જુયો લગ્ન માં પરિવાર સાથે ભવ્ય બ્રાઇડલ એન્ટ્રી ની રોનક થી લગ્ન માં લાગ્યા ચાર ચાંદ

 

ભારતમાં લગ્ન માત્ર એક ઉજવણી જ નહીં પરંતુ ભવ્ય પરંપરાગત પ્રથાઓનો એક એક્સ્ટ્રાવેગેન્ઝા છે. લગ્નની ઉજવણી એક દિવસથી લઈને ત્રણ ચાર દિવસ સુધીની હોઈ શકે છે અને આ દિવસો દરમિયાન અલગ અલગ રીતે અલગ અલગ વિધીઓ કરવામાં આવે છે. પીઠીનો દિવસ ,મહેંદીનો દિવસ, લેડીઝ સંગીતનો દિવસ, રાસ ગરબાનો કાર્યક્રમ જેમાં વિવિધ કાર્યક્રમો અલગ અલગ દિવસે યોજવામાં આવે છે અને લગ્નના દિવસે બે કુટુંબોને જોડતી લગ્નની વિધિ થાય છે.

શરૂઆતના દિવસોમાં બ્રાઇડલ અને ગ્રુમની એન્ટ્રીનો કોઈ કન્સેપ્ટ નહોતો. પરંતુ એ વાત અલગ છે કે બહેનો, બહેનપણીઓ તથા સહેલાણીઓ દ્વારા દુલ્હનને માયરા સુધી કુમકુમ અને રૂમઝૂમ પગલે લાવવામાં આવતી હતી. ટેક્નોલોજી તથા જનરેશનને અનુરૂપ થઇને અમુક ઇવેન્ટ એજન્સીઓ દ્વારાે બ્રાઇડ ની એન્ટ્રી અલગ અલગ રીતે કરવામાં આવી જે ખૂબ જ ટૂંક સમયમાં લોકપ્રિય બની ગઈ. અને આજે લગભગ તમે દરેક લગ્ન પ્રસંગોમાં આ કન્સેપ્ટ જોઈ શકો છો.

એન્ટ્રીનો કન્સેપ્ટ લગ્નના લોકેશનને આધારે નક્કી કરવામાં આવે છે આ લોકેશન ઇન્ડોર હોઈ શકે છે અથવા તો આઉટડોર હોઈ શકે છે. આઉટડોરમાં તે પાર્ટી પ્લોટ અથવા રિસોર્ટ અથવા બગીચામાં હોઈ શકે છે અને ઇન્ડોરમાં તે મેરેજ હોલ અથવા તો બેન્કવેટ હોલમાં હોઈ શકે છે. માટે તમે લગ્નના વેન્યુના આધારે તમારો એન્ટ્રી કન્સેપ્ટ નક્કી કરી શકો છો.

એન્ટ્રી કન્સેપ્ટની ખાસિયત એ છે કે તેે વર તથા વધુ તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે છે. અને જે જોવામાં ખૂબ જ ભવ્ય લાગે છે. માટે જ તે ખૂબ જ ટૂંક સમયમાં લોકોમાં આટલું લોકપ્રિય બની શક્યુ છે. હવે વાત જ્યારે લગ્ન પ્રસંગની હોય તો બધાના હાથમાં પોતપોતાનું નક્કી કરેલું બજેટ તો હોય જ છે. પરંતુ અહીં એ વાત નોંધનીય છે કે આ એન્ટ્રીના કન્સેપ્ટ માટે ઇવેન્ટ એજન્સીઓ ખૂબ જ મન ફાવે તેમ પૈસા લે છે. અને તમે આપી પણ દો છો.

અહીં અમે તમારી માટે અમુક આઈડિયા લાવી રહ્યા છે જેનાથી તમે ખૂબ જ ઓછા તેમજ નહીંવત ખર્ચે ભવ્ય એન્ટ્રી કરાવી શકો છો. માત્ર તમને જરૂર પડશે અમુક માણસોની અથવા તમારી બહેનપણીઓ તેમજ સહેલાણીઓની.

૧. ઢોલી સાથે એન્ટ્રી

ઢોલી સાથે એન્ટ્રી આ પણ એક નહિવત તેમજ ઓછા ખર્ચે એન્ટ્રીનો એક પ્રકાર છે. દુલ્હનની આગળ બે અથવા બેથી વધુ ઢોલી રાખી શકો છો જે તેમને ઢોલ વગાડતાં વગાડતાં માયરા સુધી કુમકુમ પગલે તેમજ રૂમઝૂમ પગલે લઈ જઈ શકશે .

૨. સહારો લો બહેનપણીઓ તથા સહેલાણીઓનો

લગ્નના દિવસે તમારું મિત્ર મંડળ તો ખૂબ જ મોટી માત્રામાં આમંત્રિત હોય જ છે. તમે એમનો સહારો લઇને પણ ખૂબ જ ભવ્ય રીતે ઓછા તેમજ નહિવત ખર્ચે એન્ટ્રી કરાવી શકો છો. અહીં એક આઇડિયા છે કે તમે તમારી આગળ તમારા મિત્રોને જમણે તથા ડાબે સરખા ભાગે વહેંચી દો. દરેકને હાથમાં એક પ્રગટતો દીવો રાખવાનું કહો. દરેકના હાથમાં પ્રગટાવેલા દિવા સાથે તમે રૂમઝુમ પગલે માયરા સુધી પ્રસ્થાન કરી શકો છો.

૩. ભત્રીજી ભત્રીજાઓ તેમજ તમામ નાના બાળકો

આજના ટાબરીયાઓ ખૂબ જ ચપળ હોય છે. તેઓને પણ સાથે રાખીને તમે ખૂબ જ યુનિક રીતે પ્રસ્થાન કરી શકો છો. તેઓને પરીના ફ્રોક પહેરાવીને તેમજ હાથમાં અમુક પ્રોપ્સ આપીને તેઓને સાથે રાખીને તમે માયરા સુધી પ્રસ્થાન કરી શકો છો.

૪. ટ્રેડિશનલ ડોલી

ડોલીએ ભારતીય લગ્ની ઉજવણીનો અગત્યનો ભાગ છે. પૌરાણિક સમયમાં જ્યારે વાહન વ્યવહાર નહોતા ત્યારે દુલ્હનને ડોલી માં બેસાડીને તેના સાસરે સુધી પહોંચાડવામાં આવતી હતી. આ ટ્રેડિશનલ પ્રથાને જાળવી રાખવા માટે એન્ટ્રીના યુનિક કન્સેપ્ટ માટે ડોલીનો પણ સહારો લીધો છે. આ ડોલી તમે અમુક ઇવેન્ટ એસોસિએશન પાસેથી રેન્ટ પર લઈ શકો છો તેમજ તમારા ભાઈઓ તથા મામા દ્વારા ઉંચકાવડાવીને માયરા સુધી પ્રસ્થાન કરી શકો છો.

૫. નાચ ગાના

લગ્નની ઉજવણી નાચવા ગાવા વગર તદ્દન અધૂરી છે. જો તમારો મિત્ર મંડળ મોટું હોય અને જો તેમને નૃત્ય કરતાં આવડતું હોય તો તમે તમારી રીતે પણ એક સરસ મજાનો યુનિક કન્સેપ્ટ તૈયાર કરી શકો છો. જે જોવામાં એકદમ ભવ્ય લાગે છે તેમજ એકદમ નહિવત ખર્ચાળ છે. આનું ઉદાહરણ આપતો એક વીડિયો અહીં રજૂ કરવામાં આવ્યો છે જે તમે જોઈ શકો છો.

જો માહિતી અને વિડીયો ગમી હોય તો પોસ્ટને શેર જરૂર કરજો મિત્રો. દરરોજ અવનવી માહિતી મેળવવા માટે પેજને લાઈક કરતા રહો તેમજ શેર કરતા રહો. ધન્યવાદ !

વિડીયો