નવેમ્બરમાં કુલ આટલા દિવસ બંધ રહેશે બેંક, આ મહીનાની રજાઓનું અહિયાં જુવો આખું લીસ્ટ.

ભારત સરકાર દ્વારા સરકારી કચેરીઓ અને બેન્કોમાં દર વર્ષે રજાઓનું લીસ્ટ બહાર પાડવામાં આવે છે, આ વર્ષે પણ તે લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, આ વર્ષના લીસ્ટમાં નવેમ્બર મહિનામાં બેંકોમાં જે રજાઓ સરકાર દ્વારા જે લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, તેની ઉપર આપણે આજે એક નજર કરીશું. તો આવો જોઈએ બેન્કોમાં નવેમ્બર મહિનામાં ક્યાં, કેટલી અને કઈ કઈ રજાઓ આપવામાં આવી છે.

નવેમ્બર મહિનામાં કુલ ૨૨ દિવસો બેન્કોમાં ચાલુ રહેશે કામકાજ, આવો જાણીએ ક્યાં બેંક રહેશે બંધ.

જો તમે આવતા મહીને બેંક સાથે જોડાયેલા કામ કરવાનું પ્લાનિંગ કરી રાખ્યું છે, તો થોડું ધ્યાન રાખો કે નવેમ્બરમાં ૮ દિવસ બેંકોમાં કામકાજ નહિ થાય, તેના માટે જેટલું બની શકે પૈસા સાથે જોડાયેલા કામકાજ પુરા કરી લો. આ ૮ રજાઓમાં અલગ અલગ રાજ્યોમાં રહેતી, રજાઓ સાથે મહિનાના બીજા અને ચોથા શનિવાર પણ જોડાયેલા છે. એટલા માટે જો બેંક સાથે જોડાયેલા કોઈ પણ કામ છે, તો તેને સમયસર પુરા કરી લેશો. આવો જાણીએ નવેમ્બર મહિનામાં કેટલા દિવસો અને ક્યારે બેંક બંધ રહેશે.

જાણો ક્યારે અને ક્યા બંધ રહેશે બેંક

૧ નવેમ્બરના રોજ બેંગ્લોર અને ઇમ્ફાલમાં કન્નડ રાજ્યોત્સવના ઉત્સવ ઉપર બેંક બંધ રહેશે.

૨ નવેમ્બરના રોજ પટના અને રાંચીમાં છઠ્ઠ પૂજાના ઉત્સવ ઉપર બેંકોમાં રજા રહેશે.

૮ નવેમ્બરના રોજ સિલોંગમાં બાંગ્લા ઉત્સવ છે અને તે દિવસે બેંકોમાં કામકાજ ચાલુ નહિ રહે.

૯ નવેમ્બરના રોજ મહિનાનો બીજો શનિવાર છે. એટલા માટે બેંક બંધ રહેશે.

૧૨ નવેમ્બરના રોજ ગુરુ નાનક જયંતિ છે, જેથી તે સ્થળ ઉપર બેંકોમાં રજા છે. તે દિવસે બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, દહેરાદુન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કલકતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગરમાં બેંક બંધ રહેશે.

૧૫ નવેમ્બરના રોજ બેંગલુરું, જમ્મુ અને શ્રીનગરમાં કનકદાસ જયંતિ અને ઈદ-ઉલ-મિલાદ-ઉલ-નબીના ઉત્સવ ઉપર બેંકોમાં કામકાજ ચાલુ નહી રહે.

૧૯ નવેમ્બરના રોજના Lhabab Duechen સમય ઉપર ગંગટોકમાં બેંકોની રજા છે.

૨૩ નવેમ્બરના રોજ મહિનાનો ચોથો શનિવાર છે. ચોથા શનિવારે દેશની તમામ સરકારી અને પ્રાઈવેટ બેંકોમાં કામકાજ બંધ રહેશે.

નોંધ : આરબીઆઈની વેબસાઈટ ઉપર રજાઓનું લીસ્ટ જોઈ શકો છો. સાથે જ, દરેક રાજ્યના હિસાબે બેંકમાં રજાઓ અલગ અલગ રહે છે.

લીંક ઉપર ક્લિક કરી રજાઓનું લીસ્ટ જુવો

https://www.rbi.org. in/Scripts/Holiday MatrixDisplay. aspx

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.