નવરાત્રીના પવિત્ર દિવસોમાં ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીંતર માંના આશીર્વાદ નહિ મળે.

૨૯ તારીખથી માતા દુર્ગાની પવિત્ર નવરાત્રી શરુ થઇ ચુકી છે, ૯ દિવસો સુધી માતાના નવ રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે, ભક્ત ૯ દિવસ સુધી નવરાત્રીમાં માતા રાનીની ઉપાસના કરે છે અને માતા રાનીને પ્રસન્ન કરવા માટે તેની પૂજા પાઠ કરે છે. ધામિક માન્યતાઓ મુજબ જો નવરાત્રીના ૯ દિવસો સુધી માતા રાનીના રૂપોની અર્ચના કરવામાં આવે છે, તો તેના કુટુંબમાં સુખ શાંતિનું આગમન થાય છે, અને વ્યક્તિની ઈચ્છા માતા રાની પૂરી કરે છે.

પરંતુ નવરાત્રીના ૯ દિવસોમાં માતાની પૂજા દરમિયાન થોડી વાતોનું વિશેષ ધ્યાન રાખવું ઘણું જ જરૂરી છે, જો તમે આ વાતોનું ધ્યાન રાખશો, તો તેનાથી માતા રાની તમારી ઉપર જરૂર પ્રસન્ન થશે અને તમને ઈચ્છા મુજબ ફળ પૂરું પાડશે.

શાસ્ત્રો મુજબ નવરાત્રીના દિવસોને લઈને થોડા નિયમ બતાવવામાં આવ્યા છે, જો તેનું પાલન ન કરવામાં આવે તો તેનાથી માતાના આશીર્વાદ નથી મળી શકતા, આજે અમે તમને થોડી એવી જ વિશેષ વાતો વિષે માહિતી આપવાના છીએ, જેની ઉપર ધ્યાન આપવું ઘણું જ જરૂરી છે.

આવો જાણીએ નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં કઈ એવી ન કરવી જોઈએ ભૂલો

માન્યતા મુજબ એવું જણાવવામાં આવે છે કે જ્યાં મહિલાઓનું સન્માન થાય છે, માતા તે લોકો ઉપર પ્રસન્ન થાય છે, એટલા માટે તમે નવરાત્રીના પવિત્ર દિવસોમાં દરેક મહિલાઓનું સન્માન કરો. તેનાથી તમારી ઉપર માતા રાનીની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાઈ રહેશે, તે ઉપરાંત મહિલાઓનું સન્માન કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીજીની પણ કૃપા થાય છે, માત્ર નવરાત્રીના દિવસોમાં જ નહિ પરંતુ હંમેશા માટે મહિલાઓનું સન્માન કરવું જરૂરી છે.

નવરાત્રીનો દિવસ ઘણો જ પવિત્ર માનવામાં આવે છે અને તે દિવસે માતા રાનીના સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, એટલા માટે સ્ત્રીઓ અને પુરુષોએ આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે, જો તમે સ્વચ્છ મનથી માતાની પૂજા અર્ચના કરો છો, તો તેનાથી માતા રાની તમારી ઉપર તરત પ્રસન્ન થશે.

જો તમે તમારા ઘરમાં કળશની સ્થાપના કરી રહ્યા છો, તો તે ઉપરાંત તમે તમારા ઘરને ક્યારે પણ ખાલી ન રાખો. કળશ સ્થાપના કર્યા પછી ઘરના કોઈ પણ સભ્ય ઘરમાં હાજર રહેવા જરૂરી છે અને નવરાત્રીના દિવસોમાં દિવસે ન ઊંઘો.

તમે નવરાત્રીના દિવસોમાં તમારા મનને શાંત રાખો અને માતાનું સ્મરણ કરતા રહો. તમે તમારા ઘરમાં નવરાત્રીના દિવસોમાં શાંતિ જાળવી રાખો, તેનાથી માતાના આશીર્વાદ મળે છે, તમે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદ ન કરો કેમ કે જે ઘરમાં વાદ વિવાદ હોય છે, તે ઘરમાં સમૃદ્ધી નથી રહેતી.

જેમ કે તમે લોકો જાણો છો નવરાત્રીનો પવિત્ર તહેવાર વર્ષમાં બે વખત જ આવે છે એટલા માટે તમે એ વાતનું ધ્યાન રાખો કે તમે સુવામાં સમય ન બગાડશો, તમે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને માતાનું ધ્યાન ધરો, જો તમે નવરાત્રીના દિવસોમાં દુર્ગા સપ્તશતીના પાઠ કરો છો તો તેનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

નવરાત્રીના દિવસોમાં તમે સાત્વિક આહારનું સેવન કરો, ડુંગળી, લસણ અને માંસ-દારુથી દુર રહો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.