નાનો રૂમ, બે જણા ના સ્ટાફથી બિઝનેસની શરૂઆત, ધીરુભાઈએ આવી રીતે નાખ્યો હતો રિલાયન્સનો પાયો

“મોટું વિચારો, ઝડપથી વિચારો, આગળનું વિચારો, કલ્પના ઉપર કોઈનો ઈજારો નથી હોતો.” આવું કહેવું હતું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના સ્થાપક ધીરુભાઈ અંબાણીનું. જણાવી દઈએ કે, ૨૮ ડીસેમ્બર ૧૯૩૨ ના રોજ તેમનો જન્મ ગુજરાતના જુનાગઢ જીલ્લામાં થયો હતો. તેમનું આખું નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી હતું.

આજે તેમના દ્વારા ઉભો કરવામાં આવેલો બિઝનેસ તેમના બન્ને પુત્રો મુકેશ અંબાણી અને અનીલ અંબાણી સંભાળી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો તેમણે કઈ રીતે પોતાના બિઝનેસની શરુઆત કરી? અને કઈ રીતે નાની ઉંમરમાં નાના-મોટા કામ કરવા લાગ્યા હતા?

ધીરુભાઈ અંબાણીએ ૫૦,૦૦૦ રૂપિયા અને બે સાથીદારોની સાથે પોતાના બિઝનેસની શરુઆત કરી હતી. પોતાના પહેલા બિઝનેસની શરુઆત માટે ધીરુભાઈએ ૩૫૦ ચોરસ ફૂટનો રૂમ, એક ટેબલ, ત્રણ ખુરશી, બે સાથીદાર અને એક ટેલીફોન સાથે કરી હતી. વર્ષ ૨૦૦૨ માં તેમનું મૃત્યુ થઇ ગયું હતું.

ધીરુભાઈ અંબાણીએ ૧૬ વર્ષની ઉંમરમાં પોતાનું ૧૦મું ધોરણ પાસ કર્યું અને ૧૭ વર્ષની ઉંમરમાં પૈસા કમાવા માટે તે વર્ષ ૧૯૪૯ માં પોતાના ભાઈ રમણીકલાલની પાસે જતા રહ્યા. અહિયાં તેમણે ૨૦૦ રૂપિયા પ્રતિ મહિનામાં ગેસ સ્ટેશન પર એટેન્ડન્ટની પોસ્ટ ઉપર નોકરી કરી. જણાવી દઈએ, આર્થિક મુશ્કેલીના લીધે તેમણે નાની ઉંમરમાં જ નાના-મોટા કામ કરવાનું ચાલુ કરી દીધું હતું.

થોડા વર્ષ નોકરી કર્યા પછી તે ભારત પરત આવ્યા અને પછી માઉંટ ગીરનારમાં યાત્રાળુઓ માટે ભાજી વેચવાનું ચાલુ કર્યું. જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યના જુનાગઢ જીલ્લાની સ્થિત ટેકરીઓ ગીરનાર નામથી ઓળખાય છે. તે જૈનોનું સિદ્ધ ક્ષેત્ર છે અહીંથી નારાયણ શ્રી કૃષ્ણના સૌથી મોટા ભાઈ તીર્થકર ભગવન દેવાદીદેવ ૧૦૦૮ નેમિનાથ ભગવાને મોક્ષ પ્રાપ્ત કર્યું હતું.

ધીરુભાઈ અંબાણીએ પોતાના પહેલા બિઝનેસની શરુઆત ૩૫૦ ચોરસ ફૂટના રૂમથી કરી હતી. જેમાં એક ટેબલ, ત્રણ ખુરશી, એક ટેલીફોન અને બે સાથીદાર હતા. થોડા દિવસો સુધી બજારને નજીકથી જોયા બાદ ધીરુભાઈને તે સમજાયું કે, ભારતમાં પોલીસ્ટરની માંગ સૌથી વધુ છે અને વિદેશોમાં ભારતીય મસાલાની. બિઝનેસનો વિચાર તેમને અહીંથી આવ્યો.

તેમણે મગજ દોડાવ્યું અને એક કંપની રિલાયન્સ કોમર્સ કોર્પોરેશનની શરુઆત કરી, જેણે ભારતના મસાલા વિદેશોમાં અને વિદેશના પોલીસ્ટર ભારતમાં વેચવાની શરુઆત કરી દીધી. વર્ષ ૨૦૦૦ દરમિયાન જ અંબાણી દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ બનીને પણ ઓળખાયા હતા.

ધીરુભાઈએ ત્યારબાદ પોતાનો વ્યાપાર વિસ્તૃત કર્યો. જેમાં પેટ્રોકેમિકલ્સ, ટેલીકમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એનર્જી, રીટેલ, કેપિટલ માર્કેટ, પાવર, ટેક્સટાઈલ ઈંડસ્ટ્રી વગેરેમાં પોતાના બિઝનેસની સ્થાપના કરી.

એક નાના એવા રૂમથી કરોડોની રિલાયંસ ઈંડસ્ટ્રીસ ઉભી કરવાવાળા ધીરુભાઈ અંબાણીએ ૬ જુલાઈ ૨૦૦૨ એ દુનિયાને અલવિદા કહી દીધું. મીડિયા રીપોર્ટસ અનુસાર જયારે તેમનું મૃત્યુ થયું ત્યારે રિલાયનસ ૬૨ હજાર કરોડની કંપની બની ચુકી હતી.

ધીરુભાઈ અંબાણીના વિષે કહેવામાં આવે છે તેમને પાર્ટી કરવી જરા પણ પસંદ ન હતી. તે દરેક સાંજ પોતાના પરિવાર સાથે વિતાવતા હતા. તેમને વધારે ટ્રાવેલ કરવું પણ પસંદ ન હતું. વિદેશ યાત્રાઓનું કામ મોટા ભાગે તે પોતાની કંપનીના અધિકારીઓ પર ટાળી દેતા હતા. તે ત્યારે જ ટ્રાવેલ કરતા જયારે તેવું કરવું તેમના માટે અનિવાર્ય થઇ જતું હતું.

ઇંડિયા ટુડે મેગેઝીને પોતાના એક લેખમાં લખ્યું છે કે, ધીરુભાઈ અંબાણી રોજ ૧૦ કલાક કામ કરતા હતા. મેગઝીનના અનુસાર ધીરુભાઈ કહેતા હતા, “જે પણ એવું કહે છે કે, તે ૧૨થી ૧૬ કલાક કામ કરે છે તે ખોટો છે અથવા તો કામ કરવામાં ખુબ ધીમો છે.”

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.