ઘૂમલીમાં આજે પણ અડીખમ છે 11 મી સદીનું સ્થાપત્ય ગણાતો ‘નવલખો મહેલ’, જાણો તેનો રોચક ઇતિહાસ.

આજે આપણે આ લેખના માધ્યમથી ‘નવલખા મહેલ’ ના રોચક ઇતિહાસ વિષે જાણીશું. પહેલાના સમયમાં ઘૂમલી એ પોરબંદરની રાજધાની ગણાતું હતું. જેઠવા શાસકોએ ઘૂમલીમાં નવલખા મહેલનું નિર્માણ કરાવ્યું હતું. 11 મી સદીમાં આ મહેલ બનાવવા માટે 9 લાખ રૂપિયા ખર્ચ થયો હતો, અને તે સમયે આ રકમ ઘણી જ વધારે ગણાતી હતી. આ કારણે આ મહેલનું નામ નવલખી પડ્યું હતું.

આ મહેલમાં કલાનું અદ્દભુત સર્જન કરવામાં આવ્યું છે. અને વર્ષો પછી પણ આ મહેલ અડીખમ જોવા મળી રહ્યો છે. પણ તંત્ર તેનું જતન કરવામાં નિષ્ફળ રહ્યું છે. જો આપણો આ ઐતિહાસિક વારસો જળવાઈ રહે, તો આવનારી પેઢી માટે પણ આ મહેલ ગરીમાપૂર્ણ બની રહેશે. બરડા ડુંગરની ટોચ ઉપરથી આ નવલખા મહેલનો નયનરમ્ય નજારો જોવા મળે છે.

પોરબંદરના ઘૂમલીમાં આવેલો ગુજરાતના ઐતિહાસિક વારસા સમો આ નવલખો મહેલ પોતાના ભવ્ય કદની જેમ જ ભવ્ય ઇતિહાસ પણ ધરાવે છે. જણાવી દઈએ કે, આ નવલખો મહેલ એક મંદિર છે. જેઠવા મંદિરોનો સૌથી સમૃધ્ધ અને મહાન નમૂનો એ ધૂમલીનું નવલખા મંદિર હતું. આખા ગુજરાતમાં સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર 100-150 ફૂટના પ્લેટફોર્મ ઉપર ઉભું છે.

આ વિશાળ જગતી ઉપર ચડવા માટેના પગથિયા પાસે બે વિશાળ સ્તંભો છે. પ્રદક્ષિણાપથ યુક્ત ગર્ભગૃહ અને આગળ બે થી ત્રણ મજલાનો મુખ્ય મંડપ છે, અને તેમાં પ્રવેશવા માટે ત્રણે બાજું શૃંગાર ચોકીઓ છે, તથા મંડપનો મુખ્ય ચોક અષ્ટકોણ છે તથા દરેક સ્તંભ કલાત્મક રીતે કોતરેલો છે.

જેમાં કીચકશિલ્પો પણ અપાર વૈવિધ્ય ધરાવે છે. આ મંદિરનું નાનું ચોરસ ગર્ભગૃહ તેની આજુબાજુની ત્રણ દિશામાંથી પડતી 3 બારીઓવાળો પ્રદક્ષિણાપથ ધરાવે છે. જે સામાન્ય મંદિરો કરતા અલગ આ મંદિરની એક આગવી વિશિષ્ટતા છે.

આ મંદિર સાથે જોડાયેલી એક માન્યતા એવી છે કે, ‘અતિ મૂલ્યવાન’ એવા અર્થમાં ‘નવલખો’ શબ્દ પ્રયોજાયેલ છે. તો વળી કોઇ એવું પણ કહે છે કે, આ નવલખાના સર્જન માટે તે સમયે નવ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો એટકે તેને નવલખો કહેવાય છે.

અહીં દુઃખની વાત એ છે કે, સામાન્ય રીતે કોઈ મંદિરની જેટલી ઉંચાઇ હોય તેનાથી અડધુ શિખર હોય છે. પરંતુ આ નવલખાની જાળવણીના અભાવે હવે તેનું શિખર દોઢ ફુટ જેટલું નીચુ રહી ગયું છે. એટલું જ નહીં સમય જતા નવલખાના નિર્માણ સમયે વપરાયેલા દસમી સદીના જૂના પથ્થરોની સાથે હાલમાં એકવીસમી સદીના ખાણમાંથી ખોદી કાઢવામાં આવતા પથ્થરોનું મિક્સિંગ કરવામાં આવ્યું છે. આ કારણે જૂના અને નવા પથ્થરોનો ક્યાંય મેળ બેસતો નથી. આટલું ઓછું હોય તેમ અમૂક મૂર્તિઓ અને કોતરણીઓ જર્જરીત અને ખંડિત હાલતમાં નવલખાની દિવાલોમાં જડી દેવામાં આવેલી છે.

થોડા સમય અગાઉ રાજ્યસરકાર દ્વારા રાજ્યની જુદી-જુદી 16 જેટલી ઐતિહાસિક ઈમારતોને ખાનગી કંપનીઆેને દત્તક આપીને તેને વિકસાવવાની વાતો થઈ હતી. જેમાં પોરબંદરથી 45 કિલોમીટર દૂર ઐતિહાસિક ઘૂમલી ગામે આવેલ નવલખા મહેલને પણ દત્તક લેવાનું જાહેર થયું છે. પરંતુ તેમાં ઘણું બધું સમારકામ બાકી છે.

ભાણવડની વાત કરીએ તો તે બ૨ડા ડુંગ૨ની ગોદમાં આવેલ અને પૂકૃતિથી ભ૨પુ૨ ઐતિહાસીક નગરી હતી. ભાણવડના અસ્તિત્વ ૫હેલા તે જેઠવાઓની રાજધાની હતી. તેમનુ પાટનગ૨ એટલે હાલનુ ધુમલી શહે૨ એ જમાનાનું ઐતિહાસીક શહે૨ હતું. ધીકતી કમાણી વાળુ ઈ.સ. 14 સૈકામાં અને સૌંદર્યથી ભ૨પુ૨ પૂકૃતિનો ખોળો ખુંદતુ મહાનગ૨ હતું. ઝવે૨ ચંદ મેધાણી અને બીજા નામી અનામી કવિ દ્વારા તેનું વર્ણન કરવામાં આવ્યું છે. હાલમાં જયાં ભાણવડ છે, તે ભાણ જેઠવા જે ધુમલીના પ્રતાપી રાજા હતા તેની વાડી હતી, ભાણ જેઠવાની વાડી એટલે અત્યા૨નું ભાણવડ.

જેઠવા રાજાઓ ૫રાક્રમી અને શૌર્ય પ્રિય અને શિલ્‍પ પ્રિય રાજાઓ હતા. તેમના રાજયમાં અનેક ઐતિહાસિક ઈમા૨તો, ચારે બાજુના દ૨વાજા વાળો ગઢ, અનેક ઐતિહાસિક કુવાઓ અને ઋષિ મુનિઓના આશ્રમ હતા. જેઠવાઓ જેવા ૫રાક્રમી હતા એવા જ ન્યાય પ્રિય અને પૂજા વત્સલ રાજાઓ પણ હતા.

જાણકારી માટે જણાવી દઈએ કે, જેઠવા વંશના રાજા ભાણ જેઠવા વિશે એવી લોકવાયકા છે કે, તે દ૨રોજ ગંગા જળથી સ્નાન ક૨તા. એક કાવડ પાણી ગંગાથી આવતુ. અને 360 કાવડ વાળા તેમને ત્યાં કામ ક૨તા. તેમની ૫વિત્રતા વિશે એક દુહો પણ છે.

ભભતારા જે નાવણ તણુ, પાણી મુખ પીધું,

ત્યા કંચન સમ કિધુ, ભુંડુ કલેવ૨ ભાણનાભ.

ભાણ જેઠવાના નાવણના પાણીના એક છાંટાથી કોઢિયાઓના કોઢ મટી જતા જેની ઐતિહાસીક સાક્ષી પુરે છે. ભાણ જેઠવા સ્થા૫ત્યના ખૂબ શોખીન રાજાઓ હતા. તેમણે અનેક ઈમા૨તો બંધાવી છે, જેની સાક્ષી પુ૨તા આજે ૫ણ ખંડે૨ ઉભા છે. શિલ્‍પ અને સ્થા૫ત્યનો સુંદ૨ નમુનો જોવો હોય, તો ધુમલી ફ૨તે એક આંટો મારી આવવો.

હમણાં જે નવલખો મહેલ ખરાબ હાલતમાં છે, તે એ જમાનાનો ઐતિહાસિક મહેલ હતો. પોતાની ફ૨તે નવ લાખ પુતળીઓથી શોભતો આ મહેલ અજોડ હતો. મહેલની અંદ૨ ૨જા-રાણીઓને દર્શન ક૨વા માટે સૂર્ય મંદિ૨ તથા માતાજીના મંદિરો ૫ણ કોતરેલા હતા. શિલ્‍પ અને સ્થા૫ત્યનો અદ્દભુત નમુનો એટલે આ નવલખો મહેલ.

એ જમાનાના રાજાઓ પૂજાનું કેટલુ ઘ્યાન રાખતા તેનુ ઉદાહ૨ણ વિકયા વાવ અને જેતા વાવ પુરૂ પાડે છે. આઠ બહેનો એક સાથે કુવાના તળિયા સુધી પાણી ભરીને ઉ૫૨ આવી જાય, તો ૫ણ તે એક બીજાને મળી ન શકે તેવી ૨ચના આ કુવામાં ક૨વામાં આવેલી હતી. પૂજાના હિત ખાત૨ જેઠવા રાજાઓ આવા કુવાઓ બંધાવતા.

– અજય રાજપૂતની પોસ્ટનું સંપાદન.