ભારતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ અને એક્સપ્રેસવે વચ્ચે શું અંતર હોય છે?

ધોરીમાર્ગ અને એક્સપ્રેસવે સામાન્ય શબ્દ છે. જેનો આપણે વધુ પ્રમાણમાં ક્યારેક ને ક્યારેક ઉપયોગ કરીએ છીએ અને આ રસ્તા ઉપર પ્રવાસ પણ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો? કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે હાઈવે અને એક્સપ્રેસવે શું હોય છે? તેમાં શું ફરક હોય છે? તે ઉપરાંત ભારતમાં સૌથી લાંબો અને સૌથી નાનો ધોરીમાર્ગ કયો છે? તેની શું વિશેષતા છે? વગેરે વગેરે. આવો આ લેખ દ્વારા અધ્યયન કરીએ.

જેમ કે આપણે જાણીએ છીએ કે ભારતનો રોડ નેટવર્ક દુનિયાનો બીજો સૌથી મોટો રોડ નેટવર્ક છે. જે તમામ મુખ્ય અને નાના શહેરો, તાલુકા, ગામડાને ક્રમશઃ જોડે છે. ભારતીય રોડ નેટવર્કમાં એક્સપ્રેસવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગ અને બીજા મુખ્ય જીલ્લા અને ગ્રામીણ રોડ રહેલા છે. શું તમે એક્સપ્રેસવે અને રાજ્યમાર્ગો એટલે કે હાઇવે વચ્ચેનો ફરક જાણો છો? એક્સપ્રેસવે માટે ઉપયોગમાં લેવામાં આવતા બીજા શબ્દ ક્યા હોય છે? આવો આ લેખના માધ્યમથી અધ્યયન કરીએ.

રાષ્ટ્રીય રાજમાર્ગ શું હોય છે?

રાષ્ટ્રીય રાજમાર્ગ રોડના શરુઆતના પ્રકારનો પાયો છે, જે ભારતના દરેક મુખ્ય શહેરને જોડે છે પછી ભલે તે બંદરગાહ, રાજ્યોના પાટનગર વગેરે કેમ ન હોય. તેમાં બે, ચાર કે વધુ લેન હોય છે. જે ચારકોલ કે કોલસા અને થોડી સિમેન્ટ કોન્ક્રીટ દ્વારા બનાવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય રાજમાર્ગના ગ્રેડ રોડ ઉપર જ હોય છે.

જોવામાં આવે તો રાજમાર્ગો ઉપર ગતી મોટા ભાગે અનિયંત્રિત હોય છે, જેને કારણે તે પગપાળા જતા લોકો કે સાયકલ ચાલકો માટે ખતરનાક બને છે. તેમાં કોઈ શંકા નથી કે રાષ્ટ્રીય રાજમાર્ગે દેશના આર્થિક વિકાસને વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. કેમ કે ઘણા શહેરો સાથે વેપાર રાજમાર્ગોના માધ્યમથી જ થાય છે.

આ નેટવર્ક, રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની દેખરેખ હેઠળ હોય છે. તેનું નિર્માણ અને જાળવણી ભારતીય રાષ્ટ્રીય પ્રાધિકરણ (NHAI), રાષ્ટ્રીય રાજમાર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નિગમ (NHIDCL) અને રાજ્ય સરકારોના લોક નિર્માણ વિભાગ (PWDs) દ્વારા કરવામાં આવે છે.

શું તમે જાણો છો? કે NH ના ભારતીય રાજમાર્ગ પ્રાધિકરણ, ૧૯૮૮ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું.

આ પ્રાધિકરણ રાજમાર્ગ વિકાસ, જાળવણી અને ટોલ સંગ્રહ માટે ખાનગી અને સાર્વજનિક ભાગીદારી મોડલનો ઉપયોગ કરે છે. એ તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પરીયોજના રાજમાર્ગોના નેટવર્કના વિકાસ અને અપગ્રેડ કરવા માટે બનાવવામાં આવે છે.

ભારતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ – ૨૨૮

રાષ્ટ્રીય રાજમાર્ગની કુળ લંબાઈ – ૧,૩૧,૩૨૬ કી.મી.

વધુમાં વધુ ગતિ (બે પૈડા) – ૮૦ કી.મી. / કલાક

વધુમાં વધુ ગતિ (કાર) – ૧૦૦ કી.મી. / કલાક

સૌથી લાંબો રાષ્ટ્રીય રાજમાર્ગ – NH 44 છે. તે ૩૭૪૫ કી.મી. લાંબો અને ઉત્તર-દક્ષીણ કોરીડોરને કવર કરે છે. એ ઉત્તરમાં શ્રીનગર માંથી શરુ થાય છે અને દક્ષીણમાં કન્યાકુમારીમાં પૂરો થાય છે.

ભારતમાં સૌથી નાનો રાષ્ટ્રીય રાજમાર્ગ – NH 47A છે, જે NH 47 થી કુંડનુરથી શરુ થાય છે.

એક્સપ્રેસવે શું હોય છે?

ભારતમાં એક્સપ્રેસવેમાં ઉચ્ચ વર્ગના રોડ હોય છે. તે છ થી આઠ લેન વાળા નિયંત્રિત એક્સેસ રોડ નેટવર્ક વાળા રાજમાર્ગ હોય છે. ખાસ કરીને એક્સપ્રેસવે આધુનિક સુવિધાઓથી યુક્ત હોય છે, જેમાં એક્સેસ રેંપ, ગ્રેડ સેપરેશન, લેન ડિવાઈડર અને એલીવેટેડ સેક્શન જેવી આધુનિક સુવિધાઓ હોય છે. તેમાં પ્રવેશ અને નિકાસ નાના રોડના ઉપયોગ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

શું તમે જાણો છો? એક્સપ્રેસવે ઘણા સ્માર્ટ અને ઈંટેલીજેન્ટ ફીચર્સથી સજ્જ હોય છે, જેમાં એક હાઈવે ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ (HTMS) અને વિડીયો ઈંસીડેંટ ડીટેક્સન સીસ્ટમ (VIDS) પણ રહેલી છે. ભવિષ્યના રાજમાર્ગો માટે આ સીસ્ટમ એક બેંચમાર્ક સેટ કરશે અને પર્યાવરણને અનુકુળ પણ છે. એક્સપ્રેસવેને દ્રુતમાર્ગ, કે દ્રુતગમી માર્ગ પણ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય એક્સપ્રેસવે પ્રાધીકરણ રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ સંચાલિત કરવામાં આવે છે, અને તેના નિર્માણ અને જાળવણી માટે પણ પ્રભારી હોય છે.

ભારતમાં કુલ એક્સપ્રેસવે – લગભગ ૨૧ થી ૨૫

ભારતમાં એક્સપ્રેસવેની કુલ લંબાઈ – ૧૫૮૧.૪ કી.મી.

સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય એક્સપ્રેસવે – અમદાવાદ – વડોદરા એક્સપ્રેસવેને ભારતમાં સર્વશ્રેષ્ઠ એક્સપ્રેસવે તરીકે ઓળખવામાં આવે છે. તે ૯૫ કી.મી. લાંબો છે.

ભારતમાં સૌથી લાંબો એકપ્રેસવે – આગ્રા-લખનઉં એક્સપ્રેસવે, ૩૦૨ કી.મી. લાંબો

એક્સપ્રેસવે ઉપર કારો માટે વધુમાં વધુ ગતિ મર્યાદા – ૧૨૦ કી.મી. / કલાક

એક્સપ્રેસવે ઉપર બે પૈડા વાળા વાહનો માટે વધુમાં વધુ ગતિ – ૮૦ કી.મી. / કલાક

એક્સપ્રેસવે અને રાષ્ટ્રીય રાજમાર્ગો વચ્ચે અંતર :

રાષ્ટ્રીય રાજમાર્ગ અને એક્સપ્રેસવે વચ્ચે મુખ્ય અંતર ‘પહોચ’ નિયંત્રણનું છે.

એક્સપ્રેસવેમાં રોડ બહુગુણિત નથી હોતા, ત્યાં ઉપર પહોંચ નિયંત્રિત હોય છે. એટલે કે જ્યાં વાહન એક સીમિત સ્થાન માંથી પ્રવેશ કરી શકે છે, અને આગળ બીજા રોડ જોડાતા નથી કે તે એક્સપ્રેસવેને ક્યાય પણ પાર નથી કરતા. તેને એ રીતે પણ સમજી શકાય છે કે, એક્સપ્રેસવે સુધી પહોંચવાના રસ્તા સીમિત હોય છે, એટલે થોડા નિર્ધારિત સ્થળો ઉપરથી જ વાહન એક્સપ્રેસવે ઉપર પહોંચે છે.

તેનાથી કોઈ બીજા રોડ ન તો જોડાય છે અને ન તો ત્યાં થઇને પસાર થાય છે. તેને કારણે અકસ્માતની શક્યતા પણ ઓછી થાય છે. પરંતુ રાષ્ટ્રીય રાજમાર્ગોની બાબતમાં ઘણા રોડ એવા છે, જે ઘણા સ્થાનો ઉપર રાજમાર્ગો સાથે ભળી જાય છે કે તેને પાર કરે છે. એટલે રાજમાર્ગથી થઇને ઘણા રસ્તા પસાર થાય છે અને જોડાય છે.

રાજમાર્ગ રોડવેઝને આપવામાં આવતો એક સામાન્ય શબ્દ છે, જે મહત્વના શહેરો, ગામ વગેરેને જોડે છે. અને સામાન્ય રીતે વધુ ગતી પૂરી પાડવા માટે તેમાં ખાસ કરીને ૪ લેન હોય છે. પરંતુ એકપ્રેસવે એક વધુ ગતી વાળા રોડની ફ્રેમ હોય છે, જેમાં ઓછા રોડ જોડાય છે કે એમાં થોડી જ પહોંચ હોય છે. તેમાં ઘણી સુવિધાઓ પણ હોય છે જેવી કે એક્સેસ રેંપ, લેન ડીવાઈડર વગેરે. એવું રાજમાર્ગમાં નથી હોતું.

શું તમે ફ્રીવે વિષે જાણો છો?

ફ્રીવે મુખ્ય રીતે વધુ ગતિ વાળા વાહનોને આવવા જવા માટે બનાવવામાં આવે છે. તે નિયંત્રિત પ્રવેશ વાળા રાજમાર્ગનો એક ઉચ્ચતમ વર્ગ છે. ભારતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રણાલીમાં માત્ર બે જ ફ્રીવે છે જે મુંબઈ દ્વીપ શહેરમાં વધુ ભીડને ઓછી કરવા માટે પૂર્વી ફ્રીવે અને પશ્ચિમી ફ્રીવે બનાવવામાં આવ્યા છે.

તો હવે તમે જાણી ગયા હશો કે એક્સપ્રેસવે ઘણી સુવિધાઓ સાથે ઉચ્ચ ગતી વાળા રોડ હોય છે અને એમાં પહોંચ ઓછી હોય છે. પરંતુ રાજમાર્ગમાં ઘણા રોડ હોય છે અને સામાન્ય રીતે તેમાં ૪ લેન હોય છે.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.