નહિ થાય નવા વર્ષમાં પૈસાની બિલકુલ પણ અછત, બસ આ 5 ઉપાયોને જરૂરથી કરી નાખો.

દરેકને પૈસાની જરૂર હોય છે અને તેના વગર કોઈ પણ ક્યાય જઇ શકતું નથી. પૈસા એ મનુષ્યની પ્રથમ જરૂરિયાત હોય છે, કારણકે આને કારણે તે પોતાનું પેટ ભરી શકે છે, જરૂરી ચીજો ખરીદી શકે છે અથવા ક્યાંક બહાર ફરવા જઇ શકે છે. જ્યારે પગાર મળે છે, ત્યારે દરેકને એવી ઈચ્છા હોય છે કે તેમના પૈસા બચે, પરંતુ તે આવે તે પહેલાં ખર્ચાઓ આવી જાય છે અને બધા પૈસા પુરા થઇ જાય છે.

જો તમે નવા વર્ષમાં તમારા ખિસ્સાને ગરમ રાખવા માંગતા હોય, તો પછી આ ઉપાયોને અપનાવો તેનાથી નવા વર્ષમાં પૈસાની જરાય કમી નહીં રહે, તમારે તે વિશે જાણવું જોઈએ. આવો જાણીએ આ ઉપાયો વિષે વિગતવાર.

નવા વર્ષમાં પૈસાની જરાય કમી રહેશે નહીં

નવું વર્ષ આવવાનું છે અને તેના બહુ જ ઓછા દિવસો બાકી છે. આવી સ્થિતિમાં, તમારું જીવનધોરણ સુધારવા માટે, તમારે પહેલાથી જ યોજના બનાવવી પડશે. કેટલાક લોકો તેમની મુશ્કેલીઓ દૂર કરવા માટે નવા વર્ષના પ્રારંભથી જ વાસ્તુ સંબંધિત ઉપાય કરવાનું શરૂ કરે છે. આર્થિક સ્થિતિ પણ તેનાથી મજબૂત બની જાય. ધન લાભ માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાય છે, જેને અપનાવીને તમારે ક્યારેય કોઈ તંગીનો સામનો કરવો નહીં પડે.

પર્સમાં લક્ષ્મીજીનો ફોટો રાખો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, તમારે તમારા પર્સમાં લક્ષ્મી માતાની તસવીર રાખવાની જરૂર છે. અથવા લક્ષ્મીજીની બેઠેલી મુદ્રાની તસવીર પર્સમાં રાખવી જોઈએ, આમ કરવાથી તમારા પર્સમાં ક્યારેય પૈસાની તંગી નહીં થાય અને તમારા બધા કામ પણ થઈ જશે.

પીપળાનું પાંદડું

પીપળનું પાન ખૂબ જ શુભ હોય છે અને તમારે તેની સાથે સંબંધિત વસ્તુઓ જરૂર કરવી જોઇએ. પીપળાના પાનને અભિમંત્રિત કર્યા પછી તમે, શુભ મુહુર્ત જોયા પછી, તેને તમારા પર્સમાં રાખો. આમ કરવાથી તમારે ક્યારેય ગરીબીનો સામનો કરવો નહીં પડે.

દેવી લક્ષ્મીનો નિવાસ થશે

તમારી ઇચ્છા લાલ રંગના કાગળ પર લખો અને તેને લાલ રેશમના દોરાથી બાંધીને પર્સમાં રાખો. આમ કરવાથી, તમારી ઇચ્છા ઝડપથી પૂર્ણ થશે અને તમને થનારી પૈસાની કમી પણ પૂર્ણ થઇ જશે. જ્યારે પૈસાની તંગી પૂરી થશે ત્યારે તમે પણ ખુશ થઇ જશો.

પર્સમાં ચોખા રાખો

પૂજામાં વપરાતા ચોખાને અક્ષત કહેવામાં આવે છે અને ચોખાના દાણાનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ હોવાનું કહેવાયું છે. એવું કહેવામાં આવે છે કે જો તમે પર્સમાં એક ચપટી ચોખા રાખવાનું શરૂ કરો, તો તમારા પર્સમાંથી પૈસા બિનજરૂરી રીતે ખર્ચ થશે નહીં.

માતાપિતાના આપેલા પૈસા

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો તમને માતાપિતા અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિ તરફથી આશીર્વાદ રૂપે કોઈ નોટ મળે તો તમારે તેને તમારા પર્સમાં કાયમ માટે કેસર, તિલક અને હળદર લગાવીને સાથે રાખવું જોઈએ. તેનાથી તમારા પૈસામાં વધારો થશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.