નવી વહુ નાં નખરા ભારે હો જુયો કેવા ખેલ થાય છે બિચારા નવા નવા હરખ પદુડા ધણી નાં

સૌથી નીચે નવી વહુ પર જોરદાર કોમેડી છે અને સાથે નીચે વાંચો નવી વહુ વિષે અલકમલક ની વાતો

આ નવી વહુ કોણ હશે એ બધાને જાણવાની બહુ ઈચ્છા થાય નહી?

ગામમાં કોઈના છોકરાની નવી વહુ આવી હોય તો એ ઘરે બાઈઓના ટોળા જાય! શા માટે? વહુનો ‘વેતો’ જોવા માટે! કેટલો આંખે બાડી, શરીરે જાડી, કે જીભડી કુવાડી તો નથીને એ જોવા માટે.

વહુને લઈને સાસુ ચા પીવા લઇ જાય આખા ગામમાં. લો જુઓ મારી નવી વહુને!

બધા ઘરની ભાર એક ઓટલો હોય છે જાણો છો એ દુનિયાની સહુથી ડેન્જરસ જગ્યા છે. આ ઓટલો તો હોય છે બેસવા માટે તો પછી મેં આવું કેમ કહ્યું! તો ચાલો સંભાળીએ એ વાતો જે સાંજ ના ૪ વાગ્યા પછી ઓટલે બેસીને ચોટલા વળી બાઈઓ કરે છે.

બહાર થી બૂમ સંભળાઈ ” એ રેખાબેન!! રેખાબેન કેમ નથી દેખાતા શું કામમાં પડી ગયા છે બાજુ માં રહેલા વાનીતામાંસી બોલ્યા.અંદરથી અવાજ આવ્યો કઈ નહી જોને કપડાને ઈસ્ત્રી કરીને નવરી થઇ. વાનીતામાંસીએ કહ્યું હાલો બાર ઓટે બેસવા. હા હમણા આવું તમે બેસો. ત્યાં સામેવાળ ગીતાબહેન બહાર આવ્યા. એલાવ આજ તો મહેમાન આવ્યતા અમારે તી હમણાં નવરી થઇ. લે કોણ આવ્યું તું? અરે મારા માસીજી ના છોકરાને એની વહુ ને ઈ બધાય આયવા તા. બરાબર. ત્યાં રેખાબેન અને ચેતનાબેન પણ આવી ગયા. આ રીતે આખી શેરી માં દર પાંચ-સાત ઘર દીઠ એક ઓટલો ભરાય. અને પછી ચાલું થાય આખા ગામની પંચાત……

વાનીતામાંસી બોલ્યા એલાવ તમને ખબર છે ઓલા મગનભાઈ નથી, પ્રોવિઝન સ્ટોરવાળા એની છોકરી ભાગી ગઈ. એવી વાત સંભળાતી તી .ગીતાબેને કહ્યું કેવો કલિયુગ આવ્યો છે હે સંસ્કાર જેવું નામ નથી રહ્યું. એમાં માં-બાપ બિચારા શું કરે. રેખાબેન બોલ્યા રાડુંને સરમ જ નથી. ઉમર થાય એટલે માં-બાપ પૈણવાના જ હોય. આજકાલની પેઠી બહુ જ બગડી ગઈ છે. ચેતનાબેન ગર્વથી બોલ્યા એલાવ અમે તો ચાર બેનું મારા પાપાએ ચારેયને ૨૦ વરસ પુરા થાય એ પેલા જ લગ્ન કરી નાખ્યા. આજકાલ ભણવાના હગા થાય અને પછી પરિણામ ભોગવે. ૨

૦ વર્ષની દીકરી થાય એટલે પૈણાવી જ દેવાય. અમારી જાનકીને જો કોલેજ પૂરી થાય એટલી જ વાર છે સારું ઠેકાણું ગોતીને ઉનાળા માં ગોઠવી જ નાખવું છે. ગીતાબેન બોલ્ય સાચી વાત છે તમારી. રેખાબેને પૂછ્યું,’વાનીતાબેન તમારા જેઠની છોકરીનો સબંધ ક્યાય કાયરો’. રેખાબેન નારે ના કેવું ઠેકાણું જોય છે એ જ નથી સમજાતું. ૨૫ વરસની થઇ, ૨૫ વર્ષે તો મારે બે છોકરા થઇ ગ્યાતા. ગઈધી થઇ હવે અમે તો કઈ કેતા જ નથી. ભલે ગોખલા માં બેહાડે.

આ વાત ચાલતી હતી ત્યાં હંસાબેન અને એના છોકરાની વહુ ખુશ્બુ આવીને બેઠા. લે આજ તો ખુશ્બુ પણ આવી!! કેમ હંસાબેન મોડા આવ્યા? હંસાબેને કહ્યું મારા બેનના ભણ્યાની વહુને આણું તેડવા ગયા તા એટલે હજી થોડીક વાર પેલા જ આવ્યા. વાનીતાબેન બોલ્યા સારું સારું લ્યો. હવે તમારી ખુશ્બુને ક્યારે લાડવા ખાવા છે. હંસાબેન બોલ્યા હું તો કેટલા દિવસથી કહું છું જલ્દી સારા સમાચાર આપો તમે જ સમજાવો એમને.

રેખાબેન બોલ્યા મારા બેનની છોકરીના લગન તમારા છોકરા હરે જ થયા છે એનો ભણ્યો કેવડો મોટો થઇ ગયો .હવે તો લગનને કેટલા વરહ થયા પછી કઈ બહુ રાહ નો જોવાની હોય એમાં. હંસાબેન અકળાઈને બોલ્યા બધુય સમયે સારું લાગે. ગીતાબેન બોલ્યા આજકાલના ભણેલી છોકરાવ છોકરીયુંનો આજ વાંધો મન પડે એવું જ કરવાનું. મોટા નું તો કઈ સંભાળવું જ નહી.ખુશ્બુએ કહ્યું બા હું ઘરે જાવ છું કપડા સુકાય છે એ લેતા ભૂલાય ગયા. ખુશ્બુ જતી રહે છે કારણ કે એમને ખબર છે અહી દલીલ કરવાનો કોઈ જ ફાયદો નથી.

આ ઓટલો એટલે એવી જગ્યા જ્યાં આખા ગામની પંચાત કોઈપણ જાતના સંકોચ વગર કરવામાં આવે છે અને વણમાગી સલાહ અને સુચન આપવા માં આવે છે. અરે કોઈ છોકરી કે છોકરો પોતાની મરજી મુજબ લગ્ન કરે તમારા બાપા નું શું જાય છે? તમને કોને હક આપ્યો એનમાં ચરિત્ર પર આંગળી ઉઠાવવાનો. એમની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવવાનો? કેટલી ઉમરે લગ્ન કરવા, કઈ ઉમરે છોકરાવ કરવા એ વ્યક્તિની પોતાની ઈચ્છાનો વિષય છે. બધી વસ્તુ બધા પર થોપવાની જરૂર નથી.ક્યારેક તો એવું લાગે કે મનુષ્ય અવતાર જાણે માત્ર લગ્ન અને છોકરાવ પેદા કરવા માટે જ મળે છે.

ફલાણાની વહુ આવી , ધીકાદાની છોકરી આવી, ફલાણાનો છોકરો આવો વગેરે વગેરે. અહી બધી વસ્તુ માટે ના મુલ્યો નક્કી કરવામાં આવે છે અને જાત-જાતના સર્ટિફિકેટ આપવામાં આવે છે. સાસુ-વહુ, પતિ-પત્ની વચ્ચેના ઝગડામાં પણ ઘણી વખત આ ઓટલા મહત્વનો ભાગ ભજવે છે અને ઘરની અને મનની સુખ-શાંતિને પીંખી નાખે છે.અને એટલેજ હું ક્યારેય એમનો હિસો નથી બનતી મને આ ઓટલા થી ખુબજ નફરત છે. ચારે બાજુ વુમન એમ્પાવરમેન્ટ ની વાતો સંભાળવા મળે છે પણ સાચું વુમન એમ્પાવરમેન્ટ ત્યારેજ થશે જયારે સ્ત્રીઓ બીજાના જીવન માં રસ લેવા કરતા પોતાના જીવનમાં વધારે ધ્યાન આપે અને આવી નિંદાથી દુર રહે.

નવી વહુ પર બનેલું જોરદાર ગીત તો તમને ખબર જ હશે

માલા રે માલ, લહેરણીયું લાલ,
ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

હે લપટી જપટી દેતી રે તાલ
શરમને શેરડે શોભતા રે ગાલ
કાવડિયો ચાંદલો ચોડ્યો રે ભાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..

હે… રાખે રાખે ને ઉડી જાય રે ઘૂમટો
પરખાઇ જાય એનો ફૂલ ગુથ્યો ફૂમકો

કંઠે મકેહતી મોગરાની માળ
આંખ આડે આવતા વીખરાયા વાળ
નેણલેથી નીતરે વ્હાલમનું વ્હાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..

હે… એની પાંપણના પલકારા વીજલડીના ચમકારા
એના રુદિયામાં રોજ રોજ વાગે વાલમજીના એકતારા

હિલોળે હાથ જાણે ડોલરની ડાળ
બોલ બોલ તોલતી વાણી વાચાળ
જલતી જોબનીયાની અંગે મશાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

માલા રે માલ, લેરણીયું લાલ,
ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

નવી વહુ પર જોરદાર કોમેડી

વિડીયો