આ શિવકુંડ ઉપર મોટી સંખ્યામાં શિવભક્તો આવે છે અને તેને આસ્થા સાથે જોડીને ભગવાન ભોલેનાથની કૃપા ગણાવે છે.
અપણા દેશમાં દેવી દેવતાઓ અને ધાર્મિક આસ્થાઓનું ઘણું મહત્વ છે, ઘણા પવિત્ર સ્થાન, નદી, પહાડ વગેરે બધા એવા સ્થાન છે. જે આપણે બધા સાથે આસ્થાથી જોડાયેલા છે અને ત્યાં સુધી કે વેજ્ઞાનિક પણ ક્યારે ક્યારે આશ્ચર્યચકિત થઇ જાય છે કે છેવટે આ ચમત્કાર થાય છે કે કેમ, તેમના મુજબ આ ચમત્કાર નથી. પરંતુ કુદરતી અને રાસાયણિક ઘટના છે.
ચમત્કાર કે એવું કહો કે લોકોની આસ્થા સાથે જોડાયેલું છે સોહના શહેરનો પ્રસિદ્ધ શિવકુંડ, જે દેશ આખામાં અધ્યાત્મિક જ નહિ પરંતુ વેજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ઘણો લોકપ્રિય છે અને માત્ર એટલું જ નહી પરંતુ દિવસેને દિવસે જેમ જેમ લોકોને તેના વિષે ખબર પડતી જાય છે, આ અદ્દભુત શિવકુંડનું મહત્વ ઘણું વધતું જઈ રહ્યું છે અને સાથે જ લોકોનો વિશ્વાસ પણ.
ખાસ કરીને અમે વાત કરી રહ્યા છીએ, એક એવા કુંડ વિષે જેના વિષે એવું પ્રચલિત છે કે અહિયાં સ્નાન કરવાથી કોઈપણ પ્રકારના ચામડીના રોગ દુર થઇ જાય છે. એવું કેમ થાય છે? તે વાતની જાણ હાલમાં હજુ સુધી વેજ્ઞાનિક પણ નથી લગાવી શક્યા. પરંતુ હા, આ કુંડના ચમત્કાર જોઈને લોકોમાં તેના પ્રત્યે આસ્થા ઘણી જ પ્રબળ થતી જઈ રહી છે.
દિલ્હીથી લગભગ ૬૦ કી.મી. દુર હરિયાણાની સરહદમાં આવેલો આ શિવકુંડ અરાવલી પર્વતમાળાની તળેટીમાં વસેલું છે. આ શિવકુંડ ઉપર મોટી સંખ્યામાં શિવભક્ત આવે છે અને તેને આસ્થા સાથે જોડીને ભગવાન ભોલેનાથની કૃપા ગણાવે છે.
૯૦૦ વર્ષ જુનો છે ઈતિહાસ :-
તમને જાણીને નવાઈ થશે કે આ શિવકુંડ ન માત્ર હરિયાણાના લોકો પરંતુ તે ઉપરાંત દિલ્હી, રાજસ્થાન, યુપી, હરિયાણા, ઉત્તરાંચલ, મધ્યપ્રદેશ માંથી પણ લોકો અહિયાં સ્નાન કરવા માટે આવે છે. અહિયાં આવેલા બધા લોકોને આ ગરમ પાણીને જે ચામડીના રોગ માટે રામબાણ ગણાવે છે, તે એ પણ કહે છે કે શિયાળામાં સ્નાન કરતા જ અદ્દભુત આનંદ મળે છે.
આ અદ્દભુત કુંડ વિષે એવું પ્રચલિત છે કે લગભગ ૯૦૦ વર્ષ પહેલા રાજા સાવન સિંહે સોહના શહેરને વસાવ્યું હતું. મંદિરના મહંત વિષ્ણુ પ્રસાદ કહે છે કે ચતુર્ભુજ નામના એક વણઝારાએ આ કુંડની શોધ કરી અને અહિયાં ઘાટ બનાવરાવ્યો હતો. પછી અહિ એક ભવન અને મંદિર બનાવરાવ્યું હતું, ત્યાર પછીથી આ કુંડનું નામ શિવકુંડ પડી ગયું.
વૈજ્ઞાનિકો દ્વારા ચાલી રહ્યો અધ્યયન :-
આ શિવકુંડને ન માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિથી પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે અને તેના અદ્દભુત રહસ્યને લઇને સમય સમય ઉપર શોધકર્તા આવતા રહે છે અને તેનું રહસ્ય જાણવાનો પ્રયાસ કરતા રહે છે. એવી માન્યતા છે કે આ કુંડ માંથી કુદરતી રીતે નીકળતા જળમાં ગંધક હોય છે અને આ યોગ્ય પ્રમાણમાં અને કુદરતી ગંધકને કારણે ચામડી સાથે સંબંધિત લગભગ દરેક પ્રકારના રોગોમાં લાભ મળે છે.
માત્ર એટલું જ નહિ પણ તેના વિષે એવું પણ કહેવામાં આવે છે કે આ જળમાં બીજા કુદરતી તત્વોનો સમાવેશ તેની ગુણવત્તામાં ઘણો વધારો કરે છે. આમ તો જે પણ કહો પરંતુ આવા પ્રકારના કુદરતી અને ધાર્મિક સ્થળ લોકોમાં એક પ્રકારની આસ્થા જાળવી રાખી છે કે આજે પણ ધરતી ઉપર ભગવાનનું અસ્તિત્વ છે.