પેટ સાથે સજ્જડ ચોંટી જતો. ડુંટીની નીચેનો પેટનો ભાગ અમળાઈને ઊપર આવતો હોય તેવું લાગતું. આ ઓપરેશન (!) કર્યા પછી પેટનો દુખાવો અને પાતળા ઝાડા ગાયબ થઈ જતા હતા (નીચે વિડીયો માં જુયો એજ રીતે)

નીચે ફોટા માં આવું યંત્ર આવે છે એજ વસ્તુ તમે દીવા અને લોટા થી કરી શકો કેવીરીતે દીવા થી કરવું તે નીચે વિડીયો માં બતાવ્યું છે.

નાભી ટળવાના કુ પ્રભાવ:

નાભી(ડુંટી) અર્થાત આપણા શરીરની ધુરી અર્થાત કેન્દ્ર. જો આ હલી જાય અથવા ટળી જાય તો શરીરની બધી ક્રિયાઓ પોતાના માર્ગથી વિચલિત થઇ જાય છે. આવો જાણીએ કેવી રીતે કરાય નાભી ટળવાનો ઈલાજ.

નાભી ટળવાને પરખો:

સામાન્ય રીતે પુરુષોની નાભી જમણી અને સ્ત્રીઓની નાભી ડાબી બાજુ ટળતી હોય છે.

ઉપરની તરફ:

જો નાભીનું સ્પંદન ઉપરની તરફ ચાલી રહ્યું છે એટલે છાતીની તરફ તો યકૃત પ્લીહા આમાશય અગ્નાશયની ક્રિયા હીન થવા થવા લાગે છે. તેનાથી ફેફસા-હૃદય પર ખોટો પ્રભાવ પડે છે. મધુમેહ, અસ્થમા, બોન્કાઈટીસ –થાઈરોડ, મોટાપણું, વાયુ વિકાર, ગભરામણ જેવા રોગો થવા લાગે છે.

નીચેની તરફ:

જો નાભી માધ્યમ સ્તર પરથી હટી ને નીચેના અંગોની તરફ જતી રહે તો મળાશય-મૂત્રાશય-ગર્ભાશય વગેરે અંગોની ક્રિયા વિકૃત થઇ અતિસાર-પ્રમેહ પ્રદર- પાતળાપણું જેવા કેટલાક કષ્ટ સાધ્ય રોગો થઇ જાય છે. ફેલોપિયન ટ્યુબ ખુલતી નથી અને આ કારણ થી જ સ્ત્રીઓ ગર્ભધારણ નથી કરી શકતી. સ્ત્રીઓના ઉપચારમાં નાભીને મધ્યમ સ્તર પર લાવવામાં આવે. તેનાથી વંધત્વ સ્ત્રીઓ પણ ગર્ભધારણ યોગ્ય થઇ જાય છે.

જમણી તરફ:

જમણી તરફ ખસવાથી સર્દી-ખાસી, કફજનિત રોગ જલ્દી-જલ્દી થાય છે.

ડાબી તરફ:

ડાબી તરફ ખસવાથી અગ્રાશય-યકૃત- પ્લીહા ક્રિયા હીનતા- પૈત્તિક વિકાર શ્લેષ્મ કળા પ્રદાહ- ક્ષોભ- જલન છાલા એસીડીટી(અમ્લપિત્ત) અપચ અફારા થઇ શકે છે.

નાભી ટળવા પર સુ કરવું:

નાભી હલી જવા પર વ્યક્તિને હળવું સુપાચ્ય પથ દેવું જોઈએ. નાભી હલી જવા પર વ્યક્તિને મગની દાળની ખીચડી સિવાય બીજું કઈ ન આપો. દિવસમાં એક- બે વાર આદુનો ૨ થી ૫ મીલીલીટર રસમાં મધ મેળવીને પીવાથી લાભ થાય છે.

નાભી સ્થાન પર કેવી રીતે લાવવી: (એક વિડીયો પણ છે તે પણ જોઈ શકો છો)

૧. જમીન પર રજાઈ પાથરી લો. અત્યારે બાળકોના રમવાનો દડો લઇ લો. હવે ઉંધા સુઈ જાઓ અને નાભીના મધ્યમાં રાખી દો. પાંચ મિનીટ સુધી આમ જ સુતા રહો. હટી ગયેલી નાભી(ધરણ) સરખી થઇ જશે. પછી ધીમેથી પડખું ફરીને ઉભા થઇ જાઓ, અને ઓકડું બેસી જાઓ અને એક આમળાનો મુરબ્બો ખાઈ લો અથવા પછી ૨ ઘઉંના બિસ્કીટ ખાઈ લો. પછી ધીમે ધીમે ઉભા થઇ જાઓ.

૨. કમરના ભાગે સુઈ જાઓ અને પાદાન્ગુષ્ટનાસાસ્પર્શાસન કરી લો. તેના માટે સુતા રહી ને ડાબા પગને ગોઠણથી વાળીને હાથોથી પગને પકડી લો અને પગને ખેચીને મોઢા સુધી લાવો. માથું ઉપાડી લો અને પગનો અંગુઠો નાકને લગાવવાનો પ્રયત્ન કરો. જેમ નાનું બાળક પગનો અંગુઠો મોમાં નાખે છે. કેટલીક વાર આ આસનમાં રહો પછી બીજા પગથી પણ આ જ કરો. પછી બંને પગથી આ જ કરવાનો અભ્યાસ કરો. ૩-૩ વાર કાર્ય બાદ નાભી સરખી થઇ જશે.

૩. સીધું સુવડાવીને તેની નાભીના ચારેય તરફ સુકા આમળાનો લોટ બનાવીને તેમાં આદુનો રસ મેળવીને બાંધી દો અને તેને બે કલાક સીધા જ સુવડાવી રાખો. દિવસમાં બે વાર આ પ્રયોગ કરવાથી નાભી સ્થાન પર આવી જાય છે.

બીજો રસ્તો:

તેને સરખી કરવા માટે, નાના પગની એડી ને ધીમે ધીમે ઉપર ઉઠાવો ૬,૭,૮,૯ ઇંચ સુધી ઉપાડો, પછી ધીમે ધીમે જ નીચે રાખીને લાંબો શ્વાસ લો, આ જ ક્રિયા બે બે વધારે વાર કરો.

આ ક્રિયા સવાર સાંજ ખાલી પેટે કરવી જોઈએ. પગને પછી ભેગા કરી જુઓ અંગુઠા બરાબર દેખાશે. એટલે કે તમારી નાભી સરખી જગ્યાએ બેસી ગયી છે. પછી ઉઠીને ૨૦ ગ્રામ ગોળ, ૨૦ ગ્રામ વરીયાળી નું બનાવેલું ચૂર્ણ ફાંકી લો. તેનાથી જૂનામાં જુનું ધરણ તમે પોતે મહિના બે મહિનામાં સરખું કરી શકો છો પેટને ક્યારેય મસળવું ન જોઈએ.

નાભી ના હટવા પર દુખાવો થાય તો ૨૦ ગ્રામ વરીયાળી, ગોળ સમભાગ ની સાથે મેળવીને સવારે ખાલી પેટે ખાઓ. પોતાના સ્થાનેથી હટેલી નાભી સરખી થશે. અને ભવિષ્યમાં નાભી હટવાની સમસ્યા નહિ થાય.

આ પણ જોઈ જુયો આ રીત થી પણ સરખું થઇ શકે જુયો દીવો મૂકી તેની પર ગ્લાસ

વિડીયો – ૧ 

વિડીયો – ૨

વિડીયો -૩