નવી વહુ પહેલી વખત ઘરે આવે તો સાસરીયા વાળા કરે આ 5 કામ, કુટુંબ ક્યારેય નહિ તૂટે

ઘરમાં નવી વહુ આવવાની રાહ બધાને હોય છે. તેવામાં જયારે વહુ ઘરે આવે તો સાસરીયા વાળાએ થોડી વિશેષ વાતો ધ્યાનમાં જરૂર રાખવી જોઈએ. એક વહુ તમારા ઘરને બગાડી પણ શકે છે અને સુધારી પણ શકે છે. જો તમે ઈચ્છો છો કે વહુ ઘરની પ્રગતીમાં યોગદાન આપે અને ઘરના ભાગલા ન પડવા દે તો થોડી વિશેષ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. વહુ જયારે પહેલી વખત ઘરે આવે ત્યારે તમે તેની સાથે નીચે જણાવવામાં આવેલી વસ્તુ કરો. તેનાથી તે તમારા કુટુંબને ક્યારે પણ તુટવા નહિ દે.

૧. વહુનું સ્વાગત

જયારે પણ તમારી વહુ પિયરથી પહેલી વખત સાસરીયામાં આવે તો તેનું સ્વાગત ઘણું ધામધૂમ પૂર્વક કરો. તેને લાગવું જોઈએ કે મારા આવવાથી સાસરીયા વાળાને ઘણો આનંદ થયો છે. તેના ઘરમાં આવતા જ તેના મનમાં તમારા બધા માટે એક પોઝેટીવ ફીલિંગ આવી જશે.

૨. કામમાં રાહત

એક વાત યાદ રાખો કે તમે તમારા દીકરાના લગ્ન કરીને ઘરમાં એક વહુ લાવ્યા છો કોઈ નોકરાણી નહિ, એટલા માટે વહુને ઘરે આવતા જ તેની ઉપર ઘરના બધા કામ ઠોકી ન દો. પહેલા તેને થોડા દિવસો એડજેસ્ટ થવાની તક આપો. ઘરના કામોમાં બીજા સભ્ય પણ તેની મદદ કરે. આવી રીતે તેને પણ અહેસાસ થશે કે અહિયાં તો તે ઘરની વહુ બનીને રહે છે નહિ કે નોકરાણી બનીને.

3. માન સન્માન

દરેક માણસ માત્ર માન સન્માન અને આદરના ભૂખ્યા હોય છે, જો તમે સામે વાળા સાથે સારી રીતે અને આદર પૂર્વક વાતચીત કરશો તો તે તમારી સાથે સારી રીતે વાત કરશે, તમે બીજાને આદર આપશો તો બદલામાં તે પણ તમને આદર આપશે. એ વાત ઘરની વહુ ઉપર પણ લાગુ પડે છે, તેનાથી તમારી તેના ઉપર છાપ સારી જળવાઈ રહેશે અને તે તમને મનથી આદર આપશે નહિ કે માત્ર દેખાવ કરવા માટે આદર આપશે.

૪. કેરિંગ

પિયર છોડી સાસરિયામાં આવ્યા પછી વહુને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે એકલી જ અનુભવે છે. ઘણા બધા નવા લોકો સાથે એડજેસ્ટ કરવાનું હોય છે. તેવામાં તમારી ફરજ બને છે કે તમે તમારી નવી નવલી વહુની સંભાળ સારી રીતે કરો, તેની દરેક નાની અને મોટી જરૂરીયાતોનું ધ્યાન રાખો. જો તેને કોઈ વસ્તુની જરૂર છે તો તેને તે વસ્તુ લાવી આપો.આમ કરવાથી સમય આવ્યે તે પણ તમારી એવી રીતે દેખરેખ અને સંભાળ રાખશે.

૫. સ્વત્રંત્રતા

તમારી વહુને એવું ફિલ ન થવું જોઈએ કે તે કોઈ જેલમાં બંધ છે. તેની ઉપર હદથી વધુ બંધન ન લગાવો. થોડો વિશ્વાસ કરો અને તેને સ્વત્રંતતા આપો. આવી રીતે વહુ તમને માતા પિતાની જેમ પ્રેમ કરશે. સાસુ સસરા નહિ સમજે. પસંદના કપડા પહેરવા, હરવા ફરવા જવું કે પસંદનું ખાવા પીવાનું વગેરે વસ્તુ બેઝીક અધિકાર હોય છે. તે તો દરેક વ્યક્તિને મળવા જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.