પ્રદુષિત હવા ને ઘરમાં શુદ્ધ કરી ઓક્સીજન આપતા આ રોપા પર નાસા નો બહુ મોટો દાવો વાંચો

વાતાવરણ માં પ્રદુષણ નું સ્તર ખુબ વધી ગયું છે હવે માણસો નું શ્વાસ લેવું પણ મુશ્કેલ થવા માંડ્યું છે. એમાં સૌથી સારો વિકલ્પ છે વૃક્ષો વાવો અને ઘર માં છોડ ઉગાડો. પણ સમસ્યા એ છે કે એ માટે પૂરતી જગ્યા હોવી જોઈએ.

એટલે હવે સવાલ એ છે કે ઘર માં કયા કયા છોડ ઉગાડવા ને સુકામ ઉગાડવા? બાળકો ની યાદશક્તિ વધારવા માટે તેમને ઘર માં ઓક્સિજન પણ સારો મળે એ જરૂરી છે એટલે ખાસ ઘર માં નાના નાના આવા છોડ જરૂર વાવવા જોઈએ

1989 નાસામાં થયેલ “કલીન એયર સ્ટડી” થી પ્રમાણિત થઇ ગયું છે કે ઘરની હવાને શુદ્ધ રાખવા માટે ઘરેલુ છોડ સર્વશ્રેષ્ઠ છે. ઘરની અંદરની હવામાં ઘણી માત્રામાં benzene, trichloroethylene, ammonia જેવા અન્ય ઘણા હાનિકારક રસાયણ મળે છે. પરંતુ નાસાના વૈજ્ઞાનિકોનો દાવો છે ઘરની આજુબાજુ વધતા જતા વાયુ પ્રદુશણના પ્રમાણને ઓછું કરવા માટે આ ઘરેલુ છોડવા કિંમતી હથિયાર રૂપે કામ કરે છે.અને આપણ ને જરૂરી શુદ્ધ ઓક્સીજન આપે છે

કેટલાક છોડવા એવા હોય છે કે આપણા ઘરો, સાર્વજનિક સ્થળો અને કાર્યાલયોની અંદર હાનિકારક વાયુનો 85% ભાગ શોષી લે છે.આ છોડવા ફક્ત હાનિકારક વાયુઓના નિવારણ માટે જ નહિ, પરંતુ તમારા ઘરોને સુંદર બનાવે છે. સારા આરોગ્ય અને શુદ્ધ હવા માટે પોતાના ઘરોમાં આ 15 છોડવા જરૂરથી ઉગાડવા જોઈએ.

1. રાજહંશ લીલી

રાજહંશ લીલી હવામાં ભેજ અને ભમરીને જાળવી રાખે છે. આ xylene અને toluene જેવા હાનિકારક વાયુઓનું શોષણ કરીને તેને નુકસાન ન પહોંચાડે તેવા પદાર્થમાં બદલી છે.

2. Gerbera Jamesonii

આ તેજસ્વી ફુલોવાળૂ છોડવું હવામાં રહેલા ઝેરી પદાર્થોનો નાશ કરવામાં મદદ કરે છે.તેને સારી રીતે ગરમ વિસ્તારમાં રાખવામાં આવે છે.

3. મની વેલ

સુવર્ણ કમળ છાંયડામાં વધવાવાળા બધા છોડવાથી સર્વશ્રેષ્ઠ છોડ છે. આ તમારા ઘરની હવાને સાફ રાખવા માટે ઉત્તમ છે. આ 24 કલાક ઓક્સીજન આપે છે.

પરંતુ એક વાત યાદ રાખજો કે આ એક પ્રકારનું ઝેરીલું છોડવું પણ છે. તેથી તેને બાળકો અને પ્રાણીઓથી દૂર રાખવું જોઈએ.

4. Aglaonema

આ ચીની લીલાછમ છોડવાને મોટા થવા માટે વધારે પ્રકાશની જરૂર પડતી નથી. પરંતુ તેને મોટા પ્રમાણમાં ભેજવાળી હવાની જરૂર પડે છે. આ સાબિત થઇ ગયું છે કે આ છોડવું હવામાંથી બેન્ઝીન જેવા ઝેરી પદાર્થોનું ફિલ્ટર કરીને હવાને શુદ્ધ કરે છે.

5. સ્પાઈડર પ્લાન્ટ

આ છોડવું ઘરની અંદરના ઉપયોગ માટે ઘણું સારું છે. તેનું કારણ ,ફક્ત તેની સુંદરતા જ નથી, પરંતુ અભ્યાસ દ્વારા પ્રમાણિત થયું છે કે આ છોડવું ઘણા હવામાથી ઝેરી વાયુ જેવા કે – benzene, formaldehyde, carbon monoxide અને xyleneનો પણ નાશ કરે છે.

6. lvi

આ છોડવું ઓછા પ્રકાશવળી જગ્યા માટે સારું છે. આ પણ હવા માં રહેલા હાનિકારક વાયુઓનો નાશ કરવામાં મદદ કરે છે.

7. Azalea

આ છોડવું તમારા પલાઈવૂડ , ફર્નિચર અને કાર્પેટમાંથી આવતી ગંધ નો નાશ કરવામાં મદદ કરે છે. જો આનું સારી રીતે ધ્યાન રાખવામાં આવે, તો આ ઘણા લાંબા સમય સુધી જીવિત રહી શકે છે.

8. sansevieria (સ્નેક પ્લાંટ)

આ ઘણા કઠળ અને કોઈ પણ પરિસ્થિતિમાં રેહવાવાળું છોડવું છે. આની ખાસ વાત એ છે કે તે અન્ય છોડવાઓની જેમ હાનિકારક વાયુઓનો નાશ તો કરે જ છે. સાથે જ રાત્રે ઓક્સિજન વાયુ પણ છોડે છે. આને સ્નેક પ્લાંટ પણ કહે છે.

9. Dracaena Marginata

આ ધીરે ધીરે વધવાવાળું છોડવું છે. આ પણ હાનિકારક વાયુઓ જેવા કે xylene, trichlorethylene અને formaldehydeનો નાશ કરે છે.

10. Philodendron

આ છોડવાને ઘણા ઓછા પ્રકાશવાળી જગ્યા પર રાખવા છતાં તેના વિકાસ પર કોઈ અસર પડતી નથી. તેની જાળવણી પણ સરળ છે. પરંતુ એક વાત યાદ રાખવા જેવી એ છે કે તે બાળકો અને પ્રાણીઓ માટે ખતરનાક હોઈ શકે છે.

11. Nephrolepis

આ હવામાં ભેજ જાળવી રાખવા અને હાનિકારક વાયુ જેવા કે કાર્બન મોનોક્સાઈડનો નાશ કરવાવાળું સારું છોડવું છે. આને નિયમિત પાણીની આવશ્યકતા હોય છે અને તે છાંયડામાં પણ રહી શકે છે.

12. Spathiphyllum

આ છોડ ઘરમાં પ્રયોગ થવાવાળો એક સાધારણ છોડ છે, જે બધા પ્રકારના હાનિકારક ગેસનો નાશ કરે છે. આ ધૂળને પણ સમાપ્ત કરે છે અને ઘરની હવાને શુદ્ધ રાખે છે.

13. Bamboo Palm

આ છોડ પણ હાનિકારક વાયુને ફિલ્ટર કરવાનું કામ કરે છે. તેને ફર્નિચરની બાજુમાં રાખવામાં આવે તો તે તેમાં વપરાયેલ કેમિકલને ભમરીમાં બદલીને નાશ કરી દે છે.

14. Schefflera

આ છોડવું પણ ઘરમાં હાનિકારક વાયુનો નાશ કરે છે. આ છોડવાને કેટલાક દેશોમાં ” અમ્બ્રેલા ટ્રી ” પણ કહ્યું છે.

15. Chrisanthemum

આ સુંદર ફૂલ માત્ર તમારા ઘરોને શણગારવા માટે જ કામમાં નથી નથી આવતું, પરંતુ ઝેરી વાયુઓનો નાશ કરવામાં પણ કામમાં આવે છે.

તો હવે કઈ વાતની વાર છે?જલ્દી  પોતાના મિત્રોને પણ સેર કરો અને તેમને પણ આ વિશે જણાવો ને વાવો આવા હોમ પ્લાંટ