નક્કી કરેલા સમય કરતા 1 વર્ષ વધારે મોડું થશે તો મળશે ફ્લેટની કિંમત પાછી, NCDRC નો મહત્વનો નિર્ણય.

આખા દેશમાં લાખો ફ્લેટ ખરીદદારો માટે રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ (National Consumer Disputes Redressal Commission) નો આ નિર્ણય ઘણી રાહત લઈને આવ્યો છે, જે પોતાની જમા પુંજી લગાવીને ઘણા વર્ષોથી પોતાનું ઘર મેળવવાની રાહ જોઈ રહ્યા છે. પોતાના નિર્ણયમાં એનસીડીઆરસી (NCDRC) એ ફ્લેટ તૈયાર કરવામાં મોડું કરવાની સીમા નિર્ધારિત કરી દીધી છે.

એનસીડીઆરસી એ ખાસ કરીને કહ્યું છે કે, બિલ્ડર જો નક્કી કરેલી સમયસીમામાં પ્રોજેક્ટ પૂરો કરવામાં અસક્ષમ રહે, તો રોકાણકાર પૈસા પાછા મેળવવા દાવો કરી શકે છે. આ નિર્ણય આ દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે કે, આ પહેલા ઘણા રાજ્ય સ્તરીય ઉપભોક્તા ફોરમ અને સુપ્રીમ કોર્ટ પણ વારંવાર બિલ્ડર પ્રોજેક્ટમાં મોડું થવા પર પોત પોતાના આદેશમાં તે કહી ચુક્યા છે કે, ગ્રાહક રિફંડનો દાવો કરી શકે છે.

એ અલગ વાત છે કે અત્યાર સુધીના નિર્ણયોમાં આ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે, છેવટે કેટલું મોડું થવા પર રિફંડનો દાવો આપવામાં આવે? એવામાં એનસીડીઆરસીનો આ ઐતિહાસિક નિર્ણય આખા દેશના કરોડો ફ્લેટ રોકાણકારો માટે રાહત લઈને આવ્યો છે.

રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગના આ નિર્ણય અનુસાર, બિલ્ડર દ્વારા નક્કી કરાયેલ સમય સીમામાં ફ્લેટ સોંપવાના વાયદાની તારીખથી એક વર્ષ પછી પણ જો બિલ્ડર પોતાનો વાયદો પૂરો નહિ કરે તો ખરીદદાર પોતાના પૈસા પાછા મેળવવાનો દાવો કરી શકે છે. આ બાબતે પ્રેમ નારાયણની એક બેંચે કહ્યું છે કે. આનાથી સ્પષ્ટ છે કે ખરીદદારને રિફંડનો અધિકાર છે. એક વર્ષથી વધારે મોડું થવું ખરેખર મુશ્કેલી બની શકે છે.

દિલ્લીના રહેવા વાળા ફ્લેટ રોકાણકાર પીડિત શલભ નિગમે આ યાચિકા દાખલ કરી હતી. મળેલી જાણકારી અનુસાર વર્ષ 2012 માં શલભે ગુરુગ્રામના અલ્ટ્રા લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ ગ્રીનપોલીસ પ્રોજેક્ટમાં પોતાનો એક ફ્લેટ બુક કરાવ્યો હતો. આ પ્રોજેક્ટનું નિર્માણ ઓરિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની કરી રહી હતી. ફ્લેટ ખરીદવા માટે એમણે લગભગ 90 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા, ફક્ત 10% રકમ જ બાકી રહી ગઈ હતી. જો કે, ફ્લેટની કિંમત 1 કરોડ હતી.

ફ્લેટ ખરીદવા દરમ્યાન બિલ્ડરે એગ્રીમેન્ટ અંતર્ગત દાવો કર્યો હતો કે 36 મહિના એટલે કે 3 વર્ષમાં એમને ફ્લેટ મળી જશે. શલભના જણાવ્યા અનુસાર બિલ્ડરે પોતાનો વાયદો પૂરો નહિ કર્યો, અને ન તો એમને બિલ્ડર તરફથી આ બાબતે કોઈ સંતોષજનક જવાબ મળ્યો. એટલું જ નહિ, એ બિલ્ડરને પ્રોજેક્ટ વિષે પૂછવા પર તે અલગ અલગ પ્રકારના બહાના બનાવતો હતો.

ફ્લેટ ખરીદનારને પુરા પૈસા પાછા મળશે :

એનસીડીઆરસીના આ નિર્ણયને સંપૂર્ણ રીતે બિલ્ડરોની વિરુદ્ધ માનવામાં આવી રહ્યો છે. આ નિર્ણય અંતર્ગત બિલ્ડરે ખરીદદારના બધા પૈસા પાછા આપવા પડશે. આ બાબતે બિલ્ડરોનો તર્ક એવો પણ છે કે, ખરીદદારે બાનાના રૂપમાં 10% રકમ છોડવી પડશે, જે એને પાછી નહિ મળે. આના પર એનસીડીઆરસીએ બિલ્ડરના તર્કને નકારી નિર્ણય આપ્યો છે કે, સાતમા ચરણ સુધી હપ્તા આપવામાં આવી ચુક્યા છે અને એ પછી નિર્માણ રોકાય ગયું, એટલા માટે ખરીદદારને પુરા પૈસા મળશે.

શલભના કેસમાં આયોગે કહ્યું કે, બિલ્ડરે સપ્ટેમ્બર 2019 સુધીમાં પ્રોજેક્ટ પૂરો કરીને આપવો પડશે, જેમાં એમનો પણ ફ્લેટ છે. આ દરમ્યાન જો પઝેશનમાં વધારે મોડું થાય છે, તો બિલ્ડરે 6% પ્રતિ વર્ષના દરથી નુક્શાનનું વળતર આપવું પડશે. અને જો બિલ્ડર સમય સર ફ્લેટનું નિર્માણ નથી કરી આપતા, તો એણે 10% વ્યાજ સાથે બધી રકમ પાછી આપવી પડશે, જે એક કરોડ રૂપિયાની આસપાસ છે.

બિલ્ડરે સમય પર બનાવીને નહિ આપ્યો ફ્લેટ, દાખલ થયો કેસ :

યમુના એક્સપ્રેસ-વે, ગૌતમબુદ્ધ નગર, સેક્ટર 22 માં સન વર્લ્ડ વંદિતાના નામના પ્રોજેક્ટના નામ પર 17 લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. 36 લાખ રૂપિયામાં ફ્લેટ આપવાનો વાયદો કરીને બિલ્ડરે રોકાણકારો પાસેથી 30 લાખ એડવાન્સ લીધા હતા. નિર્માણના કામની પ્રગતિ અનુસાર બાકીની રકમ લેવાની હતી. અને બે વર્ષમાં ફ્લેટ બનાવીને આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ સાત વર્ષ પુરા થયા પછી પણ નિર્માણનું કામ પૂરું નહિ થઇ શક્યું.

એટલે રોકાણકારોએ પૈસા પાછા આપવાની માંગ કરી, પણ બિલ્ડરે પૈસા પાછા નહિ આપ્યા. અને પછી થાકીને અંતમાં 17 રોકાણકારોએ મંગળવારે આર્થિક અપરાધ શાખામાં કંપનીના નિર્દેશક દિનેશ ગોયલ, યોગેન્દ્ર કુમાર ગુપ્તા, ધર્મવીર સિંહ, સૌરભ ગુપ્તા, સંજીવ ગુપ્તા અને હર્ષ સાપરા વિરુદ્ધ કેસ દાખલ કર્યો.

ફરિયાદી પુનીત અગ્રવાલનું કહેવું છે કે, તે ચર્ચ રોડ ભોગલમાં પરિવાર સાથે રહે છે. તે મેસર્સ આરકે એસોસિએટ્સ એન્ડ હોટેલિયર્સમાં જનરલ મેનેજર તરીકે કામ કરે છે. 2012 માં એમણે મેસર્સ સનવર્લ્ડ સીટીના પ્રોજેક્ટ સનવર્લ્ડ વંદિતા વિષે જાહેરાત જોઈ હતી. પછી તે બિલ્ડરની ઓફિસમાં એમને મળવા ગયા હતા. ત્યાં એમને દાનિશ નામનો કર્મચારી મળ્યો. એણે પુનીતને સનવર્લ્ડ વંદિતા સેક્ટર-22, યમુના એક્સપ્રેસ-વે વિષે જણાવ્યું. સાથે જ એ પ્રોજેક્ટ સંબંધિત ફોટા પણ બતાવ્યા.

દાનિશે એમને જણાવ્યું કે, પ્રોજેક્ટમાં રોકાણ કરવા પર સમય પર ફ્લેટનો કબ્જો મળી જશે. ત્યાર બાદ તે દાનિશ સાથે સનવર્લ્ડનો બીજો પ્રોજેક્ટ સનવર્લ્ડ વનાલિકા પણ જોવા ગયા, જે અન્ડર કંસ્ટ્રક્શન હતો. ત્યાં એમને સનવર્લ્ડ વંદિતાનું ડમી મોડલ પણ દેખાડવામાં આવ્યું હતું.

વંદિતા પ્રોજેક્ટના કર્મચારીઓએ પણ પુનીત અગ્રવાલને ઘણી બધી જાણકારી આપી. એ પ્રોજેક્ટમાં કવર પાર્કિંગ, સ્વીમીંગ પુલ, કમર્શિયલ હબ, માર્કેટ અને સ્કૂલની સુવિધા હોવાની વાત પણ કરવામાં આવી હતી. એમને જણાવવામાં આવ્યું હતું કે, બે વર્ષમાં ફ્લેટ પર કબ્જો પણ મળી જશે. અને આ બધી સુવિધાઓ મળતી હોવાને કારણે પુનીત એમની જાળમાં ફસાઈ ગયા, અને એમણે એમાં એક ફ્લેટ બુક કરાવી દીધો.

શરૂઆતમાં એમની પાસેથી ચાર લાખ રૂપિયા લેવામાં આવ્યા. ત્યાર બાદ પુનિતે 10.25 લાખ રૂપિયા આપ્યા હતા. પણ બે વર્ષ પછી પણ એમનાં નિર્માણનું કામ અડધું પણ પૂરું થયું ન હતું. એટલે એમણે પૈસા ચૂકવવાના બંધ કરી દીધા હતા.