નાસાનો દાવો, બ્લેકહોલે ગળ્યો સુરજના આકારનો તારો, જાણો પૃથ્વી ઉપર શું થશે અસર.

નાસા અવાર નવાર અનેક પ્રકારની નવી નવી શોધો કરતા રહે છે. આવી જ એક શોધ વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. બ્લેકહોલ અંતરીક્ષનો એ ભાગ છે, જ્યાં ભૌતીક વિજ્ઞાનનો કોઈ પણ નિયમ કામ ન કરે. તેના ગુરુત્વાકર્ષણથી કાંઈ પણ નથી બચી શકતું. ત્યાં સુધી કે પ્રકાશ પણ ત્યાં પ્રવેશ કર્યા પછી બહાર નથી નીકળી શકતો. તે પોતાની ઉપર પડતા તમામ પ્રકાશને શોષી લે છે એટલા માટે તેને બ્લેકહોલ કહે છે. તેની આ વર્ષે એપ્રિલમાં વૈજ્ઞાનિકોએ બ્લેકહોલની એક તસ્વીર બહાર પાડી હતી. જે જોઇને આખી દુનિયા વિચારતી થઇ ગઈ હતી.

આ તસ્વીર પૃથ્વીની સૌથી પાસેના બ્લેકહોલ એમ-૮૭ની હતી. તે ઉપરાંત ૨૪ વર્ષ પહેલા એક બ્લેકહોલ વિષે જાણવા મળ્યું હતું જેનું નામ છે સૈજીટેરસ એ સ્ટાર. તે આકાશગંગા મિલ્કી તેના કેન્દ્રમાં સ્થિત છે. તેને એક શાંત બ્લેકહોલ માનવામાં આવે છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આ બ્લેકહોલમાં હલચલ જોવા મળી છે.

સૂર્યથી ૬૦ લાખ ગણા વધુ વજન ધરાવે છે આ બ્લેકહોલ

ખાસ કરીને શોધકર્તાઓએ બ્લેકહોલ દ્વારા બ્રહ્માંડીય ઉથલ-પાથલ હેઠળ એક સૂર્યના આકારના તારાને તૂટીને તેમાં સમાતા જોવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બ્લેકહોલ સૂર્યથી ૬૦ લાખ ગણો વધુ વજનદાર છે. વૈજ્ઞાનિકે આ ઘટનાને ટાઈટલ ડીસરપ્શન ગણાવ્યો છે. આ ખગોળની ઘણાને નાસાના ઉપગ્રહ ટાંજીટીંગ એકસોપ્લેનેટ સર્વે સેટેલાઈટ અને નીલ ગેહરેલ્સ સ્વીફ્ટની મદદથી જોવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણકારી આપતા નાસાએ જણાવ્યું કે, બ્રહ્માંડમાં એવી જ્વારીય વિઘટન થવું ઘણું વિરલ છે. દસ હજાર માંથી એક લાખ વર્ષોમાં વચ્ચે આકાશગંગામાં આ ઘટના થાય છે. નાસાએ જણાવ્યું હજુ સુધી માત્ર ૪૦ વખત જ આવી ઘટના જોવામાં આવી છે.

ખાસ કરીને શોધકર્તાઓએ બ્લેકહોલ દ્વારા બ્રહ્માંડીય ઉથલ-પાથલ હેઠળ એક સૂર્યના આકારની પહેલાની સરખામણીમાં વધુ ‘ભૂખ્યો’ થઇ ગયો છે બ્લેકહોલ

એસ્ટ્રોફીઝીકલ જનરલ લેટર્સમાં છપાયેલા એક રીસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે બ્લેકહોલ સૈજીટેરેસ એ સ્ટાર પહેલાની સરખામણીમાં વધુ ‘ભૂખ્યો’ થઇ ગયો છે, જેથી તે આજુબાજુની વસ્તુને વધુ ઝડપથી પોતાની અદંર સમાવિષ્ટ કરી રહ્યો છે. એક બ્લેકહોલ પોતાના દ્વારા કોઈ પણ પ્રકારના પ્રકાશ નથી નીકળતો. પરંતુ જે વસ્તુ તેમાં સમાઈ જાય છે તે તેના પ્રકાશનો સ્ત્રોત બની શકે છે. આમ તો આ પરિવર્તનોને પૃથ્વી કે આકાશગંગાના કોઈ પણ પ્રકારના ગ્રહ ઉપર અસર નહિ પડે.

૩૪૭ વૈજ્ઞાનિકોની ટીમ કરી રહી છે રીચર્સ

દુનિયાના અલગ અલગ દેશોના ૩૪૭ વૈજ્ઞાનિકોની એક ટીમ બ્લેકહોલ ઉપર કામ કરી રહી છે. આ ટીમના પ્રોજેક્ટ ડાયરેક્ટર વૈજ્ઞાનિક શેપ ડોએલેમાને જણાવ્યું કે જેવી રીતે ૨૦૧૯માં બ્લેકહોલની તસ્વીરો આવી તેવી જ ૨૦૨૦માં બ્લેકહોલનો વિડીયો પણ બહાર પાડી શકાશે.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડીયો :