નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે કરો આ નિયમોનું પાલન, માતાજી દરેક ઈચ્છા પુરી કરશે

નવરાત્રીના દિવસોમાં બધા મંદિરોમાં એક અલગ જ રોનક જોવા મળે છે. નવરાત્રીના દિવસોમાં મંદિરોમાં માતાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. આ વખતે નવરાત્રી 29 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે. આ શારદીય નવરાત્રી છે. જો આપણે હિંદુ ધર્મની વાત કરીએ, તો હિંદુ ધર્મમાં કુલ 4 વખત નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં આસો મહિનામાં આવતી શારદીય નવરાત્રીનું સૌથી વધારે મહત્વ માનવામાં આવ્યું છે.

આ દિવસોમાં 9 દિવસ સુધી માતાના અલગ અલગ નવ રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે. પરંતુ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવા પહેલા અમુક નિયમોનું પાલન કરવું ઘણું જરૂરી છે. જો તમે આ નિયમોનું પાલન કરો છો, તો એનાથી માતા રાણી તમારી મનોકામના જલ્દી જ પુરી કરશે.

આજે અમે તમને આ લેખના માધ્યમથી દુર્ગા સપ્તશતીનો પાથ કરવા પહેલા કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને આ પાથની વિધિ શું છે? જેનાથી આપણને આપણા દ્વારા કરવામાં આવેલી પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે, એના વિષે જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ કે, નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીનું પાઠ કરતા સમયે કયા નિયમોનું પાલન કરવું જોઈએ?

જો તમે નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરો છો, તો સૌથી પહેલા તમારે એ કામ કરવું પડશે કે, તમે ભગવાન ગણેશજીની પૂજા કરો, ત્યારબાદ તમે કળશ પૂજન, નવગ્રહ પૂજન કરો અને દીવો પ્રગટાવો. તમે દુર્ગા સપ્તશતીના પુસ્તકને કોઈ શુદ્ધ લાલ કપડુ પાથરીને એના પર મુકો.

દુર્ગા સપ્તશતીના પાઠમાં કવચ, અર્ગલા અને કિલકના પાઠ કરતા પહેલા શાપોદ્વાર કરવું જરૂરી છે. તમે માથા પર ભસ્મ, ચંદન અને કંકુ લગાવીને પૂર્વ દિશા તરફ મોઢું રાખીને તત્વ શુદ્ધિ માટે ચાર વખત આચમન કરો. દુર્ગા સપ્તશતીના પાઠમાં શાપોદ્વાર વિના પાઠનું સંપૂર્ણ ફળ નથી મળતું. કારણ કે દુર્ગા સપ્તશતીનો દરેક મંત્ર બ્રહ્મા, વશિષ્ઠ અને વિશ્વામિત્ર દ્વારા શ્રાપિત હોય છે.

તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, તમે એક દિવસમાં જ એનો સંપૂર્ણ પાઠ ન કરતા. તમે ફક્ત 1 દિવસ મધ્ય ચરિત્રનું અને એના બીજા દિવસે બાકીના 2 ચરિત્રનો પાઠ કરો. જો 1 દિવસમાં પાઠ ન થાય તો એક, બે, એક ચાર, બે એક અને 2 અધ્યાયને ક્રમમાં 7 દિવસમાં પુરા કરી શકો છો.

જો તમે શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ કરી રહ્યા છો, તો એમાં શ્રીદેવ્યથર્વશીર્ષમનો પાઠ નિયમિત રૂપથી કરવો જરૂરી છે. જો તમે આ પાઠ કરો છો, તો એનાથી તમને સિદ્ધિ અને મૃત્યુ પર વિજય પ્રાપ્ત થાય છે. તમે દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા પહેલા અને પછી નવારળ મંત્ર “ओं ऐं ह्रीं क्लीं चामुण्डाये विच्चे” નો પાઠ જરૂર કરો. ઘણા લોકો હોય છે જેમને સંસ્કૃતમાં શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં મુશ્કેલી થાય છે, તો એવી સ્થિતિમાં તમે હિંદીમાં પણ પાઠ કરી શકો છો.

જો તમે આ પાઠ નિયમિત રૂપથી કરો છો, તો એ પછી તમે કન્યા પૂજન જરૂર કરો. દુર્ગા સપ્તશતીના પાઠ કર્યા પછી તમે માતા પાસે ક્ષમા યાચના કરો.

ઉપર જે દુર્ગા સપ્તશતીના પાઠના નિયમ જણાવવામાં આવ્યા છે, જો તમે એ નિયમનું પાલન કરીને આ પાઠ કરો છો, તો એનાથી તમને પૂજાનું સંપૂર્ણ ફળ મળશે અને માં દુર્ગા તમારી મનોકામના પુરી કરે છે. વધુમાં દેવી પુરાણમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સવારના સમયે પૂજન અને સવારે જ વિસર્જન કરવું જોઈએ, અને રાત્રીના સમયે કળશ સ્થાપના નહિ કરવી જોઈએ.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.