નાગરિકતા કાનૂન પર વિવાદ કેમ? પહેલા શું હતું અને હવે શું છે? 10 પોઇંટ્સમાં સમજો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બીલ રજુ કર્યું. આ બીલ હેઠળ દેશમાં આવેલા શરણાર્થીઓને મળનારી નાગરિકતાને લઈને નિયમ સંપૂર્ણ રીતે બદલાઈ જશે.

કલમ ૩૭૦, NRC પછી હવે મોદી સરકારે એક બીજો મોટો દાવ ચાલ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બીલ રજુ કર્યું. આ બીલ હેઠળ દેશમાં આવેલા શરણાર્થીઓને મળતા નાગરિકતાને લઈને નિયમ સંપૂર્ણ રીતે બદલાઈ જશે. કેન્દ્ર સરકારના આ કાયદાનો વિરોધી પાર્ટીઓ વિરોધ કરી રહી છે, અને તેને ભારતના મૂળ નિયમો વિરુદ્ધ બતાવી રહી છે. આ બીલમાં શું વિવાદિત છે? પહેલા શું હતું અને હવે શું થવા જઈ રહ્યું છે? જાણો બીલ સાથે જોડાયેલી ૧૦ વાતો.

૧. મોદી સરકાર જે બીલ લાવી રહી છે, તેને સીટીઝન અમેંડમેંટ બીલ, ૨૦૧૯ નામ આપવામાં આવ્યું છે. આ બીલ આવવાથી સીટીઝન એક્ટ, ૧૯૯૫ માં ફેરફાર થશે.

૨. મોદી સરકારે બીલ હેઠળ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાંથી આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ શરણાર્થીઓને ભારતનું નાગરિત્વ આપવાની વાત કહેવામાં આવી છે.

3. તેની સાથે જ આ તમામ શરણાર્થીઓને ભારતમાં ગેરકાયદેસર નાગરિક તરીકે નહિ માનવામાં આવે. તમામ કાયદા હેઠળ ભારતમાં ગેરકાયદેસર રીતે આવેલા લોકોને તેના દેશમાં મોકલવા કે પકડીને કેદી બનાવવાની વાત છે.

૪. આ બધા શરણાર્થીઓને ભારતમાં હવે નાગરિત્વ મેળવવા માટે ઓછામાં ઓછા ૬ વર્ષનો સમય પસાર કરવાનો રહેશે. પહેલા તે સમયમર્યાદા ૧૧ વર્ષ માટે હતી.

૫. અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ અને મિઝોરમના ઇનર લાઈન પરમીટ એરિયાને આ બીલ માંથી બહાર રાખવામાં આવ્યું છે. તે ઉપરાંત આ બીલ નોર્થ ઈસ્ટના છઠ્ઠા શેડ્યુલનો પણ બચાવ કરે છે.

૬. નવા કાયદા મુજબ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાંથી આવેલા કોઈ પણ હિંદુ, જૈન, સીખ, ઈસાઈ નાગરિક જો કે ૩૧ ડીસેમ્બર, ૨૦૧૪થી પહેલા ભારતમાં આવ્યા હોય તેને ગેરકાયદેસર નાગરિક નહિ માનવામાં આવે.

૭. આમાંથી જે પણ નાગરિક OCI હોલ્ડર છે, જો તેમણે કોઈ કાયદાનું ઉલંઘન કર્યું છે, તો તેને એક વખત તેની વાત રજુ કરવાની તક આપવામાં આવશે.

૮. આ બીલનો વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે અને ભારતમાં સંવિધાનનું ઉલંઘન બતાવી રહી છે. વિપક્ષનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર જે બીલ લાવી રહી છે, તે દેશમાં ધર્મના આધાર ઉપર ભાગલા કરશે જે સમાનતાના અધિકારો વિરુદ્ધ છે.

૯. પૂર્વોત્તરમાં આ બીલનો સૌથી વધુ વિરોધ થઇ રહ્યો છે, પૂર્વોત્તરના લોકોનું માનવું છે કે બાંગ્લાદેશ માંથી મોટાભાગના હિંદુ આવીને આસામ, અરુણાચલ, મણીપુર જેવા રાજ્યોમાં વસે છે, તેવામાં આ પૂર્વોત્તર રાજ્યો માટે ઠીક નહિ રહે. પૂર્વોત્તરમાં ઘણા વિધાર્થી સંગઠનમાં આ પૂર્વોત્તર રાજ્યો માટે સારું નહિ રહે. પૂર્વોત્તરમાં ઘણા વિધાર્થી સંગઠન, રાજકીય પક્ષ તેના વિરોધમાં છે.

૧૦. એનડીએમાં ભારતીય જનતા પાર્ટીના સાથી આસામ ગણ પરિષદે પણ આ બીલનો વિરોધ કર્યો છે. બીલને લોકસભામાં આવવા ઉપર આ જોડાણથી અલગ થઇ ગઈ હતી. આમ તો સમયગાળો પૂરો થયા પછી જયારે આ બીલ પૂરું થયું હતું. તો તે પાછું પણ આવ્યું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.