નાસાનું ‘શિવ વિજ્ઞાન’, શું પૃથ્વી પર પહેલું DNA શિવલિંગથી આવ્યું હતું?

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

વિજ્ઞાન પણ ઘણી વખત એ માને છે કે ભગવાન છે. જયારે વાત ભગવાન શિવની આવે છે ત્યારે તો અમેરિકા અંતરીક્ષ એજેન્સી નાસા પણ તેની શક્તિ અને હાજરીનો અસ્વીકાર નથી કરતા. ઘણી વખત તો નાસાના હબલ ટેલીસ્કોપ માંથી લેવામાં આવેલી તસ્વીરોમાં લોકોને ભગવાન શિવ જોવા મળ્યા છે. અને સ્વીત્ઝરલૅન્ડમાં રહેલી દુનિયાની સૌથી મોટી પ્રયોગશાળાની બહાર ભગવાન શિવની મૂર્તિ રાખવામાં આવી છે. એ ખબર નથી કે તે વાતોમાં કેટલું સત્ય છે. પરંતુ વિજ્ઞાનને હંમેશા ભગવાન શિવ સાથે જોડીને જોવામાં આવે છે.

અમેરિકી અંતરીક્ષ એજેન્સી નાસાના ન્યુકલીયર સ્પેક્ટ્રોસ્કોપીક ટેલીસ્કોપ (NuSTAR) એરેએ ૨૦૧૪માં એક નેબુલાની તસ્વીર લીધી. તેનું નામ રાખવામાં આવ્યું હેન્ડ ઓફ ગોલ. ભગવાનના હાથ જેવું દેખાય છે આ નેબુલા પૃથ્વીથી ૧૭ હજાર પ્રકાશવર્ષ દુર છે. વિજ્ઞાનની ભાષામાં તેને પલ્સર વિંડ નેબુલા કહે છે. પરંતુ લોકોએ તેને ભગવાન શિવનો હાથ માન્યો છે.

આવી રીતે ૨૦૧૭માં નાસાના હબલ ટેલીસ્કોપને અંતરીક્ષમાં અલગ અલગ આકારમાં વાદળોના સમૂહમાં જોવા મળ્યું. આ ત્રિશુલની જેવો જોવા મળી રહ્યો હતો, તે સમયે પણ નાસાની આ તસ્વીરને ભગવાન શિવના ત્રિશુલ કહીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો.

૨૦૧૦માં નાસાના હબલ ટેલીસ્કોપમાં પૃથ્વીથી ૭૫૦૦ પ્રકાશવર્ષ દુર એક ગેસનો એક ફુગ્ગો દેખાયો હતો. આ ફુગ્ગાનું નામ હતું, કેરીના નેબુલા. તે બન્યો હતો નવજાત તારાઓના બનવાથી નીકળેલા ગેસને કારણે. પરંતુ તેમાં લોકોને જટાધારી શિવની તસ્વીર જોવા મળી હતી. આ તસ્વીર આજે પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી રહી છે.

નાસાએ એક સ્ટડીમાં જણાવ્યું હતું કે પૃથ્વી ઉપર પહેલો ડીએનએ એક શિવલિંગ માંથી આવ્યો હતો. આ શિવલિંગ પૃથ્વી ઉપર એક ઉલ્કાપિંડ સાથે આવ્યો હતો. આ ઉલ્કાપિંડ અલાસ્કામાં ઓગસ્ટ ૨૦૧૧માં પડ્યો હતો. નાસાના વૈજ્ઞાનિકોએ અધ્યયન કર્યું. તો જાણવા મળ્યું કે શિવલિંગ દ્વારા જ પૃથ્વી ઉપર પહેલી વખત ડીએનએ આવ્યું હતું.

દુનિયાની સૌથી મોટી પ્રયોગશાળા સર્ન (CERN) ની બહાર નટરાજની મૂર્તિ લાગેલી છે. જે જીવનના સ્ત્રોતને દર્શાવે છે. સર્નના વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે જે પ્રયોગ કરી રહ્યા છે. તે ભગવાન શિવના સંહાર કરવાના સિદ્ધાંત ઉપર આધારિત છે. એટલે પહેલા સંહાર કરો પછી નિર્માણ કરો. એટલા માટે સર્ન પ્રયોગશાળાની બહાર તાંડવ કરતા ભગવાન શિવની મૂર્તિ લાગેલી છે.

નાસાના પ્રયોગનું નામ પણ ભગવાન શિવના નામ ઉપર. નાસાના એક પ્રોજેક્ટનું નામ છે The SHIVA Project. એટલે Spaceflight Holography in Virtual Apparatus. આ પર્યાવરણ અને અંતરીક્ષમાં રહેલા ઘણા શુક્ષ્મ કણોને ગુરુત્વાકર્ષણ શક્તિને અધ્યયન માટે બનાવવામાં આવી હતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.