નાનપણથી લઈને અત્યાર સુધી તમે ખૂબ દોરડા કૂદયા હસો, પણ તે કુદવાથી જે થાય છે તે…

બધી રમતો સાથે જોડાયેલી રમતો અને હેલ્થ પ્રત્યે એક્ટીવ લોકો દોરડા કુદવાના ફાયદા જાણે છે અને તેને પોતાની રોજીંદી કસરતમાં જોડે છે. આ પોસ્ટમાં અમે દોરડા કુદવાના ૯ ફાયદા જણાવીશું.

દોરડા કુદવા મારા નાનપણમાં છોકરીઓની એક જરૂરી રમત ગણવામાં આવતી હતી, જેવી રીતે છોકરા ચોર પોલીસની રમત રમતા જ હતા. સતત દોરડા કુદવા, આગળ અને પાછળની દિશામાં દોરડા કુદવા જેવી ઘણા પ્રકારની વિવિધતાઓ હતી આ રમતમાં.

આજકાલ કદાચ જ નાના શહેરોમાં કે ગામડાઓમાં બાળકોમાં તેનું અસ્તિત્વ રહેલું હોય, દોરડા કુદવા માટે માત્ર એક દોરડું જરૂરી છે. જેના છેડા ઉપર હેન્ડલ હોતા હતા. તે એક સસ્તી અને સરળ રમત હતી. રમત સાથે જ દોરડા કુદવા એક ગજબની કસરત પણ છે.

૧. ૧૦ મિનીટ સુધી દોરડા કુદવા ૮ મિનીટ સુધી દોડવા બરોબર હોય છે. એક મિનીટ સુધી દોરડા કુદવાથી ૧૦ થી ૧૬ કેલેરી ઉર્જા ખર્ચ થાય છે.

૨. બોક્સરને તમે દોરડા કુદતા જરૂર જોયા હશે. તેનું કારણ છે કે દોરડા કુદવાથી શરીરનું બેલેસિંગ ઈમ્પ્રુવ થાય છે અને પગના મુવમેન્ટમાં સ્ફૂર્તિ અને કંટ્રોલ વધે છે, જો કે બોક્સિંગમાં ઘણું કામ આપે છે.

૩. દોરડા કુદવાથી હાડકાઓની બનાવટમાં મજબુતી આવે છે અને હાડકાઓ મજબુત બને છે. દોરડા કુદવામાં લય, રણનીતિ અને સંચાલનનો સમન્વય થાય છે, જો કે મગજ માટે પણ એક ઉત્તમ કસરત છે.

૪. વજન ઘટાડવામાં દોરડા કુદવાથી મોટી મદદ મળે છે. દરરોજ જો અડધો કલાક સુધી દોરડા કુદવામાં આવે, તો એક અઠવાડિયા સુધી સતત કુદવાથી ૫૦૦ ગ્રામ સુધી વજન ઓછું કરી શકાય છે. વજન ઓછું કરવા ઇચ્છતા લોકોને દોરડા કુદવાને પોતાની કસરત રૂટિંગમાં જોડવા જોઈએ.

૫. પહેલા દિવસે દોરડા કુદવાથી બની શકે છે કે તમારા પગ અને જાંઘોમાં દુ:ખાવો અને જકડાઈ જાય. તેનું કારણ લાંબા સમયથી સુસ્ત પડેલી માંસપેશીઓ છે. થોડું થોડુ કરીને દોરડા કુદવાની સંખ્યા અને સમય વધારો. થોડા જ દિવસોમાં તમારા પગ અને શરીરના નીચેના ભાગની માંસપેશીઓ મજબુત અને ફડકતી જોવા મળશે.

૬. દોરડા કુદવા રક્તસંચાર ઝડપી કરે છે, તેનાથી ત્વચાને પોષણ મળે છે અને શરીરના ઝેરીલા તત્વ પરસેવાથી બહાર નીકળી જાય છે. દોરડા કુદવાનો એક મોટો ફાયદો છે કે તે હાર્મોન બેલેન્સ કરવામાં કામ કરે છે. જેથી ટેન્શન અને ડીપ્રેશન માંથી મુક્તિ મળે છે.

૭. દોરડા કુદવામાં શરીર લગભગ દરેક અંગોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં તમારા પગ, પેટની માંસપેશીઓ, ખંભા અને કાંડા, હ્રદય અને આંતરિક અંગોની પણ કસરત થાય છે.

૮. દોરડા કુદવાથી ફેફસાની ક્ષમતા વધે છે, ફેફસા મજબુત બને છે, ચહેરા ઉપર ચમક આવે છે. દોરડા કુદવાથી સ્ટેમિના વધે છે અને અનિયંત્રિત હ્રદય ગતી સુધરે છે.

૯. દોડવાને બદલે દોરડા કુદવાનો એક મોટો ફાયદો એ છે કે તેનાથી તમારા ગોઠણ ઉપર ખરાબ અસર નથી પડતી. કેમ કે કુદવાથી લગતા ઝટકા આખા પગમાં વહેચાઈ જાય છે અને ગોઠણ ઉપર સીધું જોર નથી પડતું.

બજારમાં આજકાલ એવા પણ દોરડા મળે છે, જો કે દોરડા કુદવાની ગણતરી પણ કરે છે. તમારી પસંદ અને બજેટના દોરડા ખરીદવા માટે ઓનલાઈન પણ તપાસ કરી શકો છો.