મેં ગાંધીને કેમ માર્યા, નાથુરામ ગોડસેનું અંતિમ નિવેદન જે લોકોએ જરૂર જાણવું જોઈએ

૩૦ જાન્યુઆરીના રોજ નાથુરામ ગોડસેએ ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગોળી માર્યા પછી નાથુરામ ગોડસે ઘટના સ્થળ પરથી ભાગી ગયો ન હતો. તેણે શરણાગતિ સ્વીકારી લીધી હતી. નાથુરામ ગોડસે સહીત ૧૭ દોષીઓ ઉપર ગાંધીજીની હત્યાનો કેસ ચલાવવામાં આવ્યો હતો.

નાથુરામ ગોડસેનું છેલ્લું નિવેદન :

કહેવામાં આવે છે કે, તે સાંભળીને કોર્ટમાં રહેલા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી, અને ઘણા તો રડવા લાગ્યા હતા. એક ન્યાયધીશે પોતાની ટીપણીમાં લખ્યું હતું કે, જો તે સમયે કોર્ટમાં રહેલા લોકોને જામીન બનાવી લેવામાં આવ્યા હોત અને તેમને નિર્ણય આપવાનું કહેવામાં આવ્યું હોત, તો વગર શંકાએ પ્રચંડ બહુમતી સાથે નાથુરામને નિર્દોષ હોવાના આદેશ આપ્યા હોત.

આ કેસની સુનાવણી દરમિયાન ન્યાયધીશ ખોસલા પાસે નાથુરમે પોતાના પક્ષ પોતે વાંચીને લોકોને સંભળાવવાની મંજુરી માગી હતી, જેને ન્યાયધીશે સ્વીકાર કરી લીધી હતી.

આગળ જુવો નાથુરામ ગોડસેના છેલ્લા નિવેદનના થોડા વિશેષ અંશ :

નાથુરામે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સન્માન, કર્તવ્ય અને મારા દેશ વાસીઓ પ્રત્યે પ્રેમ ક્યારે ક્યારે આપણને અહિંસાના સિદ્ધાંતથી દુર થવા માટે અડચણ ઉભી કરી દે છે. હું ક્યારેય તેવું નથી માની શકતો કે કોઈ આક્રમકનો સશસ્ત્ર પ્રતિરોધ કરવો ક્યારેય ખોટું કે અન્યાય પૂર્ણ પણ હોઈ શકે છે.

વિરોધ કરવા અને જો શક્ય હોય તો એવા શત્રુને બળપૂર્વક વશમાં કરવાને હું એક ધાર્મિક અને નૈતિક કર્તવ્ય માનું છું. મુસલમાન પોતાની મનમાની કરી રહ્યા હતા કે, કોંગ્રેસ તેની ઈચ્છા સામે આત્મસમર્પણ કરી દે અને તેમની દરેક મનમાની અને વલણના સુરમાં સુર મિલાવી દે, અથવા તેના વગર કામ ચલાવીલે. તે એકલા જ દરેક વસ્તુ અને વ્યક્તિના નિર્ણાયક હતા.

મહાત્મા ગાંધી પોતાના માટે જુરી અને જજ બંને હતા. ગાંધીજીએ મુસ્લિમોને ખુશ કરવા માટે હિન્દી ભાષાના સોંદર્ય અને સુંદરતા સાથે બળાત્કાર કર્યો. ગાંધીજીના આ બધા પ્રયોગ માત્ર અને માત્ર હિંદુઓની કિંમત ઉપર કરવામાં આવતા હતા. જે કોંગ્રેસ પોતાની દેશ ભક્તિ અને સમાજ વાદનો દંભ ભરતી હતી, તેમણે ગુપ્ત રીતે બંધુકની અણી ઉપર પાકિસ્તાનનો સ્વીકાર કરી લીધો અને જીન્ના સામે નીચતાથી આત્મસમર્પણ કરી દીધું.

મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને કારણે ભારત માતાના ટુકડા કરી દેવામાં આવ્યા, અને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પછી દેશનો એક તૃતીયાંશ અમારા માટે વિદેશી ભૂમિ બની ગઈ. નહેરુ અને તેની ભીડની મંજુરી સાથે જ એક ધર્મના આધારે અલગ રાજ્ય બનાવી દેવામાં આવ્યું, તેને તેઓ બલિદાનો દ્વારા જીતવામાં આવેલી સ્વતંત્રતા કહે છે. અને કોનું બલિદાન?

જયારે કોંગ્રેસના મોટા નેતાઓએ ગાંધીજીની સહમતીથી આ દેશના ટુકડા કરી નાખ્યા, જેને આપણે પૂજાની વસ્તુ માનીએ છીએ, તો મારું મગજ ભયંકર ગુસ્સાથી ભરાઈ ગયું. હું સાહસ પૂર્વક કહું છું કે, ગાંધી પોતાના કર્તવ્યમાં નિષ્ફળ થઇ ગયા. તેમણે સ્વયં પાકિસ્તાનના પિતા હોવાનું સિદ્ધ કર્યું.

હું કહું છું કે મારી ગોળી એક એવા વ્યક્તિ ઉપર ચલાવવામાં અવી હતી, જેની નીતિ અને કાર્યોથી કરોડો હુંદુઓને માત્ર બરબાદી અને વિનાશ જ મળ્યો. એવી કોઈ કાયદાકીય પ્રવત્તિ ન હતી જેના દ્વારા તે ગુનેગારને સજા અપાવી શકાય, એટલા માટે મેં આવા ઘાતક રસ્તાનું અનુસરણ કર્યું.

હું મારા માટે માફીની માંગણી નહિ કરું, જે મેં કર્યું છે તેની ઉપર મને ગર્વ છે. મને કોઈ સંદેહ નથી કે ઈતિહાસના ઈમાનદાર લેખક મારા કાર્યને ન્યાય આપી ભવિષ્યમાં કોઈ એક દિવસ તેનું સાચું મુલ્યાંકન કરશે. જ્યાં સુધી સિંધુ નદી ભારતના ધ્વજની નીચેથી ન વહે ત્યાં સુધી મારી અસ્થીઓનું વિસર્જન ન કરશો.

નાથુરામે કોર્ટમાં સ્વીકાર કર્યું કે, ગાંધીજી ઘણા મોટા દેશભક્ત હતા તેમણે નિસ્વાર્થ ભાવથી દેશની સેવા કરી. હું તેમનું સન્માન કરું છું પરંતુ કોઈ પણ દેશભક્તને દેશના ટુકડા કરવાના, એક સંપ્રદાય સાથે પક્ષપાત કરવાની અનુમતી નથી આપી શકતા. ગાંધીજીની હત્યા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય ન હતો.

વિડીયો :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.