નવા વર્ષમાં ખુશહાલી માટે જરૂર કરી લો આ ઉપાય, ઘરમાં થશે લક્ષ્મીનો વાસ.

દરેક માણસ વીતી ગયેલી વાતો ભૂલીને તે પોતાના જીવનની સારી શરુઆત કરવા માંગે છે, જેમ કે લોકો જાણે છે ૨૦૧૯નું વર્ષ ઘણું જલ્દી પૂરું થવાનું છે અને નવા વર્ષની શરુઆત થશે, ૨૦૨૦માં લોકો તે આશામાં બેઠા હશે કે કદાચ બની શકે છે કે આ વર્ષ આપણા માટે ભાગ્યશાળી સાબિત થાય? બધા પોતાના ખરાબ સમય માંથી છુટકારો મેળવવા માંગે છે, જો તમે પણ તમારા આવનારા વર્ષને સારું બનાવવા માગો છો, તો તેના માટે અમે તમને થોડા ઉપાય જણાવવાના છીએ. જેની મદદથી તમે તમારા જીવનની તમામ તકલીફો માંથી છુટકારો પ્રાપ્ત કરી શકશો.

જો જીવનને આનંદથી ભરપુર બનાવવું છે અને ધનની પ્રાપ્તિ કરવી છે. તો તેના માટે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ઘણા જ જરૂરી છે. જો તમારી ઉપર લક્ષ્મીજીની કૃપા થશે તો તમે ધન ધાન્યથી પરિપૂર્ણ રહેશો, ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્રમાં થોડા એવા ઉપાય જણાવવામાં આવ્યા છે. જે અપનાવવાથી વ્યક્તિનો સમય આનંદમય બને છે.

આવો જાણીએ નવા વર્ષને આનંદમય બનાવવા માટે ક્યા કરવા ઉપાય :-

એવું કહેવામાં આવે છે કે જે સ્થાન સ્વચ્છ અને સુગંધિત હોય છે તે સ્થાન ઉપર માતા લક્ષ્મીજીનો વાસ થાય છે, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થાય, તો તમે તમારા ઘરની સાફ સફાઈ જરૂર કરી લો, તમે નવા વર્ષ પહેલા ઘરમાં પડેલી નકામી વસ્તુ બહાર કાઢી નાખો અને તમારા ઘરના સ્વચ્છ રાખો.

તમે તમારા ઘરમાં મીઠું, ફટકડી અને ગૌમૂત્રથી પોતું લગાવી શકો છો, એમ કરવાથી જ ઘરની નકારાત્મક ઉર્જા દુર થાય છે.

જો નવા વર્ષના પહેલા દિવસે કોઈનો જન્મ દિવસ, લગ્નની વર્ષગાંઠ છે તો પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ, તમે વર્ષની શરુઆતમાં બધું સારું કરવા માટે સંકલ્પ લો અને પૂરો પ્રયાસ જરૂર કરો.

નવા વર્ષ ઉપર તમે ઝાડ-છોડ લગાવીને તેની સેવા કરો, કેમ કે ઝાડ છોડ આપણા માટે ઘણા જ લાભદાયક માનવામાં આવે છે, શાસ્ત્રોમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘણા બધા ઝાડ છોડ એવા હોય છે. જે આપણી કુંડળીમાં રહેલા ગ્રહ નક્ષત્રોની ખરાબ સ્થિતિ માંથી છુટકારો અપાવે છે.

જો તમે સારું આરોગ્ય મેળવવા માગો છો, તો રોજ એક માળા મહામૃત્યુંજય મંત્રના જાપ જરૂર કરો, જો તમે સતત ૪૦ દિવસ સુધી જાપ કરશો, તો તેનું તમને સારું પરિણામ મળશે.

જો તમારી ઉપર વધુ કરજ છે અને તમારા કરજ માંથી છુટકારો નથી મળી રહ્યો કે પછી ખોટા ખર્ચા વધુ થઇ રહ્યા છે તો તે સ્થિતિમાં તમે નવા વર્ષ ઉપર લક્ષ્મીજીનો કોઈ પણ મંત્રને શરુ કરી દો અને દિવાળી ઉપર હવન કરાવો, આ ઉપાય કરવાથી ધન લાભ પ્રાપ્ત થાય છે અને કુટુંબમાં ધનની આવક વધે છે.

જો કોઈ વ્યક્તિના કામકાજમાં કોઈ પ્રકારની અડચણ ઉભી થઇ રહી છે તો તેવામાં એક માળા મંત્ર

“ॐ नमो भास्कराय त्रिलोकात्मने।

महपति वश्यं कुरु-कुरु स्वाहा।।” નો મકર સંક્રાંતિથી જાપ કરો.

જે લોકોના મહત્વના કાર્યોમાં અડચણ ઉભી થઇ રહી છે. તે વસંત પંચમીથી એક માળા મંત્ર

“ॐ श्रीं श्रीं ॐ ॐ श्रीं श्रीं हूं फट् स्वाहा।” ના જાપ કરો તેનાથી લાભ મળશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.