સમય કાઢીને બનાવી છે કુદરતે આ 4 એક્ટ્રેસને, સુંદર દેખાવા માટે જરૂર નથી પડતી વધારે મેકઅપની

કોઈ પણ છોકરી માટે તેની સુંદરતા સૌથી ઘણું મહત્વ ધરાવે છે. દરેક છોકરી એવું ઈચ્છે છે કે, તે બીજા કરતા વધુ સુંદર અને આકર્ષક દેખાય. અને વાત જયારે બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની આવે, તો એમાં તો સુંદર દેખાવાની હોડ લાગી હોય છે. એમાં ઘણી અભિનેત્રીઓ તો આકર્ષક દેખાવા માટે જાત જાતની સર્જરીઓ પણ કરાવી ચુકી છે. અને ઘણી અભિનેત્રીઓ એવી પણ છે જે સુદંર દેખાવા માટે ઢગલાબંધ મેકઅપ લગાવે છે. તેના ચહેરા ઉપર રહેલા ખીલ અને ડાઘ ધબ્બા, આંખ નીચેના કાળા કુંડાળા વગેરેને છુપાવવા માટે તેમણે મેકઅપની મદદ લેવી પડે છે.

જો તમે આ અભિનેત્રીઓને મેકઅપ વગર જોશો તો તેને ઓળખવી મુશ્કેલ બની જશે. પણ અમુક એવી અભિનેત્રીઓ પણ છે એકદમ ઓછા મેકઅપમાં પણ ઘણી સુંદર દેખાય છે. આજની આ પોસ્ટમાં અમે તમરો બોલીવુડ ઈન્ડસ્ટ્રીની થોડી એવી અભિનેત્રીઓ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે મેકઅપ વગર ઘણી સુંદર દેખાય છે. તેમને સુંદર દેખાવા માટે ભારે મેકઅપની જરૂર નથી પડતી.

નોરા ફ્તેહી : ઘણા ઓછા સમયમાં નોરા ફ્તેહીએ બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી લીધી છે. પોતાના ડાંસ માટે પ્રસિદ્ધ નોરા ઘણી ફેમસ બોલીવુડ ફિલ્મોમાં આઈટમ નંબર કરી ચુકી છે. દર્શકોથી લઈને ફિલ્મો કલાકારો તેના ડાંસની ઘણી પ્રસંશા કરે છે. તે સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ માં એક નાના રોલમાં જોવા મળી હતી.

નોરાએ ‘સ્ત્રી’ (કરમિયા), ‘બટલા હાઉસ’ (સાકી સાકી) અને ‘પરમાણુ’ (દિલબર દિલબર), ‘મરજાવા’ (એક કમ ઝિંદગાની) જેવી ફિલ્મોમાં હીટ આઈટમ નંબર આપ્યા છે. નોરા દેખાવમાં ઘણી સુંદર છે, અને તેની સ્કીન એટલી ગ્લોવિંગ છે કે તેને સુંદર દેખાવા માટે કોઈ મેકઅપની જરૂર નથી પડતી.

યામિ ગૌતમ : યામિ ગૌતમ બોલીવુડની એક જાણીતી અભિનેત્રી છે. યામિએ પોતાના બોલીવુડ કારકિર્દીની શરુઆત આયુષ્યમાન ખુરાના સાથે ફિલ્મ ‘વિક્કી ડોનર’ થી કરી હતી. ત્યાર પછી તે ‘કાબિલ’, ‘સનમ રે’, ‘બદલાપુર’, ‘બત્તી ગુલ મીટર ચાલુ’ અને ‘ઉરી’ જેવી ફિલ્મોમાં જોવા મળી. ઉરી ફિલ્મ કર્યા પછી યામિ પોતાનું નામ બોલીવુડની ટોપ હિરોઈનોમાં સામેલ કરી ચુકી છે. યામિ દેખાવમાં ઘણી જ સુદંર છે અને સોશિયલ મીડિયા ઉપર તેના લાખો ફોલોઅર્સ છે. યામિ કુદરતી રીતે જ ઘણી સુંદર છે અને તેને હેવી મેકઅપની જરૂર નથી પડતી.

તમન્ના ભાટિયા : એ કહેવું ખોટું નહિ હોય કે, તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રી છે. તમન્નાએ બોલીવુડની પણ થોડી ફિલ્મોમાં હાથ અજમાવ્યો છે. તમન્નાએ સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ માં ‘અવંતિકા’ નું પ્રસિદ્ધ પાત્ર ભજવ્યું હતું. તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક એવી હિરોઈન છે, જેની સ્કીન એટલી ક્લિયર છે કે તેણે સુદંર દેખાવા માટે કોઈ પ્રકારના મેકઅપની જરૂર નથી પડતી.

ઉર્વશી રોટેલા : ઉર્વશીએ ફિલ્મ ‘સિંહ સાહબ ઘી ગ્રેટ’ થી બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. ત્યારે તે માત્ર ૧૭ વર્ષની હતી. હજુ સુધી તે થોડી ગણી ગાંઠી ફિલ્મોમાં જ જોવા મળી છે. ઉર્વશીએ ૨૦૧૫ મિસ યુનિવર્સલ કોન્ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. માત્ર ૨૪ વર્ષની ઉંમરમાં જ તેણે લોકોના દિલોમાં જગ્યા બનાવી લીઘી છે. ઉર્વશીનું નામ બોલીવુડની એ અભિનેત્રીઓમાં જોડાયેલું રહે છે, જે દેખાવમાં ઘણી સુંદર છે અને જેને સુદંર દેખાવા માટે ભારે મેકઅપની જરૂર નથી પડતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.