નવાઝુદ્દીન સિદ્દીકી પર તૂટ્યો દુઃખોનો પહાડ, નાની બહેનનું થયું મૃત્યુ, કેન્સર સામે લડી રહી હતી જંગ

બોલીવુડના દિગ્ગજ કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકીની બહેન સાયમા તમશી સિદ્દીકીનું મૃત્યુ થઈ ગયું છે. તે ફક્ત 26 વર્ષની હતી. સાયમા તમશી સિદ્દીકીએ શનિવારે પુણેની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો. બહેનના મૃત્યુની જાણકારી નવાઝુદ્દીન સિદ્દીકીના નાના ભાઈ અયાજુદ્દીન સિદ્દીકીએ આપી છે. અયાજુદ્દીનના જણાવ્યા અનુસાર, જયારે બહેન તમશી સિદ્દીકીનું મૃત્યુ થયું ત્યારે નવાઝુદ્દીન અમેરિકામાં હતા.

અયાજુદ્દીન સિદ્દીકી અનુસાર તમશી સિદ્દીકીને જયારે પોતાના બ્રેસ્ટ કેન્સર વિષે ખબર પડી ત્યારે તે 18 વર્ષની હતી. ગયા વર્ષે પોતે નવાઝુદ્દીન સિદ્દીકીએ સોશિયલ મીડિયા દ્વારા બહેનના કેન્સર વિષે જણાવ્યું હતું. નવાઝુદ્દીન સિદ્દીકીના અન્ય એક ભાઈ ફૈજુદ્દીન સિદ્દીકી સાયમાનું શબ લઈને પુણેથી એમના પૈતૃક ગામ બુઢાના (ઉત્તર પ્રદેશ) પહોંચી ગયા હતા, જ્યાં એમનો આખો પરિવાર પહેલાથી હાજર હતા.

નવાઝુદ્દીન સિવાય એમના બે ભાઈ ડાયરેક્ટર શમાસ નવાબ સિદ્દીકી અને એકવોકેટ હાજી અલમાજુદ્દીન સિદ્દીકી પણ પહોંચી ગયા હતા. સૂત્રોનું માનીએ તો રવિવારે સવારે લગભગ 8 વાગ્યે સાયમાને બુઢાનામાં જ સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યો. વાત કરીએ નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મોની તો હાલમાં તે મોતીચુર ચકનાચૂરમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં એમની સાથે અથિયા શેટ્ટી, બિભા છિબબર, નવની પરિહાર, કરુણા પાંડે અને વિવેક મિશ્રા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.