તળ્યા વગરના એકદમ ટેસ્ટી અને મસાલેદાર “નાસિક ચીવડા” ની આ રેસિપી ઘરના તમામ સભ્યોને ખુબ ભાવશે.

સ્પેશિયલ નાસિક ચીવડા

– મેઘા સાદેકર.

ફ્રેન્ડસ તળ્યા વગરનો.. એકદમ ટેસ્ટી મસાલેદાર..

બેબી ને મોકલવા પારસલ ની તૈયારી ઓ ચાલું છે…

ફ્રેન્ડસ તમને પણ બનાવવો હોય તો રેસિપી માટે તૈયાર થઇ

જાવ હાજ તો.. બહાર ના ચવાણા ભૂસા કરતા…બેસ્ટ જ..

અહીં.. મેં 2 કીલો નો ચીવડા બનાવ્યો છે… એ માપ થી હું પ્રમાણ લખું છું.. બાકી તમે એડજસ્ટ કરી લે જો…

2 ચમચી લવીંગ

2 ચમચી મરી

3 ચમચી ઇલાયચી

1/2 થી ઓછો જાયફળ ટુકડો

4 તમાલપત્ર

2 ચમચી જીરું

4 ચમચી સૂકા ધાણા

3 ચમચી વરીયાળી

4 ચમચી તલ

1/2 કપ કઢી પતા…આ બધું લો ફ્લેમ ગુલાબી ખમંગ

શેકી… ઠંડું પડતા મીક્ષી જાર માં વાટી લો..

હવે તેમાં….1 ચમચી હળદર, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી કાશ્મીરી મરચું પાવડર, 1/2 ચમચી લીંબુનું ફુલ કે આમચૂર પાવડર નાખી સરસ… ફરી થી વાટી લો….

મેઇન ઇનગ્ડીયન્સ ચીવડા મસાલો તૈયાર…

હવે ચૂરમમરા (હાજીખાના) ને ચાળી… ઓવન કે ગેસ પર.. ખસ્તા શેકી…. એક મોટા વાસણ કે તગારા માં કાઢો…

ખાંડ ને પણ ટેસ્ટ મુજબ દળી તૈયાર રાખો…

કઢાઇ માં તેલ નાખી… ડ્રાય ફ્રુટ, દાળિયા, શીંગ દાણા, કોપરું, સીંગ દાણા… વારાફરતી તળી લો…

બધી તૈયારી ઓ બાદ…. તગારા માં કાઢેલા.. શેકેલા ચૂરમમરા પર.. તળેલા દાળિયા, ડ્રાય ફ્રુટસ, સીંગ દાણા, સ્વાદ પ્રમાણે મીઠું, તૈયાર કરેલ ચીવડા મસાલો પણ એડ કરો…

હવે ચીવડા વઘાર માટે માપ નું તેલ ગરમ કરી… તેમાં, 1/2 ચમચી હીંગ, હળદર, 1 ચમચી કાશ્મીરી મરચું પાવડર નાખી… વઘાર રેડી… ચીવડા ને ફાઇન.. સરસ હલાવો… (ખરી આમાં જ મહેનત છે… ને ટેસ્ટ.. બાકી એકદમ ઇઝી)

સરખું સરસ મીક્ષ થતા સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ નાખી.. ફરી મીક્ષ કરી… સ્વાદિષ્ટ નાસિક ચીવડા તૈયાર.

– મેઘા સાદેકર.