નાના પાટેકર – 13 વર્ષની ઉંમરમાં પેટની ભૂખે શીખવાડી એક્ટિંગની કલાકારી.

મધ્યમ વર્ગના કુટુંબમાં ઉછરેલા નાના પાટેકર માટે એક ઝટકામાં દુનિયા બદલાઈ ગઈ હતી અને તેમણે ૧૩ વર્ષની ઉંમરમાં કુટુંબને ઉછેરવા માટે કામ કરવાનું શરુ કરી દીધું હતું. નાના પાટેકરનો આજે ૬૯મો જન્મ દિવસ છે. તે બોલીવુડમાં સારો એવો સમય પસાર કરી ચુક્યા છે. તેમનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. તે થોડા લોકોને જીદ્દી લાગે છે પરંતુ તે કહે છે કે તે માત્ર પોતાના માટે એક પોઈન્ટ ઓફ વ્યુ ઘણું સ્પષ્ટ ધરાવે છે.

બહારથી તે કડક જોવા મળતા નાના અંદરથી ઘણા નરમ છે અને પોતાની શરતે કામ કરવાનું પસંદ કરે છે. તેને સમય બગાડવો જરાપણ પસંદ નથી અને તે કાળજી પૂર્વક જ લોકોને લઈને ઈમાનદાર વલણ ધરાવે છે. તેઓ ભલે રાજકારણ સાથે ન જોડાવાનો નિર્ણય લીધો હોય પરંતુ હાલમાં પણ પોતાના પૈસાથી ઘણા ખેડૂતોની મદદ કરવામાં લાગેલા છે.

તેમણે એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે કેવી રીતે મધ્યમ વર્ગના કુટુંબમાં ઉછર્યા નાના પાટેકર માટે કે ઝટકામાં દુનિયા બદલાઈ ગઈ હતી અને કેવી રીતે તેમણે ૧૩ વર્ષની ઉંમરમાં ફેમીલીને ઉછેરવા માટે કામ કરવાનું શરુ કર્યું હતું. નાનાના પિતા ટેક્સટાઈલ પેન્ટિંગમાં હતા અને એક નાનો એવો બિજનેસ ચલાવતા હતા.

નાનાએ જણાવ્યું હતું – તે મારી કામગીરી જોઇને ખુશ થતા હતા અને મને સપોર્ટ કરતા હતા. તેને નાટક ઘણા પસંદ હતા પછી તે ફિલ્મોના હોય કે થીએટરના. હું વિચારતો હતો કે મારા પિતાજી મારા મોટા ભાઈને વધુ પ્રેમ કરતા હતા પરંતુ જયારે તે મારા કામને જોવા માટે મુંબઈ આવ્યા હતા, તો મને વિશ્વાસ થયો હતો કે મારા પિતાની અટેંશન મેળવવાની આ સારી રીત છે. જયારે હું ૧૩ વર્ષનો હતો તો મારા પિતાના એક સંબંધીએ તેની પ્રોપર્ટી સહીત બધું છીનવી લીધું હતું.

૧૩ વર્ષની ઉંમરમાં નાનાની લાઈફમાં આવ્યું તોફાન :-

તેમણે આગળ જણાવ્યું હતું – હું અચાનક ૧૩ વર્ષની ઉંમરમાં કામ કરવા લાગ્યો. સ્કુલ પછી હું ૮ કી.મી. દુર ચૂનાની ભઠ્ઠીમાં જતો અને ફિલ્મોના પોસ્ટર પેન્ટ કરવા લાગ્યો, જેથી એક સમયનું જમવાનું મળી શકે. તે દરમિયાન મને ૩૫ રૂપિયા મહીને મળતા હતા. હું નવમાં ધોરણમાં હતો પરંતુ તે સ્થિતિમાં શરમ અને સફળ થવાની ભૂખે મને એટલું બધું શીખવી દીધું કે મારે કોઈ અભિનય સ્કુલ જવાની જરૂર ન પડી.

મારે મારા કુટુંબને મદદરૂપ થવું હતું કેમ કે મારા પિતાએ બધું ગુમાવી દીધું હતું. તે હંમેશા કહેતા હતા કે બાળકો માટે એક દિવસ ખાવા માટે મારી પાસે કાંઈ નથી. તે ઘણા દુઃખી રહેતા હતા અને જયારે હું ૨૮ વર્ષનો થયો તો તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ગયું હતું.

નાનાએ કહ્યું હતું કે હું અલીબાગના એક નાના ગામ માંથી આવું છું, મેં મારા સ્કુલના દિવસોમાં થીએટર કરવાનું શરુ કર્યું હતું અને ત્યાર પછી અલ્પાઇડ આર્ટ કોલેજ પછી એક એડ એજન્સી જોઈન્ટ કરી હતી. હું સ્મિતા પાટીલને કારણે જ ફિલ્મોમાં આવ્યો હ્તો. તે મને પુણેના દિવસોથી ઓળખતી હતી. મેં તેને ના કહી હતી પરંતુ તે મને રવી ચોપડા પાસે લઇ ગઈ હતી.

આ ફિલ્મનું નામ ‘આજ કી આવાઝ’ હતું જેમાં મારો નેગેટીવ રેપીસ્ટનું પાત્ર હતું. મેં તેને તરત ના કહી દીધી હતી અને ફરી સ્મિતાએ મને પૂછ્યું હતું કે પણ તું ના કેમ કહી રહ્યો હતો? તો મેં તે વ્યક્તિને ગાળ આપી હતી, જેણે મને તે રોલ આપ્યો હતો. મારું વર્તન સારું ન હતું પરંતુ મને એક સારો રોલ મળે પરંતુ તે પણ ખાસ ન હતો. આમ તો તે રોલ પછી મને ઓળખ મળી અને મારી બોલીવુડ યાત્રા શરુ થઇ હતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.