નાગાર્જુન અક્કીનેની લવ લાઈફ : એક્ટરે પણ કર્યા હતા બે લગ્ન, તબ્બુ સાથે પણ હતું અફેયર, આવી છે તેમની સ્ટોરી.

સાઉથથી લઈને બોલીવુડ સુધી પોતાની એક્ટિંગનો જલવો દેખાડનારા નાગાર્જુનની લવ લાઈફ છે એકદમ ફિલ્મી, છે ટ્વીસ્ટ અને ટર્ન.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર નાગાર્જુન અક્કીનેનીએ બોલીવુડમાં પણ પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે. બંને ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયનો જાદુ પાથરી ચુકેલા આ પીઢ અભિનેતાની લવ લાઈફ ઘણી વિવાદોમાં રહી છે. આજે અમે તમને તેના વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

નાગાર્જુન અક્કીનેનીનો જન્મ 29 ઓગસ્ટ 1959 ના રોજ ચેન્નઈમાં થયો હતો. તેમના પિતા નાગેશ્વર રાવ અક્કીનેની પણ એક જાણીતા અભિનેતા હતા. નાગાર્જુને આમ તો બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરુઆત ફિલ્મ ‘Sudigundalu’ થી કરી હતી. ત્યારબાદ વર્ષ 1986 માં તેમણે તેલુગુ ફિલ્મ ‘વિક્રમ’ થી પોતાના અભિનયની શરુઆત કરી હતી. નાગાર્જુન માત્ર અભિનેતા જ ન હતા પરંતુ પ્રોડ્યુસર, ટીવી પ્રેઝેંટર અને બિઝનેસમેન પણ હતા.

લક્ષ્મી દ્ગ્ગુબાતી સાથે કર્યા હતા પહેલા લગ્ન, જેના પુત્ર છે નાગા ચૈતન્ય :

નાગાર્જુને પોતાના પહેલા લગ્ન 1984 માં લક્ષ્મી દ્ગ્ગુબાતી સાથે કર્યા હતા. લક્ષ્મી ફિલ્મ મેકર ડી. રામાનાયડુની પુત્રી છે. લગ્નના બે વર્ષ પછી આ દંપત્તિના ઘરે દીકરાનો જન્મ થયો, જેનું નામ નાગા ચૈતન્ય છે. નાગા ચૈતન્ય પણ સાઉથના જાણીતા અભિનેતા છે. નાગા ચૈતન્યના લગ્ન સાઉથની સુંદર અભિનેત્રી સામંથા અક્કીનેની સાથે થયા છે.

આમ તો, નાગાર્જુન અને લક્ષ્મીના સંબંધ વધુ સમય સુધી ટકી ન શક્યા અને લગ્નના છ વર્ષ પછી જ વર્ષ 1990 માં બંનેના છુટાછેડા થઇ ગયા. કહેવામાં આવે છે કે લગ્ન તુટવાનું મુખ્ય કારણ અભિનેત્રી અમલા મુખર્જીનું નાગાર્જુનના જીવનમાં આવવાનું હતું. 80 અને 90 ના દશકમાં નાગાર્જુન અને અમલા મુખર્જીની જોડી ફિલ્મી પડદા ઉપર ઘણી સુપરહિટ રહી. લાંબા સમય સુધી એક સાથે કામ કરવાથી નાગાર્જુન અમલા મુખર્જી સાથે પ્રેમ કરી બેઠા.

આવી રીતે થયો નાગાર્જુનને અમલા સાથે પ્રેમ :

અમલા અક્કીનેનીએ એક મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. એક વખત અમલા શુટિંગ માટે સેટ ઉપર પોતાની વૈનીટી વૈનમાં બેઠી હતી. તે સમયે અમલાને સરપ્રાઈઝ આપવાની ગણતરીએ ત્યાં પહોચેલા નાગાર્જુને જોયું કે અમલા જોર જોરથી રડી રહી હતી.

નાગાર્જુને તરત તેને રડવાનું કારણ પૂછ્યું, તો અમલાએ જણાવ્યું કે ડાયરેક્ટરે તેને જે કપડા પહેરવા માટે કહ્યું છે, તે કપડા તે પહેરવા માંગતી ન હતી. તે વાત ઉપર નાગાર્જુને ફક્ત અમલાને જ સાંત્વના ન આપી, પરંતુ ડાયરેક્ટરને કહીને અભિનેત્રીના કપડા પણ બદલાવી દીધા. ત્યારથી અમલાના દિલમાં નાગાર્જુન પ્રત્યે પ્રેમ જાગૃત થયો, અને ધીમે ધીમે બંને એક બીજાની નજીક આવતા ગયા.

અમલા પ્રત્યે નાગાર્જુનનો પ્રેમ વધવાથી અભિનેતાની પહેલી પત્ની લક્ષ્મી સાથે ઝગડા થવાના શરુ થઇ ગયા, ત્યાર પછી બંનેના છૂટાછેડા થઇ ગયા. તે વાત ઉપર નાગાર્જુને સ્પષ્ટ કહી દીધું હતું કે તે હવે અમલાને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરશે. ત્યાર પછી નાગાર્જુન હંમેશા અમલાને મળતો રહ્યો. બંનેએ લગભગ 2 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા.

તે ઘટનાક્રમમાં એક ફિલ્મના શુટિંગ અંગે જયારે બંને અમેરિકાના પ્રવાસ ઉપર હતા, ત્યારે નાગાર્જુને અમલાને પ્રપોઝ કરી અને 1992માં ચેન્નઈમાં તેમણે એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા. નાગાર્જુન-અમલાને એક સંતાન છે અને તેનું નામ અખિલ અક્કીનેની છે, જે અભિનેતા છે.

આ બોલીવુડ અભિનેત્રી સાથે હતું લફરું :

અમલા સાથે લગ્ન કર્યા પછી પણ નાગાર્જુનનું દિલ એક બીજી અભિનેત્રી ઉપર આવી ગયું. તે બોલીવુડની જાણીતી અભિનેત્રી તબ્બુ સાથે પોતાના લફરાને લઈને ઘણા ચર્ચામાં રહ્યા. કહેવામાં આવે છે કે બંને એક બીજાને ખુબ પસંદ કરતા હતા, અને તેની પહેલી મુલાકાત ત્યારે થઇ હતી જયારે બંનેએ એક સાથે એક ફિલ્મમાં કામ કર્યું.

કહેવામાં તો એવું આવે છે કે બંનેએ લગભગ 15 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા છે. પરંતુ બંનેના લગ્ન ન થવાનું કારણ નાગાર્જુન પહેલાથી પરણિત હોવાનું માનવામાં આવે છે. અમલા સાથે બીજા લગ્ન કરી ચુકેલા નાગાર્જુન હવે તબ્બુ સાથે ત્રીજા લગ્ન નહિ કરી શકે. પરંતુ નાગાર્જુને તબ્બુને પોતાના જ ઘરની પાસે એક વિશાળ મકાન અપાવ્યું હતું.  આમ તો બંનેએ પોતાના સંબંધોને લઈને સતાવાર રીતે નિવેદન આપ્યું ન હતું.

મળતા અહેવાલ મુજબ તો નાગાર્જુન અને તબ્બુ એક બીજા સાથે ખુબ પ્રેમ કરતા હતા, અને એટલા માટે તબ્બુ મુંબઈ છોડીને હૈદરાબાદમાં જ સ્થાઈ થઇ હતી. પરંતુ નાગાર્જુન પોતાના બીજા લગ્ન પણ તોડવા માંગતો ન હતો. એ કારણ છે કે, તેમણે તબ્બુ સાથે લગ્ન ન કર્યા અને બંને એક બીજાથી અલગ અલગ રહેવા લાગ્યા. આમ તો તબ્બુએ હજુ સુધી લગ્ન નથી કર્યા.

વર્કફ્રંટની વાત કરીએ તો નાગાર્જુન વહેલી તકે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને મોની રોય સાથે જોવા મળશે.

હાલમાં કોરોના કાળમાં નાગાર્જુન પોતાના કુટુંબ સાથે ક્વોલેટી ટાઈમ સ્પેંડકરી રહ્યા છે. આપણે પણ અભિનેતાને જન્મદિવસના અભિનંદન આપીએ છીએ. તો તમને નાગાર્જુનની લવ લાઈફ કેવી લાગી? અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો.

આ માહિતી બોલીવુડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.