નવરાત્રી 2020 : નવરાત્રીમાં નવ રંગોના ઉપયોગથી તમારા નવ ગ્રહો અને અંકોને કરો મજબુત.

નવરાત્રીમાં 9 ગ્રહો અને તેની સાથે જોડાયેલા અંકોને મજબૂત કરવા માટે આ રંગોનો કરો ઉપયોગ, થશે પુષ્કળ લાભ. નવરાત્રીના 9 દિવસોમાં આપણે દેવીની પૂજા-અર્ચનામાં અલગ અલગ રંગોનો ઉપયોગ કરીને આપણા 9 ગ્રહો અને તેની સાથે જોડાયેલા અંકોને મજબુત કરી શકીએ છીએ. નવરાત્રી શરુ થઈ ગઈ છે. નવરાત્રીના 9 દિવસ અલગ અલગ દેવીઓના હોય છે, અને આ 9 દેવીઓમાં દરેક દેવીનો સંબંધ કોઈ એક ગ્રહ સાથે હોય છે. આ ગ્રહોનો કોઈને કોઈ અંક સાથે સંબંધ રહે છે. અને દરેક અંકનો પોતાનો એક રંગ હોય છે.

આ 9 દિવસોમાં આપણે દેવીની પૂજા-અર્ચનામાં અલગ અલગ રંગનો ઉપયોગ કરી આપણા 9 ગ્રહો અને તેની સાથે જોડાયેલા અંકોને મજબુત કરી શકીએ છીએ. તેવા વિષે સેલીબ્રેટી અંક જ્યોતિષ અને ટેરો રીડર મનીષ માલવીયે સારી રીતે જણાવ્યું છે. આવો આ લેખના માધ્યમથી તેના વિષે વિસ્તારથી જાણીએ.

નવરાત્રીનો પહેલો દિવસ : નવરાત્રીનો પહેલો દિવસ માં શૈલપુત્રીનો છે, જેનો સંબંધ ચંદ્ર સાથે છે. આ દિવસે સફેદ રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી તમારો અંક 2 મજબુત થશે. જેનાથી અંક 2 સાથે જોડાયેલા દોષ અને તકલીફો ઓછા થશે અને સાથે જ તમે માનસિક રીતે મજબુત બનશો.

નવરાત્રીનો બીજો દિવસ : નવરાત્રીનો બીજો દિવસ માં બ્રહ્મચારીણીનો છે, જેનો સંબંધ મંગળ સાથે છે. આ દિવસે લાલ રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી તમારો અંક 9 મજબુત થશે. જેનાથી 9 અંક સાથે સંબંધિત દોષ અને તકલીફો ઓછા થશે અને તમારામાં સાહસ અને ઉર્જાનો સંચાર થશે.

નવરાત્રીનો ત્રીજો દિવસ : નવરાત્રીનો ત્રીજો દિવસ માં ચંદ્રઘંટાનો છે, જેનો સંબંધ શુક્ર સાથે છે. આ દિવસે સફેદ અને ગુલાબી રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી તમારો અંક 6 મજબુત થશે. જેનાથી 6 અંક સાથે સંબંધિત દોષ અને તકલીફો ઓછા થશે અને તમારા જીવનમાં ભૌતીક સુખ-સુવિધાઓમાં વધારો થશે.

નવરાત્રીનો ચોથો દિવસ : નવરાત્રીનો ચોથો દિવસ માં કુષ્માંડાનો છે, જેનો સંબંધ સૂર્ય સાથે છે. આ દિવસે નારંગી રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી તમારો અંક 1 મજબુત થશે. જેનાથી 1 અંક સાથે સંબંધિત દોષ અને તકલીફો ઓછા થશે અને તમારી નેતૃત્વ ક્ષમતા અને પ્રસિદ્ધી વધશે.

નવરાત્રીનો પાંચમો દિવસ : નવરાત્રીનો પાંચમો દિવસ માં સ્કંદમાતાનો છે, જેનો સંબંધ બુધ સાથે છે. આ દિવસે લીલા અને લીલા સાથે સફેદ, ગુલાબી રંગના કોમ્બીનેશનનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી તમારો અંક 5 મજબુત થશે. જેનાથી 5 અંક સાથે સંબંધિત દોષ અને તકલીફો ઓછા થશે, અને ધન અને અભિવ્યક્તિ સંબંધી સમસ્યાઓ દુર થશે.

નવરાત્રીનો છઠ્ઠો દિવસ : નવરાત્રીનો છઠ્ઠો દિવસ માં કાત્યાયનીનો છે, જેનો સંબંધ ગુરુ સાથે છે. આ દિવસે પીળા રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી તમારો અંક 3 મજબુત થશે. જેનાથી 3 અંક સાથે સંબંધિત દોષ અને તકલીફો ઓછા થશે અને તમને શિક્ષણ અને લગ્નના ક્ષેત્રમાં લાભ થશે.

નવરાત્રીનો સાતમો દિવસ : નવરાત્રીનો સાતમો દિવસ માં કાલરાત્રીનો છે, જેનો સંબંધ શનિ સાથે છે. આ દિવસે આછા વાદળી રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી તમારો અંક 8 મજબુત થશે. જેનાથી 8 અંક સાથે સંબંધિત દોષ અને તકલીફો ઓછા થશે અને તમારા જીવનને મજબુતી મળશે.

નવરાત્રીનો આઠમો દિવસ : નવરાત્રીનો આઠમો દિવસ માં મહાગૌરીનો છે, જેનો સંબંધ રાહુ સાથે છે. આ દિવસે આસમાની અને ભૂરા રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી તમારો અંક 4 મજબુત થશે. જેનાથી 4 અંક સાથે સંબંધિત દોષ અને તકલીફો ઓછા થશે અને તમને જીવનની ઉથલ-પાથલ, સંઘર્ષમાંથી રાહત મળશે.

નવરાત્રીનો નવમો દિવસ : નવરાત્રીનો નવમો દિવસ માં સિદ્ધીદાત્રીનો છે, જેનો સંબંધ કેતુ સાથે છે. આ દિવસે ગ્રે કે કાબરચિતરા રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી તમારો અંક 7 મજબુત થશે. જેનાથી 7 અંક સાથે સંબંધિત દોષ અને તકલીફો ઓછા થશે અને તમારો આધ્યાત્મિક પક્ષ મજબુત બનશે.

તમે પણ નવરાત્રીમાં આ રંગોનો ઉપયોગ કરી તમારા ગ્રહો અને અંકોને મજબુત કરી શકો છો. તો રાહ કઈ વાતની આ નવરાત્રી તમે પણ આ રંગોનો ઉપયોગ કરો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.