એક ચોકીદાર કેવી રીતે બન્યો બોલીવુડનો મોટો સ્ટાર, જાણો નવાઝુદ્દીન સિદ્દીકીના જીવનના ન સાંભળેલા કિસ્સા.

સામાન્ય કુટુંબનો ચોકીદારની નોકરી કરતો વ્યક્તિ કેવી રીતે બન્યો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મોટો કલાકાર, વાંચો નવાઝુદ્દીન સિદ્દીકીની સ્ટોરી.

એ વાતમાં કોઈ બે મત નથી કે હિન્દી સિનેમામાં કલાકારોને તેમના કામને ધ્યાનમાં રાખીને જ ફિલ્મો મળે છે. અને એ સત્યથી પણ મોઢું ફેરવી નથી શકાતું કે, સારા અભિનયની સાથે જ કલાકારના રંગ, રૂપ, ઊંચાઈ પણ ઘણું મહત્વ ધરાવે છે. બોલીવુડમાં ઘણા એવા કલાકાર છે, જેમની પાસે પહેલા આમાંથી કાંઈ પણ હતું નહિ, પણ તે તેમના કામથી દર્શકોના દિલોમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યા. આજના સમયમાં બોલીવુડ માટે એવું જ એક મોટું નામ છે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીનું.

નવાઝુદ્દીન સિદ્દીકી આજે જે સ્થાન ઉપર છે ત્યાં તે એક લાંબો સંઘર્ષ કરીને પહોંચ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકી પાસે અભિનયની આવડત સિવાય હીરો જેવી કોઈ બીજી વાત ન હતી. નવાઝુદ્દીન સિદ્દીકી જે પણ પાત્ર ભજવે છે, તેમાં પૂરા મન સાથે ઉતરે છે અને તેમાં પોતાનો પૂરો જીવ રેડી દે છે. તેમની ઉંચાઈ અને રંગ-રૂપ જોઇને કોઈ પણ તેમની ઉત્તમ અદાકારીનો અંદાજો નથી લગાવી શકતા.

નવાઝુદ્દીન સિદ્દીકી, મનોજ બાજપેયી, ઈરફાન ખાન, પંકજ ત્રિપાઠી જેવા કલાકારોએ દર્શકોનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. કહેવામાં આવે છે કે, આ બધા કલાકારોમાં દર્શકોને એક નેચરલ કલાકાર જોવા મળે છે. નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મ 19 મે 1976 ના રોજ ઉત્તર પ્રદેશના બુઢાનામાં થયો હતો. નવાઝુદ્દીન સિદ્દીકીના દુર દુર સુધી ફિલ્મી દુનિયામાં કોઈ સંબંધ ન હતા. પણ નાનપણમાં હીરો બનવાની ધગશ અને ઉત્સાહ તેમની અંદર જાગી ઉઠ્યો હતો.

1996 માં નવાઝુદ્દીન સિદ્દીકી દિલ્હી ગયા હતા. ત્યાંથી તેમણે પોતાના સપનાને પુરા કરવા માટે નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં અભિનયનો અભ્યાસ પૂરો કર્યો. પછી તે મુંબઈ આવી ગયા. કોઈ ન્યુકમર માટે ફિલ્મોમાં આટલું જલ્દી કામ મળવું ઘણું મુશ્કેલ હતું. તેથી મુંબઈમાં પણ નવાઝુદ્દીન સિદ્દીકીએ શરૂઆતના દિવસોમાં સંઘર્ષ કરવો પડ્યો. તેમણે ફિલ્મોમાં એન્ટ્રી લેતા પહેલા ખર્ચ કાઢવા માટે ચોકીદારની નોકરી પણ કરી. પણ પોતાની ભૂલને કારણે તેમણે એ નોકરી માંથી પણ છુટા થવું પડ્યું હતું.

નવાઝુદ્દીન સિદ્દીકી શારીરિક રીતે નબળા હતા. આ કારણ સર તે નોકરી કરતી વખતે હંમેશા બેસી રહેતા હતા. તેથી એક વખત જયારે તેમના માલિકે તેમને આ રીતે જોઈ લીધા તો તેમણે પોતાની નોકરી ગુમાવવી પડી. એટલું જ નહિ નવાઝુદ્દીન સિદ્દીકીને સિક્યુરિટી એમાઉન્ટ પણ રીફંડ કરવામાં આવી ન હતી.

નવાઝુદ્દીન સિદ્દીકીએ એક સમયે ફિલ્મોમાં વેઈટર, ચોર જેવા નાના નાના રોલ ભજવ્યા, પછી ધીમે ધીમે મોટી મોટી ફિલ્મોમાં મોટા રોલ્સ પણ તેમને ઓફર થવા લાગ્યા. ગેંગ્સ ઓફ વાસેપુર સુધી આવતા આવતા નવાઝ સ્ટાર બની ચુક્યા હતા. ત્યાર પછી સતત તેમનું નામ આગળ જ વધતું ગયું. આજે તેમની ગણતરી હિન્દી સિનેમાના સફળ અભિનેતાઓ તરીકે થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.