નાડી દોષમાં જો ન કરવામાં આવ્યા આ ઉપાય તો પીડાદાયક બની શકે છે લગ્નજીવન.

કુંડળી મેચ કરતા સમયે જોવા મળે ‘નાડી દોષ’ તો તરત કરો આ ઉપાય, નહિ તો લગ્નજીવન મુશ્કેલ બની જશે.

ભારતીય જ્યોતિષ મુજબ લગ્ન વખતે અષ્ટકૂટ મિલનમાંથી સૌથી મોટું સ્થાન નાડીને આપવામાં આવે છે. કુંડળી મિલન માટે ઉપયોગમાં લેવામાં આવતી ગુણ મિલનની પ્રક્રિયામાં ઉભા થતા દોષો માંથી નાડી દોષને જ સૌથી વધુ અશુભ દોષ પણ માનવામાં આવે છે. જેની અસરથી વર-વધુ બંને માંથી એક અથવા બંનેના દુનિયા છોડવા જેવી મોટી મુશ્કેલી પણ આવી શકે છે. એટલા માટે અનેક જ્યોતિષીઓ કુંડળી મિલન વખતે નાડી દોષ બનવાથી એવા છોકરા અને છોકરીને લગ્ન કરવાની ના પાડી દે છે.

નારદ પુરાણમાં પ્રમાણિત રૂપે જાણવા મળે છે કે, ભલે વર-વધુના બીજા ગુણ મળી રહ્યા હોય, પણ જો નાડી દોષ ઉત્પન થઇ રહ્યા છે, તો તેને કોઈ પણ રીતે ધ્યાન બહાર કરી ન શકાય, કારણ કે તે લગ્નજીવન માટે ઘણું દુર્ભાગ્યશાળી હોય છે. એવા સંબંધ નરક સમાન પસાર થાય છે અથવા તો ઘણી જ દુઃખદ સ્થતિમાં તૂટી જાય છે, અહીં સુધી કે જોડી માંથી કોઈ એક દુનિયા પણ છોડી શકે છે.

નાડી દોષ અને તેની અસર :

જ્યોતિષ શાસ્ત્ર મુજબ એ જાણી લેવું ઘણું જરૂરી છે કે, શું નાડી દોષ હકીકતમાં જ આટલી ગંભીર સમસ્યાઓ ઉભી કરી શકે છે કે પછી આ દોષ વિષે વધારી વધારીને લખવામાં આવ્યું છે. સૌથી પહેલા આપણને એ વાતની જાણકારી હોવી જોઈએ કે, નાડી દોષ હકીકતમાં શું હોય છે? અને તે દોષ બને છે કેવી રીતે?

ગુણ મિલનની પ્રક્રિયામાં આઠ કૂટ મિલન કરવામાં આવે છે જેના કારણે તેને અષ્ટકૂટ મિલન પણ કહેવામાં આવે છે અને તે આઠકૂટ આ મુજબ છે – વર્ણ, વસ્ય, તારા, યો નિ, ગ્રહ, મૈત્રી, ગણ, ભકૂટ અને નાડી.

વૈદિક જ્યોતિષ મુજબ ત્રણ પ્રકારની હોય છે નાડી :

આદિ નાડી – વારાહમિહિર મુજબ જો વર-વધુની કુંડળીમાં આદિ નાડી દોષ હોય તો તેના છૂટાછેડા નક્કી છે.

મધ્ય નાડી – મધ્ય નાડી દોષ હોય તો બંનેના જીવ જઇ શકે છે કે બંને માંથી કોઈ એકને અત્યંત દુઃખદ કષ્ટ મળે છે.

અન્ત્ય નાડી – અન્ત્ય નાડી દોષ હોય તો લગ્નજીવન ઘણું કષ્ટદાયક પસાર થાય છે અથવા બંને માંથી કોઈ એકનો જીવ જાય છે અને એકલા રહેવાથી પણ તેમનું જીવન સામાન્યથી વધુ કષ્ટદાયક હોય છે.

દરેક વ્યક્તિની જન્મ કુંડળીમાં ચંદ્રની કોઈ નક્ષત્ર વિશેષમાં ઉપસ્થિતિથી તે વ્યક્તિની નાડી જાણી શકાય છે. નક્ષત્રની સંખ્યા 27 હોય છે, જેના દ્વારા ત્રણ પ્રકારની નાડી બને છે આદિ, મધ્ય, અન્ત્ય. 9 નક્ષત્રોના સમૂહમાં ચંદ્રની હાજરી હોવાથી વ્યક્તિની જન્મ કુંડળીમાં એક નાડીનું નિર્માણ થાય છે જેના પૂર્ણ 8 અંક હોય છે.

ગુણ મિલન કરતી વખતે જો વર અને વધુની નાડી અલગ અલગ હોય, તો તેને નાડી મિલનના 8 માંથી 8 અંક પ્રાપ્ત થાય છે, જેમ કે વરની આદિ નાડી અને વધુની મધ્ય નાડી કે પછી અન્ત્ય નાડી. પણ જો વર અને વધુની નાડી એક જ હોય તો તેને નાડી મિલનને 8 માંથી 0 અંક પ્રાપ્ત થાય છે અને તેને નાડી દોષનું નામ આપવામાં આવે છે.

નાડી દોષની પ્રચલિત ધારણા મુજબ જો વર-વધુ બંનેને જ જો આદિ નાડી હોય, તો એવી સ્થિતિમાં છૂટાછેડા કે જુદાપણાની પ્રબળ સંભાવના ઉભી થાય છે અને જો વર-વધુ બંનેની મધ્ય નાડી કે અન્ત્ય નાડી હોય, તો વર-વધુ માંથી કોઈ એક કે બંનેના જીવ જવાની પ્રબળ સંભાવના ઉભી થાય છે.

નાડી દોષના પરિહાર :

છોકરા અને છોકરીની જન્મ કુંડળીમાં થોડા જ્યોતિષીય પરિહાર હોય છે, જે નાડી દોષની નકારાત્મક અસરોને દુર કરે છે. (પરિહારનો અર્થ થાય છે કોઈ વસ્તુથી બચવાની ક્રિયા કે દોષ, અનિષ્ટ વગેરેને દુર કરવાનું કામ)

જો વર-વધુ બંનેનો જન્મ એક જ નક્ષત્રના અલગ અલગ તબક્કામાં થયો હોય, તો વર-વધુની નાડી એક હોવા છતાં પણ નાડી દોષ નથી ઉભા થતા.

જો વર-વધુ બંનેની જન્મ રાશી એક જ હોય પણ નક્ષત્ર અલગ અલગ હોય તો વર-વધુની નાડી એક હોવા છતાં પણ નાડી દોષ નથી ઉભા થતા.

જો વર અને વધુની કુંડળીમાં એક જ નક્ષત્ર છે પણ રાશીઓ અલગ અલગ છે, તો નાડી દોષ નથી માનવામાં આવતા. (છોકરીની જન્મ રાશી અને જન્મ ચરણ વરથી પહેલા ન હોવા જોઈએ.)

નાડી દોષ દુર કરવાના ઉપાય :

મહામૃત્યંજય મંત્ર સવા લાખ વખત ભક્તિ પૂર્વક જાપ કરવાથી નાડી દોષની અસર ઓછી થાય છે, અને વ્યક્તિ જીવનસાથી સાથે શાંતિપૂર્વક જીવન પસાર કરે છે.

જો કોઈ જોડીની કુંડળીમાં નાડી દોષ છે તો ભાવી વધુના લગ્ન પહેલા ભગવાન વિષ્ણુની મૂર્તિ સાથે કરાવવા જોઈએ. આ ઉપાય આ દોષની અસરને ઘણે અંશે ઓછો કરી શકે છે.

જ્યોતિષીય ગ્રંથ પીયુષ ધારા મુજબ, જો કોઈ વ્યક્તિના લગ્નમાં નાડી દોષ અડચણ ઉભી કરી રહ્યો છે, તો તેમણે સ્વર્ણ દાન, વસ્ત્ર દાન, અન્ન દાન કરવું જોઈએ. સોના માંથી સાપની આકૃતિ બનાવીને તેની વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરીને મહામૃત્યુજય મંત્રના જાપ કરાવવાથી પણ નાડી દોષની અસર દુર થાય છે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.