નવરાત્રીના છેલ્લા દિવસોમાં કરો આ 5 ટોટકા, માં દુર્ગાના આશીર્વાદથી ખુલી જશે તમારું નસીબ.

નવરાત્રીના ટોટકા અસરકારક હોય છે, જેથી તમારી તમામ મનોકામના પૂરી થઇ શકે છે.

નવરાત્રીના નવ દિવસ દુર્ગા માંને પ્રસન્ન કરવાનો સૌથી સારો સમય માનવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસોમાં જો તમે દુર્ગા માતાને પ્રસન્ન કરવા માંગે છે, તો વિધિ વિધાન સાથે પૂજા પાઠ કરવા જોઈએ. નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે, જેમાંથી બે નવરાત્રી ઘણી જ ધામધૂમ સાથે મનાવવામાં આવે છે, તો બે નવરાત્રીને ગુપ્ત નામથી ઓળખવામાં આવે છે.

હાલમાં ચૈત્ર નવરાત્રી આવવાની છે. જેનાથી આખો દેશ ભક્તિમયમાં ડૂબી જશે. આ વખતે ચૈત્ર નવરાત્રી ૬ એપ્રિલથી શરુ થઇ રહી છે અને તેની પુર્ણાહુતી 14 એપ્રિલના રોજ થશે. તે બાબતમાં અમે તમને નવરાત્રીના થોડા ટોટકા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ કે અમારા આજના લેખમાં તમારા માટે શું વિશેષ છે?

નવરાત્રીના નવ દિવસ જે રીતે પૂજા પાઠનું મહત્વ હોય છે, બસ તે જ રીતે કેટલાક લોકો ઘરમાં સુખ શાંતિ માટે ઉપાયો કરે છે. નવરાત્રીમાં કરેલા ઉપાયો ઘણા અસરકારક હોય છે અને મનાય છે કે નવરાત્રીના ઉપાયોથી ઘરમાં ક્યારેય અશાંતિનું વાતાવરણ નથી થતું અને દરેક ઈચ્છા પૂરી થાય છે. જી હા, નવરાત્રીના ઉપાયો ઘણા અસરકારક હોય છે, જેનાથી તમારી બધી ઈચ્છા પૂરી થઇ શકે છે. તો ચાલો જાણીએ કે નવરાત્રીના ઉપાયો ક્યા ક્યા હોય છે અને તેનાથી તમને શું શું લાભ મળી શકે છે.

ધનલાભ માટે :-

જો તમે આર્થીક તંગીથી તકલીફમાં છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો, તો નવરાત્રીના છેલ્લા દિવસે કોઈ બંધ રૂમમાં ઉત્તર દિશા તરફ મોઢું કરીને પીળા આસન પર બેસી જાઓ. તેના પછી 9 દીવાઓ સામે લાલ ચોખાનો એક ઢગલો બનાવીને તેના પર એક શ્રીયંત્ર રાખી દો અને પછી તે શ્રીયંત્રની પૂજા અર્ચના કરો. પૂજા પૂર્ણ થયા પછી શ્રીયંત્રને ઘરના મંદિરમાં સ્થાપિત કરો અને બાકી વસ્તુઓને નદીમાં વહેવડાવી દો.

ઈચ્છા માટે :-

જો તમારી કોઈ ઈચ્છા છે, જે લાંબા સમયમાં પૂર્ણ નથી થઇ રહી, તો તેના માટે તમે નવરાત્રીના છેલ્લા દિવસે કોઈ શિવ મંદિર જવું જોઈએ. શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર દુધ, દહીં, ઘી, મધ અને ખાંડ ચડાવીને તેને સારી રીતે સ્નાન કરાવો. ત્યાર પછી આખા મંદિરમાં સાફ પાણી ચડાવો અને પછી વાળીને તેને સાફ કરો. એવું કરવાથી તમારી બધી ઈચ્છા પૂર્ણ થઇ જશે.

પરિવારમાં શાંતિ માટે :-

જો તમારા પરિવારમાં શાંતિ નથી રહેતી. એટલે કે કલેશનું વાતાવરણ રહે છે, તો નવરાત્રીના છેલ્લા દિવસે સવારે સવારે ન્હાઈ લો અને પછી આ મંત્રનો જપ કરો – ‘सब नर करहिं परस्पर प्रीति। चलहिं स्वधर्म निरत श्रुति नीति।।’ આ મંત્રનો જપ તમારે 108 વાર કરવાનો છે. જો તમે આ મંત્રનો જપ દરરોજ કરશો, તો તમારા ઘરનું વાતાવરણ ઘણું સારું રહેશે અને પતી પત્ની વચ્ચે સંબંધ પણ મધુર રહેશે.

લગ્ન માટે :-

જો તમારા લગ્નમાં બાધા આવી રહી છે, તો નવરાત્રીમાં પૂજા સ્થાન પર શિવ પાર્વતીની મૂર્તિ રાખો અને પછી આ મંત્રનું 3, 5 અથવા પછી 10 વાર જપ કરો – ‘ऊँ शं शंकराय सकल-जन्मार्जित-पाप-विध्वंसनाय, पुरुषार्थ-चतुष्टय-लाभाय च पतिं मे देहि कुरु कुरु स्वाहा।।’ આ મંત્રના જપથી લગ્નમાં આવતી બધી બાધા દુર થઇ જશે.

નોકરી માટે :-

જો તમે નોકરી માટે તકલીફમાં રહો છો અને નોકરી નથી મળી રહી, તો તમારી પાસે ખુબ જ સુવર્ણ અવસર આવવાનો છે. નવરાત્રીના છેલ્લા દિવસે પૂર્વ દિશા તરફ સફેદ આસન પાથરીને પૂજા કરવાથી તમને નોકરી મળી શકે છે. તેના માટે તમારે 108 વાર આ મંત્રનો જપ કરવાનો રહેશે – ‘ऊं ह्लीं वाग्वादिनी भगवती मम कार्य सिद्धि कुरु कुरु फट् स्वाहा’। સાથે જ દુર્ગા માતાની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવી પડશે.