જુના જમાનામાં ગ્રન્થ “યોગ રત્નાકર” માં કહ્યું છે કે રોગથી પીડાતા વ્યક્તિના શરીરમાં 8 પ્રકારે પરીક્ષા કરીને રોગનું નિદાન કરવું જોઈએ. તેમાં નાડી પરીક્ષા સૌથી પહેલી રીત છે. જૂની માન્યતા મુજબ નાડી પરીક્ષા દ્વારા શરીરના વાત, પિત્ત, કફ કે દિવ્દોસજ કે ત્રીદોશજ રોગોની જાણકારી આપે છે. આપણા સંપૂર્ણ શરીરમાં અનેક નાડીઓ છે પણ અંગુઠાના મુખ્ય જગ્યા વાળી નાડીની ખાસ કરીને પરીક્ષા કરવામાં આવે છે. તે આખા શરીરમાં ફેલાયેલી માનવામાં આવે છે. તેને જ આચાર્ય શારંગધરે જીવ શાક્ષીણી કહી છે. આવો જાણીએ નાડી પરીક્ષણ નો જુનવાણી રીત.
મહર્ષિ સુશ્રુત પોતાની યોગિક શક્તિથી આખા શરીરની બધી નાડીઓ જોઈ શકતા હતા. એલોપેથીમાં તો પલ્સ ફક્ત હ્રદયના ધબકારાથી જાણી શકાય છે. પણ તે તેનાથી ઘણું વધુ બતાવે છે.
આયુર્વેદમાં નિષ્ણાંત વૈધ નાડી પરીક્ષણથી રોગની જાણકારી મેળવે છે. તેનાથી એ ખબર પડે છે કે કયો દોષ શરીરમાં રહેલો છે. તે કોઈ મોંઘી અને તકલીફ વાળી ડાયગ્નોસ્ટીક ટેકનીક વગર બિલકુલ સાચું નિદાન કરે છે. જેમ કે શરીરમાં ક્યાં કેટલી સાઈઝનું ટ્યુમર છે, કીડની ખરાબ છે કે તેવા જ કોઈ પણ અઘરા થી અઘરા રોગની જાણકારી મળી જાય છે.
દક્ષ વૈધ અઠવાડિયા પહેલા શું ખાધું હતું તે પણ જણાવી દે છે. ભવિષ્યમાં ક્યાં રોગ થવાની શક્યતા છે તે પણ ખબર પડે જાય છે.
મહિલાઓનો જમણો અને પુરુષોનો ડાબો હાથ જોવામાં આવે છે.
કાંડાની અંદર અંગુઠાની નીચે જ્યાં પલ્સ જેવું લાગે છે ત્યાં ત્રણ આંગળીઓ રાખવામાં આવે છે.
અંગુઠાની બાજુની આંગળીમાં વાત, વચ્ચે વાળી આંગળીમાં પિત્ત અને અંગુઠાથી દુરવાળી આંગળીમાં કફ નો અનુભવ કરી શકાય છે.
વાત ની પલ્સ ખુબ જ તેજ પલ્સ ચાલતી અનુભવાશે.
ત્રણ આંગળીઓ એક સાથે રાખવાથી ખબર પડે છે કે શેમાં દોષ વધારે છે.
શરૂઆતમાં જ દોષને ઓછો કરી દેવાથી રોગ જ થતા નથી.
દરેક દોષની 8 પ્રકારની પલ્સ હોય છે, જેનાથી રોગની ખબર પડે છે. તેના માટે અભ્યાસની જરૂર પડે છે. ક્યારેક ક્યારેક બે કે ત્રણ રોગ એકસાથે હોઈ શકે છે.
નાડી પરીક્ષા વધારેપડતું સવારે ઉઠી ને અડધો કલાક કે કલાક પછી જ કરાય છે જેનાથી આપણને આપડી પ્રકૃતિ બાબતે જાણકારી મળે છે.
આ ભૂખ- તરસ, ઊંઘ, તડકામાં ફરવાથી, રાત્રે ફરવાથી, માનસિક અવસ્થાથી, ભોજન થી, ઊંઘવાનો જુદો જુદો સમય અને બદલાતી સીઝન થી બદલાય છે.
સારવાર વાળાઓને થોડા આધ્યાત્મિક અને યોગી હોવાથી મદદ મળે છે.
સાચું નિદાન કરવાવાળા નાડી પકડતા જ ત્રણ સેકન્ડમાં દોષની ખબર પડી જાય છે. આમ તો ૩૦ સેકન્ડ સુધી જોવું જોઈએ.
૧) માનસિક રોગ, ટેન્શન, ભય,ગુસ્સો,તરસ, વખતે નાડી ની ગતિ ખુબ વધારે અને ગરમ છાલ થી ચાલે છે.
૨) કસરત અને મહેનત વાળા કામ વખતે પણ નાડી ની ગતિ ખુબ વધારે હોય છે. ગર્ભવતી સ્ત્રી ની નાડી પણ ખુબ તેજ હોય છે.
૩) કોઈ વ્યક્તિ ની નાડી જો રોકાઈ રોકાઈ ને ચાલતી હોય તો તેને અસાધ્ય રોગ હોવાની સંભાવના વધારે રહે છે.
૪) ટીબી નાં રોગ માં નાડી મસ્તચાલ વાળી હોય છે. જ્યારે ઝાળા માં આ એકદમ ધીમી હોય છે.