સુંદર અને આકર્ષક વાળ દરેકની સુંદરતા વધારી દે છે, ભલે તે સ્ત્રી હોય કે પુરુષ. સમય પહેલા જો વાળ સફેદ થઇ જાય કે ખરી જાય તો સુંદરતામાં કોઈ ખામી જેવું લાગે છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે વાળ જીવ કરતા પણ વધુ વ્હાલા હોય છે. જેટલા ઘાટ્ટા, કાળા અને લાંબા વાળ હશે, એટલો જ વધુ સોંદર્ય માં નિખાર આવે છે. તેથી પુરુષોની સરખામણી એ સ્ત્રીઓ વાળની સંભાળ વધુ સારી રીતે રાખે છે અને તે સ્વસ્થ, મજબુત અને કાળા રહે, તેના માટે ઉપચાર પર કરે છે.
જુના સમયમાં સ્ત્રીઓ પોતાના વાળની સુરક્ષા માટે ઘણા ઘરગથ્થું ઉપચારના ઉપયોગ કરતી હતી. આજે અમે તે ઉપાયો ની તમારી સાથે ચર્ચા કરીશું. આપણા વાળ આપણી પર્સનાલીટી ની શોભા હોય છે. આપણી પર્સનાલીટીને સાચવવા માં વાળનું કેટલું મહત્વ છે તે જણાવવાની જરૂર નથી. કેમ કે તે બધા જ જાણે છે. પણ આપણા વાળ માટે સૌથી મોટી તકલીફ છે હેયર ફોલ એટલે વાળ નું ખરવું. આજના આર્ટીકલમાં અમે એક એવી નેચરલ બનાવટ વિષે જણાવીશું જે આપણા વાળને ખરતા અટકાવી શકે છે.
વાળ માટે નારીયેલ તેલ, મેથીના બીજ અને મીઠો લીમડા નું મિશ્રણ :
નારીયેલ તેલ નો ઉપયોગ ત્વચા અને વાળ સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓ નો ઈલાજ કરવા માટે કરવામાં આવે છે. આ એક પ્રાચીન ઉપાય છે. આ તેલ ખુબ અસરકારક છે કેમ કે તેનાથી ત્વચામાં ઊંડાણ માં જઈને અંદરથી સુધારો કરવાની શક્તિ છે. આમ તો જો તમે વાળ ખરવાની તકલીફથી પીડિત છો તો માત્ર નારિયેળનું તેલ જ તમને મદદ કરવા માટે પુરતું નથી. પણ જો તમે નારીયેલ તેલમાં મીઠો લીમડાના પાંદડા અને મેથી જેવા કુદરતી જડી બુટીઓ ની શક્તિ જોડી દો તો તમારા વાળ ખરવાનું ખુબ જલ્દી બંધ થઇ જાય છે. તે વાળની લંબાઈ વધારવા માટે તમને મદદ કરશે. અહિયાં અમે જણાવી રહ્યા છીએ કે તે કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કરવો.
જરૂરી સામગ્રી :
નારીયેલ તેલ – 200 મી.લી.
મેથીના બીજ – 50 ગ્રામ
લીલા મીઠા લીમડાના પાંદડા – 50 ગ્રામ
બનાવવાની રીત :
સૌથી પહેલા ચોખ્ખા પાણીમાં મીઠા લીમડા ના પાંદડા ધોઈ લો. હવે મીઠા લીમડાના પાંદડા અને મેથી ના બીજ ને સીધા જ તડકા માં 5 થી 6 કલાક સુધી મૂકી દો. તે તેને સુકવી નાખશે. તપેલીમાં નારીયેલ તેલ ને ગરમ કરો, ગરમ થાય એટલે તેમાં સુકી જડી બુટીઓ ઉમેરી દો. આ મિશ્રણને ઉકાળી લો અને તેને 10 મિનીટ માટે સ્ટવ ઉપર મૂકી રાખો. ઉકળી ગયા પછી તેને ઠંડુ થવા દો. હવે આ તેલને ગાળીને તેને જાર માં ભેગું કરો.
આ તેલને વાળ ઉપર એક અઠવાડિયામાં ત્રણ વખત લગાવો. તમારા વાળને ધોવાના એક કલાક પહેલા તમે આ તેલ લગાવી શકો છો. બસ તમારા નવા સ્વસ્થ વાળનો આનંદ લો.
વાળની દરેક સમસ્યાઓ માટે બીજા અસરકારક ઘરગથ્થું ઉપચાર :
અમરવેલ : 250 ગ્રામ અમરવેલ ને લગભગ 3 લીટર પાણીમાં ઉકાળો. જયારે પાણી અડધું રહે એટલે ઉતારી લો. સવારે તેનાથી વાળ ને ધુવો. તેનાથી વાળ લાંબા થાય છે.
ત્રિફળા : ત્રિફળા નું 2 થી 6 ગ્રામ ચૂર્ણ લગભગ 1 ગ્રામ થી ચોથા ભાગ જેટલું લોહ ભસ્મ ભેળવીને સવાર સાંજ સેવન કરવાથી વાળ ખરવાનું બંધ થઇ જાય છે.
શાહજીરું : 50 ગ્રામ શાહજીરું 1 લીટર પાણીમાં ઉકાળી લો. આ ઉકાળેલા પાણીથી વાળને ધુવો. તેનાથી વાળ 1 મહિનામાં લાંબા થઇ જાય છે.
લીમડો : લીમડો અને બેર ના પાંદડા ને પાણી સાથે વાટીને માથા ઉપર લગાવી લો અને તેને 2-3 કલાક પછી વાળને ધોઈ લો. તેનાથી વાળનું ખરવાનું બંધ થઇ જાય છે.
લસણ : લસણ નો રસ કાઢીને માથામાં લગાવવાથી વાળ ઉગી નીકળે છે.
સીતાફળ : સીતાફળ ના બીજ અને બેર ના બીજ ના પાંદડા સરખા ભાગે લઈને વાટીને વાળ ના મૂળમાં લગાવો. આમ કરવાથી વાળ લાંબા થાય છે.
કેરી : 10 ગ્રામ કેરી ના ગરબ ને આંબળા ના રસમાં વાટીને વાળમાં લગાવવો જોઈએ. તેનાથી વાળ લાંબા અને ઘુઘરાળા થઇ જાય છે.
શિકાકાઈ : શિકાકાઈ અને સુકા આંબળા ને 25-25 ગ્રામ લઈને થોડા પીસીને તેના ટુકડા કરી લો. આ ટુકડા ને 500 મી.લી. પાણીમાં રાત્રે નાખીને પલાળી દો. સવારે આ પાણીને કપડા સાથે મસળીને ગાળી લો અને તેનાથી માથાનું માલીશ કરો. 10-20 મિનીટ પછી નાહી લો. આવી રીતે શિકાકાઈ અને આંબળા ના પાણી થી માથું ધોઈને અને વાળને સુકાયા પછી નારિયેળનું તેલ લગાવવાથી વાળ લાંબા, મુલાયમ અને ચમકદાર બની જાય છે. ગરમીમાં આ પ્રયોગ સારો રહે છે. તેનાથી વાળ સફેદ થતા નથી અને વાળ સફેદ થઇ પણ જાય છે તો તે કાળા થઇ જાય છે.
મૂળા : અડધા થી 1 મૂળો રોજ બપોરે ભોજન પછી, કાળા મરી સાથે મીઠું લગાવીને ખાવાથી વાળ કાળા અને લાંબા થઇ જાય છે. તેનો પ્રયોગ 3-4 મહિના સુધી સતત કરો. 1 મહિનો તેનું સેવન કરવાથી કબજિયાત, આફરો અને અરુચિ માં આરામ મળે છે. નોંધ : મૂળો જેમના માટે ફાયદાકારક હોય તે તેનો ઉપયોગ કરી શકે છે.
આંબળા : સુકા આંબળા અને મેંદી ને સરખા ભાગે લઈને સાંજે પાણીમાં પલાળી દો. સવારે તેનાથી વાળ ધુવો. આનો પ્રયોગ સતત ઘણા દિવસો સુધી કરવાથી વાળ મુલાયમ અને લાંબા થઇ જશે.
કાકડી : કાકડી માં સીલીક્ન અને સલ્ફર વધુ પ્રમાણમાં હોય છે જે વાળને વધારે છે. કાકડીના રસથી વાળ ધોવાથી અને કાકડી, ગાજર અને પાલક બધાને ભેળવીને રસ પીવાથી વાળ વધે છે. અને જો આ બધુ હાજર ન હોય તો પણ મળે તેનો રસ ભેળવીને પી લેવું. આ પ્રયોગથી વાળ ખરવાનું પણ બંધ થઇ જાય છે.
અરીઠા : કપૂર કચરી 100 ગ્રામ, નાગરમોથા 100 ગ્રામ, કપૂર અને અરીઠા ના ફળનો ગરબ 40-40 ગ્રામ, શિકાકાઈ 250 ગામ અને આંબળા 200 ગ્રામ ના પ્રમાણમાં લઈને બધાનું ચૂર્ણ તૈયાર કરી લો. આ મિશ્રણના 50 ગ્રામ ચૂર્ણમાં પાણી ભેળવીને પેસ્ટ બનાવીને વાળ માં લગાવવું જોઈએ. ત્યાર પછી વાળને ગરમ પાણીથી ખુબ સાફ કરી લો. તેનાથી માથાની અંદરની જું – લીખ મરી જાય છે અને વાળ મુલાયમ થઇ જાય છે. અરીઠા, આંબળા, સીકાકાઈ ત્રણે ને ભેળવ્યા પછી વાળ ધોવાથી વાળ સિલ્કી, ચમકદાર, રૂસી-રહિત અને ઘાટા થઇ જાય છે.
જાસુદ : જાસુદ ના ફૂલનો રસ કાઢીને માથામાં નાખવાથી વાળ વધે છે. જાસુદ ના પાંદડા ને વાટીને લુગદી બનાવી લો. આ લુગદી ન્હાવાના 2 કલાક પહેલા વાળના મૂળમાં માંલીશ કરીને લગાવો. પછી ન્હાવ અને તેને સાફ કરી લો. આ પ્રયોગ ને નિયમિત રીતે કરવાથી ન માત્ર વાળને પોષણ મળે છે, પણ માથામાં પણ ઠંડક નો અનુભવ થશે. જાસુદ ના પાંદડા અને ફૂલ ને સરખા ભાગે લઈને વાટીને લેપ તૈયાર કરો. આ લેપ ને રાત્રે સુતા પહેલા વાળમાં લગાવો અને સવારે ધોઈ લો. આવું થોડા દિવસ સુધી નિયમિત રીતે કરવાથી વાળ સ્વસ્થ બની જાય છે. જાસુદ ના તાજા ફૂલના રસમાં જૈતુંન (ઓલીવ ઓઈલ) નું તેલ બરોબર ભેળવીને તાપ ઉપર ચડાવો, જયારે પાણી નો ભાગ ઉડી જાય તો તેને બોટલમાં ભરીને મૂકી દો. રોજ સ્નાન કર્યા પછી તે વાળમાં મૂળમાં ઘસી ઘસીને લગાવવું જોઈએ. તેનાથી વાળ ચમકીલા થઈને લાંબા થઇ જાય છે.
ભાંગરા : વાળને ટુકા કરાવીને તે જગ્યાએ જ્યાં વાળ ન હોય ત્યાં ભાંગરા ના પાંદડાના રસ નું માલીશ કરવાથી થોડા જ દિવસોમાં સારા વાળ નીકળે છે જેમના વાળ તૂટે છે કે બે મોઢા વાળા થઇ જાય છે. તેમને આ પ્રયોગ જરૂર કરવો જોઈએ. ત્રિફળા નું ચૂર્ણ ને ભાંગરા ના રસમાં 3 ઉફાણા આપીને સારી રીતે સુકવીને ખરલ ઉપર વાટીને રાખી લો. તે રોજ સવારના સમયે લગભગ 2 ગ્રામ સુધી સેવન કરવાથી વાળ નું સફેદ થવાનું બંધ થાય છે અને તેનાથી આંખોની દ્રષ્ટિ પણ વધે છે. આંબળા નું મોટું ચૂર્ણ કરીને, કાચ કે માટીના ગ્લાસમાં રાખીને ઉપરથી ભાંગરા ને એટલો નાખો કે આંબળા તેમાં ડૂબી જાય. ફરીથી તેને સારી રીતે સુકવી લઈએ છીએ. આવી રીતે 7 ભાવનાઓ (ઉકાળી) આપીને સુકવી લઈએ છીએ. રોજ 3 ગ્રામના પ્રમાણમાં તાજા પાણી સાથે સેવન કરવાથી સમય પહેલા વાળ સફેદ થવાના બંધ થાય છે. તે આંખોની દ્રષ્ટિ ને વધારનારા, ઉંમરને વધારનાર લાભદાયક યોગ છે.
ભાંગરા, ત્રિફળા, અનંતમૂળ અને કેરી ની ગોટલી નું મિશ્રણ અને 10 ગ્રામ મન્દુર કલ્ક અને અડધો લીટર તેલ ને એક લીટર પાણી સાથે પકાવો. જયારે માત્ર તેલ વધે તો ગાળીને મૂકી દો. આ પ્રયોગ થી વાળના દરેક પ્રકારના રોગ મટી જાય છે.
અનંતમૂળ : અનંતમૂળ ના મૂળ નું ચૂર્ણ 2-2 ગ્રામ દિવસમાં 3 વખત પાણી સાથે સેવન કરવાથી માથાનું ટાલીયાપણું દુર થાય છે.
તલ : તલના છોડની ડાળી અને પાંદડા ની રાબ થી વાળ ધોવાથી વાળ કાળા રંગના આવવા લાગે છે. કાળા તલને સાફ કરીને વાળમાં લગાવવાથી વાળ સમય પહેલા સફેદ થશે નહી. રોજ માથામાં તલના તેલનું માલીશ કરવાથી વાળ હમેશા મુલાયમ, કાળા અને ઘાટા રહે છે. તલના ફૂલ અને ગૌક્ષુર ને સરખા ભાગે લઈને ઘી અને મધ માં વાટીને લેપ બનાવી લો. તે માથામાં લેપ કરવાથી ટાલીયાપણું દુર થાય છે.
તલના તેલનું માલીશ કર્યા પછી એક કલાક પછી એક રૂમાલ ગરમ પાણીમાં પલાળીને તેને નીચોવીને માથા ઉપર લપેટી લો અને ઠંડો થાય એટલે ફરી વખત ગરમ પાણીમાં પલાળીને નીચોવીને માથા ઉપર લપેટી લો. આવી રીતે 5 મિનીટ લપેટીને રાખો. પછી ઠંડા પાણીથી માથું ધોઈ લો. આમ કરવાથી વાળની રૂસી દુર થઇ જાય છે.