ભગવાન શિવ સૃષ્ટિના વિનાશક છે તો મહાદેવ પણ છે. ભગવાન શિવનો ન તો જન્મ થયો છે અને ન તો તેમનું અંત શક્ય છે. એટલે શિવ સ્વયંભુ છે. ભગવાન શિવ સાથે જોડાયેલી ન જાણે કેટલીય વાતો તમે લોકો જાણતા હશો. ભગવાન શિવની મહિમા અને તેના ગુસ્સાની અસંખ્ય વાર્તાઓ પણ તમે સાંભળી કે વાંચી જરૂર હશે. પરંતુ જે વાર્તાની વાત આજે અમે કરવા જઈ રહ્યા છીએ, તેના વિષે તમે અત્યાર સુધી નહિ જાણતા હો. ભગવાન શિવનો મહિમા અપરંપાર છે અને તેની પાસે જો કોઈ વ્યક્તિ કાંઈ પણ માંગે છે, તો તે ખાલી હાથ નથી રહેતા. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?
ભગવાન શિવની વાર્તાઓથી તમે સારી રીતે માહિતગાર હશો, પરંતુ આજે અમે તમને તેમની બહેન વિષે જણાવવા જઈ રહ્યા છીએ. એટલે પાર્વતીજીની નણંદ વિષે. તમે આ પહેલા ભગવાન શિવની બહેન વિષે કદાચ નહિ સાંભળ્યું હોય, પરંતુ જો તમે નથી જાણતા તો તમારે જરૂર જાણવું જોઈએ. તો આવો હવે અમે તમને ભગવાન શિવની બહેન વિષે જણાવીએ, જેની સાથે પાર્વતીજીને થોડી રકઝક પણ થઇ ગઈ હતી.
કોણ છે ભગવાન શિવની બહેન?
લગ્ન પછી જયારે ભગવાન શિવ પાર્વતીને કૈલાશ લઇને આવ્યા, તો માતા પાવર્તીએ ભગવાન શિવ સાથે જિદ્દ કરી. માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે તમારી કોઈ બહેન નથી, મારે મારી નણંદ જોઈએ એટલે મને તમે બહેન લાવીને આપો. માતા પવર્તીની વાત ભગવાન શિવ કેવી રીતે ટાળી શકે? તેવામાં ભગવાન શિવે પોતાની શક્તિઓથી એક નારી બનાવી, જો કે ઘણી જ વધુ જાડી હતી અને પાર્વતીને કહ્યું કે આ છે મારી બહેન અને તમારી નણંદ. ભગવાન શિવે પાર્વતીને કહ્યું કે તેનું નામ અસાવરી દેવી છે અને આજથી તે તમારી સાથે જ રહેશે.
નણંદ મેળવીને ઘણા ખુશ થયા હતા માતા પાર્વતી :
માતા પાર્વતી નણંદ મેળવીને ઘણા ખુશ થયા. એટલે નણંદને તેમણે ઘણા સારા સારા પકવાન ખવરાવ્યા અને તેની ઘણી સેવા પણ કરી. ભગવાન શિવે માતા પાર્વતીને નણંદ અપાવતા પહેલા જ પૂછ્યું હતું, કે શું તે નણંદ સાથે રહી શકશે કે નહિ? ત્યારે પાર્વતીએ હા કહ્યું હતું. ભાભી અને નણંદ વચ્ચે ઘણી મસ્તી ચાલતી રહેતી હતી, અને એક વાર અસાવરીને મશ્કરી કરવાનું મન થયું, ત્યાર પછી તેમને મશ્કરી કરી પણ નાખી.
ભગવાન શિવની બહેને ભાભી સાથે કરી મશ્કરી :
અસાવરીનો સ્વભાવ ઘણો જ વધુ ચંચળ હતો, જેના કારણે તેમણે પોતાની ભાભી સાથે એક મશ્કરી કરી નાખી. અસાવરીએ પોતાની ભાભીને પોતાની એડીઓમાં છુપાવી દીધા હતા. એનાથી પાર્વતી ઘણા વધુ દુ:ખી થઇ ગયા હતા. પાર્વતીના ઘણા દુ:ખી થયા છતાંપણ અસાવરીએ તેમને બહાર કાઢ્યા નહિ, અને પછી ભગવાન શિવ જયારે કૈલાશ ઉપર આવ્યા તો તેમણે પાર્વતીને ઘણા શોધ્યા. ત્યારબાદ ભગવાન શિવને એમના વિષે ખબર પડી ગઈ તો અસાવરીએ પાર્વતીને બહાર કાઢ્યા.
અસાવરીને સાસરિયામાં મોકલવા કહ્યું :
અસાવરીના કારસ્તાનથી માતા પાર્વતી દુ:ખી થઇ ગયા અને તેમણે ભગવાન શિવને કહ્યું, કે તમે તમારી બહેન એટલે મારી નણંદને હમણાં જ સાસરિયે મોકલી દો. હવે હું તેની સાથે નથી રહી શકતી. એટલે માતા પાર્વતીને દુ:ખી જોઈ ભગવાન શિવે અસાવરીને ગાયબ કરી દીધી. અને ત્યારથી ભાભી અને નણંદ વચ્ચે નાની મોટી રકઝક થતી રહે છે.