કપિલ શર્માના શો માં થઇ સિધ્ધુની એન્ટ્રી, અર્ચનાને લઈને કહી દીધી આટલી મોટી વાત

કોમેડી કિંગના નામથી પ્રખ્યાત કપિલ શર્મા હંમેશા પોતાના અનોખા અંદાજથી દર્શકોને હસાવી હસાવીને લોટપોટ કરવા માટે મજબૂર કરી દે છે. જેના લીધે એમનો શો હંમેશા ટીઆરપીની લિસ્ટમાં આગળ રહે છે. અને કપિલ શર્મા પોતાના શો માં આવેલા મહેમાનને જ નહીં, પણ શો ના જજને પણ મજકથી ઘાયલ કરવાનું છોડતા નથી. આ વખતે એમના નિશાના પર શોની જજ અર્ચના પુરણ આવી ગઈ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે, જેના પછી શોની જજ સાહીબા ઘણી નારાજ થઈ ગઈ છે.

કપિલ શર્મા હંમેશા દર્શકોને હસાવવા માટે નવી નવી રીત શોધી કાઢે છે, જેના લીધે આ વખતે શો ના એક્સ જજ અને વર્તમાન જજ બંનેની બરાબરની મજાક ઉડાવી. જણાવી દઈએ કે, આ શો ને પહેલા નવજોત સિંહ સિધ્ધુ જજ કરતા હતા, પણ ઇમરાન ખાન માટે પ્રેમ જાગતા તેમને અહીંયાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. યાદ અપાવી દઈએ કે, નવજોતસિંહ સિધ્ધુને લઈને ઘણી બબાલ થઈ ચૂકી છે, જેના પછી તેમને શો ની બહાર કાઢવાની વાત થઈ અને પછી તેમને કાઢી મુકવામાં આવ્યા.

શો માં ફરી થઈ નવજોત સિંહ સિધ્ધુની એન્ટ્રી :

કપિલ શર્માએ હમણાં જ એક વીડિયો શેયર કર્યો છે જેમાં નવજોત સિંહ સિધ્ધુ નજરે પડી રહ્યા છે. અરે ભાઈ, નવજોત સિંહ સિધ્ધુની વાપસી શો માં નથી થઈ, પણ કપિલ શર્માએ એમનું રૂપ ધારણ કર્યું છે. આ રૂપને ધારણ કરીને એમણે અર્ચના પુરણ સાથે જબરદસ્ત મજાક કરી, જેના લીધે જજ સાહીબા નારાજ થઈ ગઈ. એટલું જ નહીં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી ઝડપી વાયરલ થઈ રહ્યો છે, જેના લીધે તેમના ચાહકો ઘણી મજા લઈ રહ્યા છે. જોકે કપિલ શર્માએ આ વાતને માત્ર મજાક પૂરતું જોવા માટે કહ્યું છે.

અર્ચના પુરણ માટે કહી આ મોટી વાત :

નવજોત સિંહ સિધ્ધુનું રૂપ ધારણ કરી કપિલ શર્માએ અર્ચના પુરણ માટે કહ્યું કે, ‘મોહતરમાં અર્ચના, તુમ્હારે લિયે દો લાઇન કહના ચાહતા હું કી મેરા લડકા મેરા લડકા. મેં હું ઉસકા બાપ, પર મેરી ખુરશી છીન લી તુમને, તુમકો લગેગા પાપ, ઠોકો.’ એનો અર્થ સાફ છે કે, આ દિવસોમાં કપિલ શર્મા નવજોત સિંહ સિધ્ધુને ઘણા યાદ કરી રહ્યા છે. જોકે કપિલ અને તેમનું ઘણું સારું બનતું હતું, પણ વિવાદોના કારણે તેમની જોડી તૂટી ગઈ અને શો માં હવે અર્ચના પુરણ જોડાઈ ગઈ, જે પાછલા ઘણા મહિનાઓથી આ શો ને જજ કરી રહી છે.

અર્ચના પુરણ થઈ નારાજ :

આમ તો કપિલ શર્માનો આ મજાક સાંભળી અર્ચના પુરણને ગુસ્સો જરૂર આવ્યો હશે, પણ મજાકની રીતે એમણે બધું સહી લીધું અને પછી બધા હસવા લાગ્યા. જણાવી દઈએ કે, કપિલ શર્માના શો માંથી નવજોત સિંહ સિધ્ધુ આઉટ થયા છે, પણ ઘણી વાર એમનું નામ આ શો માં લેવામાં આવે છે. હાલના જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા પોતાની ફિલ્મના પ્રમોશન કરવા પહોંચી, જેમાં એમની સાથે કપિલ શર્માએ ગંભીર મજાક કર્યો, જેનો વીડિઓ ઘણો ઝડપી વાયરલ થયો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડીયો :