નામના પહેલા અક્ષરથી જાણો તમારી કુંડળીમાં કેટલા સંતાનનો યોગ છે?

લગ્ન પછી બાળક થવા ભારતીય પરંપરાનું એક અભિન્ન અંગ છે. લગ્ન પછી બાળક થવું અલગ સ્થિતિ માનવામાં આવે છે. આ દુનિયાનું સૌથી મોટું સુખ સંતાન સુખ છે. એવા સમયે દરેક પોતાના જીવનમાં સંતાન સુખ મેળવવાની ઈચ્છા રાખે છે. કોના નસીબમાં કેટલા સંતાન છે? તે તો ભગવાન જ જાણે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા મુજબ વ્યક્તિ ના નામનો પહેલો અક્ષર પણ ઘણું બધું કહી દે છે. એટલા માટે આજે અમે તમને થોડા અક્ષરો વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે તેને ભવિષ્યમાં કેટલા બાળકોનો યોગ છે. તે સંપૂર્ણ અંધવિશ્વાસ ઉપર આધાર રાખે છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

વ્યક્તિ ના નામ થી જેવી રીતે તેના સ્વભાવ વિષે જાણી શકાય છે, બસ તેવી જ રીતે તેની સાથે જોડાયેલા ઘણા રહસ્યો પણ ખુલે છે. જ્યોતિષ શાસ્ત્ર ના જણાવ્યા મુજબ વ્યક્તિ નો પહેલો અક્ષર એના સંતાન સુખ નો પણ ખુલાસો કરે છે. દરેક વ્યક્તિ ને પોતાના જીવન માં સંતાન સુખ ની જરૂર હોય છે, જેના કારણે ઘણા લોકો તેના વિષે પહેલા થી જ વાત કરવાનું શરુ કરી દે છે. તેના માટે થોડા લોકો કુંડલી ને લઇ ને જાય છે, તો અમુક લોકો ક્યાંક બીજે, પરંતુ અમે અહિયાં નામ ના પહેલા અક્ષર થી જ તે જણાવવાના છીએ કે તમારી કુંડળી માં કેટલા સંતાન ના યોગ છે? અહિયાં અમે થોડા જ અક્ષરો થી શરુ થતા નામ ના વ્યક્તિઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

A, S, અને M

જે વ્યક્તિઓ ના નામ A, S, અને M થી શરુ થાય છે, તેમની કુંડળીમાં બે બાળકો નો યોગ હોય છે. આવા પ્રકાર ના વ્યક્તિ ઘણા વધુ બુદ્ધિશાળી હોય છે અને તેમના જીવનમાં પૈસા ની ખામી નથી હોતી. એટલું જ નહિ, તેને સંતાન નું સુખ ઘણું જ સારી રીતે પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત તેમના સંતાન આગળ જઈ ને તેમનું નામ રોશન પણ સારી રીતે કરે છે. એટલે કે સ્પષ્ટ છે કે તેને જીવન માં ક્યારે પણ પોતાના સંતાન ને લઇ ને કોઈ પ્રકાર નું દુખ નથી ઉઠાવવું પડતું.

I, V, અને Y

જે વ્યક્તિઓ ના નામ I, V, અને Y થી શરુ થાય છે, તે લોકો પ્રેમ માં ઘણા વધુ શરમાળ હોય છે. જણાવી આપીએ કે તેમનું નામ ફેમ સમાજ માં હોય છે અને જો તેના સંતાન ની વાત કરવામાં આવે, તો તેની કુંડળી માં માત્ર એક સંતાન નો યોગ હોય છે, એટલે તેને ઘણું જ વધુ સાંચવી ને રહેવું પડશે, પરંતુ તેમનું એક જ સંતાન તેમની ઘણી સેવા કરે છે અને તેને ગઢપણમાં કોઈ પણ પ્રકાર ની તકલીફ થતી નથી.

D, P અને B

જે લોકો ના નામ D, P અને B થી શરુ થાય છે તેમના જીવનમાં એક જ સંતાન નો યોગ હોય છે, પરંતુ જો તેમના પાર્ટનર નું નામ S થી શરુ થાય છે, તો તેમના જીવન માં ત્રણ સંતાનનો યોગ ઉભો થાય છે. એટલા માટે તેમના જીવન માં કોઈપણ પ્રકારે પૈસા ની તંગી નહિ રહે અને તેને સંતાન સુખ પ્રાપ્ત થાય છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)