નવરાત્રીમાં 9 કન્યાઓ વચ્ચે કેમ બેસાડવામાં આવે છે 1 છોકરાને? જાણો શું છે એની પાછળનું કારણ?

નવરાત્રીના છેલ્લા દિવસે કન્યાનું પૂજન કરવામાં આવે છે. પરંતુ આ પૂજા છોકરાની હાજરી વગર અધૂરુ ગણવામાં આવે છે. જેને સાદી ભાષામાં ‘લંગુર’ કહેવામાં આવે છે.

આખા દેશમાં ચૈત્રી નવરાત્રીનું પર્વ ખુબ ધામધૂમથી ઉજવામાં આવે છે, ચારે તરફ માતા દુર્ગાની પૂજા અર્ચના કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં માતા દુર્ગાની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે, આ પરંપરાથી ભક્તો માતા દુર્ગાની પૂજા કરતા હોય છે અને નવ દિવસ ઉપવાસ પણ કરાતા હોય છે.

પરંતુ નવરાત્રી ત્યાં સુધી અધૂરી માનવામાં આવે છે. જ્યાં સુધી કન્યા પૂજન ના કરવામાં આવે. જી હા, કન્યા પૂજન વગર નવરાત્રી સફળ નથી માનવામાં આવતી. જેથી આઠમ કે નોમ વખતે કન્યા પૂજન કરવામાં આવે છે. તો ચાલો અમારા આ લેખમાં તમારા માટે શું છે ખાસ?

નવરાત્રીમાં કન્યા પૂજન માટે તેમને પોતાના ઘરે બોલવામાં આવે છે, કન્યાને દેવીનું સ્વરૂપ માનીને પૂજન કરાવમાં આવે છે, પરંતુ આ કન્યામાં એક છોકરો પણ હોય છે, નવરાત્રીના છેલ્લા દિવસે કન્યાનું પૂજન કરવામાં આવે છે. પરંતુ આ પૂજન એક છોકરા વગર અધૂરું માનવામાં આવે છે. જેને સાદી ભાષામાં ‘લંગુર’ કે ‘લંગુરિયા’ કહેવામાં આવે છે. મતલબ ચોખ્ખો છે કે 9 કન્યા વચ્ચે એક લંગુર હોવો જરૂરી છે, નહી તો તમારુ કન્યા પૂજન ફોક થઇ જશે.

કન્યા પૂજનમાં એક છકરો શા માટે બેસાડવામાં આવે છે?

કન્યા પૂજનમાં બેસાડવાં આવતા એક છોકરાને લંગુર કહેવામાં આવે છે. અને આ લંગુર હનમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. એના પાછળની માન્યતા એ છે કે જેવી રીતે માતા વૈષ્ણો દેવીના દર્શન પછી ભૈરવનું દર્શન કરવાથી જ દર્શન પૂરું માનવામાં આવે છે. બસ એ જ રીતે કન્યા પૂજન લંગૂરના પૂજન સાથે જ પૂરું થાય છે. કન્યા પૂજનમાં જો તમે લંગૂરને નથી બેસાડતા, તો તમારી પૂજા સફળ નહિ થાય. એટલા માટે લંગૂરની પૂજા અવશ્ય કરાવી જોઈએ.

કન્યા પૂજનની વિધિ :-

એમાં તો બધાને ત્યાં અલગ અલગ રીત રિવાજ હોય છે. પરંતુ કન્યા પૂજન વિધિ વિધાન પ્રમાણે જ કરવું જોઈએ. જેના માટે નીચે બતાવ્યું છે.

1. કન્યા પૂજન માટે કન્યાને એક દિવસ પહેલા જ આમંત્રણ આપો.

2. કન્યા પૂજન વખતે કન્યાને આમતેમથી પકડી લાવવી એ યોગ્ય નથી માનવામાં આવતું.

3. કન્યાઓના ઘરે આવતા જ તેમનું સ્વાગત ફૂલની કરવું અને માતા દુર્ગાના બધા નામનો જયજયકાર કરો.

4. કન્યાને ચોખ્ખી જગ્યા પર બેસાડીને તેમના પગ ધુઓ.

5. કન્યાના માથા પાર ચાંલ્લો કરો અને માતા દુર્ગાનું નામ લો.

6. એના પછી પોતાની ઈચ્છા પ્રમાણે કન્યાઓને ભોજન કરવો.

7. કન્યાઓના ભોજન પછી તેમને પોતાની ઈચ્છા પ્રમાણે ભેટ સોગાદ આપો.

8. અને પછી કન્યાઓના પગે લાગીને આશીર્વાદ લો.

કન્યા પૂજન માટે કન્યાઓની ઉંમર કેટલી હોવી જોઈએ?

કન્યા પૂજન માટે કન્યાની ઉંમર 2 વર્ષથી લઈને 9 વર્ષ સુધીની હોવી જોઈએ. એમાં 3 કન્યાની ઉંમર 9 વર્ષની હોવી જોઈએ અને લંગૂરની ઉંમર 7 થી 9 વર્ષની હોવી જોઈએ. અને તમારા જ્યાં નવ કન્યાઓથી વધુ આવે છે, તો તમને પરેશાની ના હોવી જોઈએ, પરંતુ બધી કન્યાઓને પ્રેમથી ખવડાવું જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.