નવરાત્રી દરમિયાન કરો આ સરળ ઉપાય, થઇ કશે માતા રાણી ખૂબ ખુશ

ચૈત્ર નવરાત્રી દરમ્યાન માતા રાણીની પૂજા કરવાથી દરેક મનોકામના પુરી થઇ જાય છે. ચૈત્ર નવરાત્રીમાં માતા રાણીના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં માં દુર્ગાની પૂજા કરવાથી ઘણો લાભ મળે છે, અને માં દુર્ગાની પૂજા જો સાચી રીતે કરવામાં આવે તો તમને વિશેષ ફળ મળે છે.

નવરાત્રી દરમ્યાન આ રીતે કરો પૂજા અને આ નિયમોનું કરો પાલન :

પહેલા દિવસે કરો કળશ સ્થાપના :

નવરાત્રીના પહેલા દિવસે તમે પોતાના ઘરમાં શુભ મુહૂર્તના સમયે કળશની સ્થાપના જરૂર કરો. અને પોતાના મંદિરમાં માં દુર્ગા, માં લક્ષ્મી અને માં સરસ્વતીની મૂર્તિ અથવા ફોટો લગાવો. ત્યારબાદ તમે માતાના ફોટાની સામે શૃંગારનો સામાન મુકો અને માતાની મૂર્તિ પર ચૂંદડી ઓઢાડો. અને નવ દિવસ સુધી રોજ સવારે ઉઠીને માતાની પૂજા કરો અને નવ દિવસ સુધી દીવો પ્રગટાવો. આ દીવો તમે દિવસમાં બે વાર સવાર અને સાંજના સમયે પ્રગટાવો.

કરો દુર્ગા સપ્તશતીનો પાઠ :

નવરાત્રીના નવ દિવસ સુધી તમે રોજ દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. આ પાઠ કરવાથી તમને માં ની વિશેષ કૃપા મળશે. આ પાઠને કરતા સમયે મંદિરમાં દીવો પ્રગટાવેલો હોવો જરૂરી છે. આ પાઠનો જાપ તમે લાલ રંગના આસન પર બેસીને જ કરો.

રાખો વ્રત :

નવરાત્રી દરમ્યાન માં ને પ્રસન્ન કરવા માટે લોકો વ્રત જરૂર કરે છે. ઘણા લોકો નવરાત્રીના નવ દિવસ સુધી વ્રત કરે છે. તો અમુક લોકો બે દિવસ વ્રત કરે છે. એટલા માટે તમે પોતાના હિસાબે નવરાત્રી દરમ્યાન વ્રત રાખી લો. આમ તો વ્રત માટે ચોથો અને આઠમો દિવસ સારો માનવામાં આવ્યો છે. જો તમે નવરાત્રીમાં બે દિવસ વ્રત રાખવા માંગો છો, તો આ બે દિવસ વ્રત રાખવા જોઈએ.

કરો આ મંત્રનો જાપ :

નવરાત્રી દરમ્યાન પૂજા કરતા સમયે તમે ‘ૐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे’ મંત્રનો જાપ જરૂર કરો. આ મંત્ર અસરદાર છે, અને આ મંત્રને જેટલો વધારે બોલવામાં આવે, એટલો જ લાભ મળે છે.

લાલ વસ્ત્ર પહેરો :

માં ની પૂજા કરતા સમયે જો લાલ વસ્ત્ર પહેરવામાં આવે, તો એ ઘણું શુભ હોય છે. કારણ કે માં ને લાલ રંગ ઘણો પ્રિય છે. વસ્ત્ર સિવાય તમે લાલ રંગનું તિલક પણ જરૂર કરો.

કરો કન્યાનું પૂજન :

નવરાત્રી દરમ્યાન માં ની પૂજા કરવી અને વ્રત કરવું ત્યારે જ સફળ થાય છે, જયારે તમે કન્યાને જમાડો છો. નવરાત્રીની આઠમ અથવા નોમ(નવમી)ના દિવસે કન્યા પૂજન જરૂર કરાવવામાં આવે છે. અને કન્યાને ભોજનમાં કાળા ચણા, પુરી, હલવો વગેરે વસ્તુઓ ખવડાવવામાં આવે છે. એના સિવાય કન્યાઓને પહેરવા માટે બંગડી પણ આપવામાં આવે છે. કન્યા પૂજન કરવાથી માં ખુશ થઈ જાય છે, અને તમારું નવરાત્રીનું વ્રત અને પૂજા સફળ થઇ જાય છે.

રાખો આ વાતોનું ધ્યાન :

માં ની પૂજા કરતા સમયે તમે એમને તુલસીના પાન ન ચડાવો. કારણ કે તુલસીના પાન માં ને ચડાવવા યોગ્ય નથી માનવામાં આવતું. નવ દિવસ સુધી જો તમે અખંડ દીવો (અખંડ જ્યોતિ) પોતાના પૂજા ઘરમાં પ્રગટાવો છો, તો આ દીવાને શાંત ન થવા દો. અને કન્યા પૂજન વાળા દિવસે આ દીવાથી કન્યાઓની આરતી ઉતારો. નવરાત્રીના નવ દિવસ દરમ્યાન ઘરમાં કાંદા અને લસણનો જરા પણ પ્રયોગ કરવો જોઈએ નહિ.