દરેક વ્યક્તિ પોતાનું આખું જીવન પોતાના પરિવારની ખુશીઓ ઉપર કુરબાન કરી દે છે. તે પોતાના પરિવારની ખુશીઓ માટે દરેક શક્ય એટલા પ્રયાસ કરતા રહે છે. જેથી તેના પરિવારની કોઈ તકલીફનો સામનો ન કરવો પડે હિંદુ ધર્મમાં ઝાડ છોડના ગુણ અને ધર્મને સારી રીતે ઓળખ્યા પછી તેના મહત્વને સમજીને તેને ધર્મ સાથે જોડવામાં આવે છે. એવા ઘણા બધા ઝાડ છોડ છે. જે આપણા જીવનમાં ચાલી રહેલી તકલીફોનું સમાધાન કરી શકે છે, નારીયેલ કે શ્રીફળના નામથી પણ ઓળખવામાં આવે છે.
આજે અમે તમને આ લેખના માધ્યમથી નારીયેલના એવા થોડા ચમત્કારિક ઉપાય જણાવવાના છીએ. જેની મદદથી તમે તમારા જીવનની સમસ્યાઓ માંથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો, તમે આ ઉપાયથી તમારા જીવનને આનંદમય બનાવી શકો છો, આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધીના દ્વાર ખુલશે.
દેવાથી છુટકારો મેળવવા માટે :-
જો તમે દેવાના બોજમાં ડૂબી ગયા છો? તો તેમાંથી છુટકારો મેળવવા માટે એક નારીયેલ ઉપર ચમેલીનું તેલ લગાવીને સિંદુરથી સાથીયાનું ચિન્હ બનાવી દો, લાડવા અથવા ચણાની સાથે કોઈ પણ હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના ચરણોમાં તેને અર્પણ કરીને ઋણ મોચક મંગળ સ્ત્રોતના પાઠ કરો, જો તમે આ ઉપાય કરો છો, તો તેનાથી તમને તરત લાભ મળશે.
વેપારમાં લાભ પ્રાપ્તિ માટે :-
જો તમારા વેપારમાં ખોટ ચાલી રહી છે, ઘણા પ્રયાસ કરવા છતાં પણ તમને તમારા વેપારમાં સફળતા પ્રાપ્તિ નથી થઇ રહી તો તેના માટે શનિવાર કે મંગળવારના દિવસે એક નારીયેલ સવા મીટર પીળા વસ્ત્રમાં લપેટીને એક જોડી જનેઉ સવા પાવ મીઠાઈ સાથે નજીકના કોઈ રામ મંદિરમાં અર્પણ કરી દો, તમે આ ઉપાય કરો છો, તો તેનાથી વેપાર સારી રીતે ચાલવા લાગશે અને તમને તમારા વેપારમાં સફળતા પ્રાપ્ત થશે.
આર્થિક સંકટો માંથી છુટકારો મેળવવા માટે :-
તમારા અથાગ પ્રયાસો કરવા છતાં પણ તમને ધન કમાવામાં તકલીફ આવી રહી છે કે પછી પૈસા આવે છે પરંતુ તમારી પાસે ટકી નથી શકતા, તમે ધનની બચત નથી કરી શકતા તો તમારા પરિવારને આર્થિક સંકટ માંથી બચાવવા માટે કોઈ પણ દિવસે માતા લક્ષ્મીજીના મંદિરમાં જઈ એક જટાવાળું નારીયેલ, ગુલાબ, કમળના ફૂલની માળા, સવા મીટર ગુલાબી દોરો, સફેદ કપડું, સવા પાવ ચમેલી, દહીં, સફેદ મીઠાઈ એક જોડી જનેઉ સાથે માતા લક્ષ્મીજીને અર્પણ કરો ત્યાર પછી માતા લક્ષ્મીજીની કપૂર અને દેસી ઘીથી આરતી કરો અને કનકધારા સ્ત્રોતના જાપ કરો, જો તમે આ ઉપાય કરો છો, તો તેનાથી તમને આર્થિક સમસ્યાઓ માંથી છુટકારો મળી જશે.
કાલસર્પ કે શની દોષ માંથી છુટકારો મેળવવા માટે :-
જો કોઈ વ્યક્તિના જીવનમાં શની રાહુ કે કેતુને કારણેથી કોઈ સમસ્યા ઉત્પન્ન થઇ રહી છે કે તમારી ઉપર કોઈ ઉપરનું નડતર છે કે તમારા કોઈ કાર્ય થતા થતા બગડતા રહે છે કે પછી તમારા પરિવારના સભ્યો ઉપર કોઈ એ કાંઈ કરી દીધું છે. તો તેનાથી છુટકારો મેળવવા માટે મંગળવારના દિવસે એક જટાદાર જટા વાળું નારીયેલ લઇને તેને કાળા કપડામાં લપેટી દો, સો ગ્રામ કાળા તલ ૧૦૦ ગ્રામ અડદની દાળ અને એક ખીલી સાથે તેને વહેતા પાણીમાં અર્પણ કરી દો, જો તમે આમ કરો છો, તો તેનાથી તમને લાભ પ્રાપ્ત થશે તે ઉપરાંત જે વ્યક્તિઓની કુંડલીમાં કાલસર્પ દોષ છે કે રાહુ કેતુ અશુભ ફળ આપી રહ્યા છે. તો તેના માટે સુકુ નારીયેલ અને કાળા સફેદ રંગનો કામળો દાન કરો, તેનાથી તમારા કાલસર્પ દોષ અને રહું કેતુની ખરાબ અસરમાંથી છુટકારો મળશે.