નાસાએ બનાવ્યું એલિયન શોધવાનું મશીન, ગુરુ ગ્રહના ચંદ્ર પર શોધશે ‘જાદુ’

અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) ના વૈજ્ઞાનિક એલિયન શોધવાની તૈયારી કરી રહ્યા છે. એલિયનની શોધ 2025 માં શરૂ થઈ જશે. એના માટે નાસાના વૈજ્ઞાનિકોએ એવું રોવર બનાવ્યું છે, જે ગુરુ ગ્રહના ચંદ્ર યૂરોપાના સમુદ્રમાં ડૂબકી મારશે. આ રોવરનું નામ છે બ્રુઈ (Buoyant Rover For Under-Ice Exploration). લેખના અંતમાં જુઓ કેવી રીતે કામ કરે છે રોવર.

એન્ટાર્કટિકાના સમુદ્રમાં કરવામાં આવ્યું રોવરનું પરીક્ષણ :

નાસાએ આ રોવરનું હાલમાં જ એન્ટાર્કટિકાના ઠંડા સમુદ્રમાં પરીક્ષણ કર્યું છે. આ રોવરે સમુદ્રમાં જમા થયેલા બરફની નીચે ઘણી વાર સુધી ડૂબકી લગાવી.

એક વાર ચાર્જ કરવા પર મહિનાઓ સુધી ચાલશે રોવર :

બે પૈંડા અને બે કેમેરા વાળું આ બ્રુઈ રોવર એક વાર ચાર્જ કરવા પર મહિનાઓ સુધી ચાલી શકે છે. એનું ટેસ્ટિંગ એન્ટાર્કટિકામાં આવેલા ઓસ્ટ્રેલિયાના કેસી રિસર્ચ સ્ટેશનની સપાટી પર કરવામાં આવી રહ્યું છે.

બર્ફીલા સમુદ્ર અને સપાટી પર ચાલવાને લાયક છે :

બ્રુઈ રોવર બર્ફીલા સમુદ્ર અને સપાટી પર ચાલવાને લાયક બનાવવામાં આવ્યું છે. કારણ કે માનવામાં આવે છે કે, ગુરુ ગ્રહના ચંદ્ર યૂરોપા પર બરફવાળી સપાટીની સાથે સાથે બરફવાળા સમુદ્ર પણ છે.

નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે બ્રુઈ રોવર :

બરફવાળા સમુદ્રની ઊંડાઈ પર ચાલવા માટે બ્રુઈ રોવરને નેવિગેશન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે. સેમ્પલ જમા કરતા સમયે એમાં કોઈ પણ પ્રકારની ઉર્જાની ખપત નથી થતી. તે બરફ અને પાણીની સપાટીને ઓળખી શકે છે.

2025 માં યૂરોપા ક્લિપર યાન વડે જશે :

નાસાના અવકાશ વૈજ્ઞાનિકોનું માનીએ તો 2025 માં નાસાનું જુપીટર મિશન લોન્ચ કરવામાં આવશે. એના માટે નાસા યૂરોપા ક્લિપર સેટેલાઈટ લોન્ચ કરશે. આ ક્લિપર સેટેલાઈટમાં બ્રુઈ રોવર પણ જશે.

જુઓ કઈ રીતે કામ કરશે આ રોબોટ :

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.