NDTVનો આ વિડિઓ થયો વાયરલ, 5000 વર્ષ જૂની મળી સમાધિ સાથે તલવાર અને બીજી કિંમતી ચીજો

પહેલી વાર કોઈ રાજાની સમાધિ મળી છે. સમાધિ સાથે તાંબાનો રથ અને તલવાર પણ મળ્યા, જે એને મેસોપોટામિયાની સભ્યતા સમાન ગણાવે છે. બાગપતના સનૌલી ગામમાં 5000 વર્ષ જૂની શાહી સમાધિ મળી છે. આ સમાધિમાં મળેલા તાબૂત અને ત્યાં મુકવામાં આવેલી ઐતિહાસિક વસ્તુઓને ભારતીય પુરાતત્વ વિભાગની એક મહત્વપૂર્ણ શોધ જણાવવામાં આવી રહી છે. જે ઘણી ઐતિહાસિક માન્યતાઓને બદલી દેશે.

દિલ્લીથી લગભગ 60 કિલોમીટર દૂર બાગપતનું સનૌલી ગામ, જ્યાં જમીનની નીચે દટાયેલી 126 સમાધિ મળી છે. આ સમાધિ લગભગ 5000 વર્ષ જૂની છે. એ બધા કરતા વધારે મહત્વપૂર્ણ વાત એ છે કે ભારતીય પુરાતત્વ વિભાગને ખેતરોથી ઘરરાયેલી આ જમીન પર એક શાહી સમાધિ મળી છે.

આ 5000 વર્ષ જૂની કોઈ રાજા અથવા યોદ્ધાની સમાધિ છે, જેની પાસે રથ મળ્યા છે જેમાં તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું પહેલી વાર થયું છે કે સમાધિ પાસે રથ મળ્યા છે, અને સાથે જ તાંબાની તલવારો અને ટોપીઓ પણ મળી છે. અત્યાર સુધી હડપ્પા કાળના ખોદકામ દરમ્યાન આ રીતે સચવાયેલા સામાન નથી મળ્યા, માટે પુરાતત્વ વિભાગ આને મોટી અને મહત્વ પૂર્ણ શોધ ગણાવે છે.

તેમજ મળેલી સમાધિ પર નક્શી કામ કરેલું જોવા મળે છે. જેના પર માનવ આકૃતિ બની છે, અને એમાં સીંગડા અને પીપળાના પાન જેવું મુગટ કોતરવામાં આવ્યું છે, અને સાથે એના શરીરના ભાગ પણ કોતરવામાં આવ્યા છે. એવી 8 આકૃતિ સમાધિના ઉપરના ભાગમાં કોતરવામાં આવી છે. સમાધિમાં રાખેલા શબ પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ છે. આ જગ્યાએ રાજાની સાથે એમના પરિવારને પણ દાટવામાં આવ્યા છે.

સમાધિ સાથે બે રથ મળ્યા છે, જે ઘણા સજ્જ છે અને એમના પર તાંબાનું નક્શી કામ કરવામાં આવ્યું છે. એની પરથી એ જાણકારી મળે છે કે એ સમયે એટલે કે લગભગ 5000 વર્ષ પહેલા આપણી સભ્યતા બીજી સભ્યતાઓ કરતા ઘણી વધારે સમૃદ્ધ રહી છે. સમાધિ સાથે મળેલા વાસણ, 5000 વર્ષ જુના સોનાના ઘરેણાં અને નકશી કામ કરેલી કાંસકી મળવી એની આધુનિકતાને દર્શાવે છે.

આ રીતે પહેલી વાર સંપૂર્ણ તલવાર મળી છે. એક કાંસકી મળી છે જેના પર મોર બનાવેલો છે. આવું આજ સુધી મળ્યું નથી. બાગપટમાં આ પ્રકારની બે ડર્ઝન ઐતિહાસિક જગ્યાઓ છે, જ્યાં હડપ્પા કાળની સભ્યતાઓના અવશેષ મળ્યા છે. એનાથી એ જાણી શકાય છે કે યમુના, હિંડન અને સરસ્વતી નદીના કિનારે ઘણી સભ્યતાઓએ જન્મ લીધો છે.

વીડિઓ જુઓ :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.