નવા વર્ષમાં જરૂર લઈ જાવ આ વસ્તુ, આખું વર્ષ રહેશે ઘરમાં બરકત, લક્ષ્મીની કૃપાથી દૂર થશે ધનની અછત

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના કુટુંબમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઉભી ન થાય, પરંતુ ન ઇચ્છવા છતાં પણ કોઈને કોઈ પ્રકારની તકલીફો ઉભી થવા જ લાગે છે, ખાસ કરીને જોવામાં આવે તો મોટાભાગના લોકો ધન સાથે જોડાયેલી ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. જો તમે પણ તમારા નવા વર્ષને ઉત્તમ બનાવવા માગો છો, અને તમે ઈચ્છો છો કે ૨૦૨૦ નું વર્ષ તમારા માટે પ્રગતી અને આનંદથી ભરપુર રહે, તો તમે નવા વર્ષના સમયે થોડી વસ્તુ તમારા ઘરમાં જરૂર લઇ આવો. તે તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે.

આજે અમે તમને આ પોસ્ટ દ્વારા થોડી એવી વસ્તુ વિષે જાણકારી આપવાના છીએ, જે તમે નવા વર્ષમાં ખરીદી લાવો છો તો તેનાથી કુટુંબમાં સુખ શાંતિ અને ખુશીઓ આવશે અને વર્ષ આખું કુટુંબમાં ધનની અછત નહિ રહે. આ વસ્તુ ઘરમાં લાવવાથી બરકત જળવાઈ રહે છે.

આવો જાણીએ નવા વર્ષમાં કઈ વસ્તુ લાવવી?

દેવી લક્ષ્મીના ચરણ(પદ) ચિન્હ :

જો તમે નવા વર્ષમાં તમારા ઘરની અદંર ધનની દેવી માતા લક્ષ્મીજીના પદ ચિન્હ લઈને આવો છો, અને તેની નિયમિત રીતે પૂજા અર્ચના કરો છો તો તેનાથી ધનની પ્રાપ્તિના રસ્તા ખુલશે અને સામાજિક ક્ષેત્રમાં માન સન્માનની પણ પ્રાપ્તિ થાય છે.

લક્ષ્મી-ગણેશની મૂર્તિ :

જો તમે વાસ્તુ શાસ્ત્ર મુજબ જોશો, તો જો નવા વર્ષમાં ગણેશજીની મૂર્તિ ઘરમાં લાવવામાં આવે તો તેના કારણે ધન આગમનમાં જે પણ અડચણો ઉભી થઇ રહી છે તે દુર થઇ જાય છે. જો તમે નવા વર્ષ ઉપર ભગવાન ગણેશ અને લક્ષ્મીની ચાંદીની મૂર્તિ લઈને આવો છો તો તમે તેને તમારા ધન રાખવાના સ્થાન ઉપર સ્થાપિત કરો.

લાફીંગ બુદ્ધા :

જો તમે નવા વર્ષમાં લાફીંગ બુદ્ધા ઘરમાં લાવો છો, તો તેનાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહે છે. જો તમે તેને તમારા ઘરમાં ઉત્તર પૂર્વ ખૂણામાં ૩૦ ડીગ્રી ઊંચાઈ ઉપર સ્થાપિત કરો છો તો તેનાથી તમને આર્થિક પ્રગતી પ્રાપ્ત થશે, અને તમે તમારી કારકિર્દીમાં સતત સફળતા પ્રાપ્ત કરશો.

ધાતુમાંથી બનેલા કાચબા :

જો તમે તમારા ઘરમાં ધાતુ માંથી બનેલા કાચબા લાવો છો, તો તેનાથી કુટુંબમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. ચીની વાસ્તુ શાસ્ત્ર મુજબ આ વસ્તુ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દુર થાય છે, અને ધન સંબંધિત તકલીફોનું પણ સમાધાન થાય છે. જો તમે વર્ષની શરુઆતમાં ધાતુમાંથી બનેલા કાચબ કે ડ્રેગનની મૂર્તિ ખરીદી લાવો છો તો તે શુભ માનવામાં આવે છે.

મોર પીંછ :

જેમ કે તમે લોકો જાણો છો કે, મોર પીંછને ઘણું જ શુભ માનવામાં આવે છે, શાસ્ત્રોમાં પણ મોર પીંછને ઘણું જ શુભ અને પવિત્ર ગણવામાં આવ્યું છે. આપણે ત્યાં કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે, તો તેમાં મોર પીંછનો ઉપયોગ થાય છે. એવું માનવામાં આવે છે કે, મોર પીંછનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી કાર્ય સફળ થાય છે. જો તમે નવા વર્ષની શરુઆતમાં તમારા ઘરમાં મોર પીંછ લાવો છો, તો તેનાથી તમારા ઘરમાં વર્ષ આખું સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.