નરને સિંહ બનાવે છે નરસિંહ ચૂર્ણ, જાણો તેને કેવી રીતે બનાવવું અને સેવન કરવાની રીત, જાતીય રોગમાં ખુબ ઉપયોગી છે.

વાળ ખરતા હોય, વાત રોગ હોય કે જાતીય રોગ હોય, નરસિંહ ચૂર્ણ કરશે તમારી મદદ, જાણો બનાવવાની રીત.

નરસિંહ ચૂર્ણ. નરને સિંહ બનાવી દેતું ચૂર્ણ. જેવું નામ છે તેવી જ અસર પણ છે. અમે તેનો ઘણો ઉપયોગ કરીએ છીએ.

આ ચૂર્ણ બનાવવા માટે નીચેની ઔષધિઓ જરૂરી છે :

શતાવરી – 64 તોલા

ગોખરુ – 64 તોલા

બારાહીકંડ – 80 તોલા

ગિલોય – 100 તોલા

શુદ્ધ ભીલાવા – 128 તોલા

ચિત્રક મૂળની છાલ – 40 તોલા

તલ – 64 તોલા

તજ – 11 તોલા

તમાલ પત્ર – 11 તોલા

નાની એલચી – 11 તોલા

સાકર – 180 તોલા

વિદારીકંડ – 64 તોલા

આ ચૂર્ણ કેવી રીતે બનાવવું તે શીખો :

ચૂર્ણ સ્વરૂપની ઔષધિઓનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ખૂબ જ સરળતાથી તૈયાર થાય છે. જો તમે ઈચ્છો તો તેને ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. ઉપયોગી જડીબુટ્ટીઓ અને દ્રવ્યોના યોગ્ય પ્રમાણની સમજ સાથે કોઈપણ તેમને તૈયાર કરી શકે છે. નરસિંહ ચૂર્ણ બનાવવા માટે ઉપર જણાવેલ પ્રમાણમાં જડીબુટ્ટીઓ લઈ તેનો બારીક પાવડર બનાવી લો. પણ જેને ભીલાવાનું રિએક્શન હોય તે દૂર રહે.

નરસિંહ ચૂર્ણનું સેવન કેવી રીતે કરવું?

ગાયના ઘી અને મધ સાથે 3 થી 6 માશાની માત્રામાં તેનું સેવન કરો. સાકર મિશ્રિત દૂધ સાથે પણ તેનું સેવન કરી શકાય છે. રાત્રે સૂવાના અડધા કલાક પહેલા તેનું સેવન કરી શકાય છે અથવા દિવસમાં બે વાર ખાધા પછી તેનું સેવન કરી શકાય છે.
જે વ્યક્તિ ચૂર્ણ નથી લઇ શકતા તેમના માટે ટેબ્લેટ ફોર્મ ઉપલબ્ધ છે.

– વૈદ્ય જીતુદાદા.

(કોઈને તૈયાર ટેબલેટ જોઈએ તો વૈદ્ય જીતુભાઈનો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર – 94263 20018)

આ ચૂર્ણના ફાયદા :

ખરતા વાળને રોકીને તેને સફેદ થતા અટકાવે છે.

આ ચૂર્ણ શરદી અને વાત રોગનું એક અમૃત ઔષધ છે.

જાતીય રોગો (સેક્સ રોગો) માટે ખૂબ જ સારું ટોનિક. ઠંડીની ઋતુમાં બે મહિના ખાવામાં આવે તો જાણે એક વર્ષ માટે જબરજસ્ત મોજ રહે છે.

સેક્સ ટોનિક તરીકે આ ચૂર્ણ આજ સુધી પોસાય એવો ઉપચાર છે. ઠંડીના દિવસોમાં તેનું સેવન કરો. જ્યાં સુધી આ દવા ચાલે છે ત્યાં સુધી ગરમી અને સૂર્યપ્રકાશનું સેવન ઓછું કરો, ગરમ વસ્તુઓ ઓછી ખાઓ.

હા, પિત્તજ સ્વભાવના લોકોએ આને સાચવીને ખાવું જોઈએ. બાકી કફ, વાત વાળા લોકો માટે આ ખૂબ જ અસરકારક ઔષધિ છે. આના સેવનથી પિત્ત વાળાને તકલીફ હોય તો સાથે કોપરૂ એટલે કે નાળિયેરનું ખૂબ સેવન કરો, ગરમી શાંત થઈ જશે.

વૈદ્ય જીતુભાઈ પટેલ – 94263 20018

(કોઈને તૈયાર ટેબલેટ જોઈએ તો વૈદ્ય જીતુભાઈનો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર – 94263 20018)