વિદેશ જવા માટે જરૂરી છે આ, શું જાણો છો તમે? ક્યાંથી થાય છે શરૂઆત?

ઇન્ટરનેશનલ ઈંગ્લીશ લેંગ્વેજ ટેસ્ટીંગ સીસ્ટમ (IELTS) દુનિયા આખીમાં સૌથી પ્રસિદ્ધ ઈંગ્લીશ લેંગ્વેજ ટેસ્ટ છે. દુનિયા આખીના ઘણા દેશોના એજુકેશનલ ઇન્સ્ટીટયુટસ, પ્રોફેશનલ રજીસ્ટ્રેશન સંસ્થા, સરકારી ઈમીગ્રેશન એજન્સી ઈંગ્લીશ લેંગ્વેજ સ્કીલ્સના પ્રૂફ માટે આ ટેસ્ટનો આગ્રહ રાખે છે. જો તમારે વિદેશમાં કોલેજોમાં એડમીશન લેવું છે, તો તે એક જરૂરી કાગળો છે.

ઘણા દેશોમાં તો IELTS વગર વીજાની સુવિધા નથી મળી શકતી. દુનિયા આખીમાં ૯૦૦૦ ઓર્ગેનાઈઝેશન આ ટેસ્ટનો સ્વીકાર કરે છે. જો તમારે વિદેશમાં અભ્યાસ કરવો છે, તો આ ટેસ્ટને પાસ કરવાની રહેશે. આ પરીક્ષામાં ૪ સેક્શન હોય છે : લીસ્નીંગ, રીડીંગ, રાઈટીંગ, સ્પીકિંગ. જો આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો આ ટેસ્ટ જરૂર પાસ કરી લેશો અને તમારું વિદેશ જવાનું સપનું સાકાર થશે.

એટલું જ નહિ ઘણા લોકોને તો એ પણ ખબર નથી હોતી કે તે IELTS ની શરુઆત કેવી રીતે કરે તો પંજાબ કેસરી તમારા માટે લાવ્યા છે, પુષ્કળ જાણકારીનો પટારો જેના દ્વારા તમને આપવામાં આવશે વિદેશી અભ્યાસ વિષે સંપૂર્ણ જાણકારી. અમારું ફેસબુક પેજ લાઈક કરો જ્યાંથી મળશે દરેક અપડેટ. જો તમારે કોઈ પ્રશ્ન છે તો તે તમે કમેંટ બોક્સમાં લખો.

આ પ્રશ્નોના જવાબ યાદ કરીને શરુ કરો અભ્યાસ ;-

1. વ્યાકરણ શું છે?

2. વ્યાકરણ શા માટે મહત્વનું છે?

3. કયા પ્રકારની તકલીફોને આપણે સહન કરવી પડે છે, વ્યાકરણ શીખતી વખતે?

4. શું બધી વસ્તુઓનો વ્યાકરણમાં સમાવેશ થઇ જાય છે? અથવા ક્યાં સૌથી મહત્વના મુદ્દા છે વ્યાકરણમાં?

5. શું કોઈ ભાષામાં સારું પ્રાવીણ્ય મેળવવા માટે વ્યાકરણ જરૂરી છે?

6. વ્યાકરણ શીખવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે?

7. વ્યાકરણ કોઈ પણ ભાષા શીખવામાં મદદરૂપ કઈ રીતે છે?

8. વ્યાકરણ કઈ રીતે સુધારવું?

9. વ્યાકરણની ભૂલો ઓછી કરવા શું કરવું જોઈએ?

10. IELTS પરીક્ષામાં વ્યાકરણ કેમ મહત્વનું છે?

11. IELTS ના ચારેય મોડ્યુલ્સમાં સારા બેન્ડ્સ મેળવવા માટે વ્યાકરણ કઈ રીતે મદદરૂપ છે?

12. કયા કેટલાક મહત્વના વ્યાકરણના નિયમો છે, જે મગજમાં હોવા જરૂરી છે?

13. ક્યાં પ્રકારની વ્યાકરણની એકસરસાઈઝ જડપી શીખવામાં મદદગાર સાબિત થઇ છે?

14. વ્યાકરણ સીખવા માટે કેટલો સમય લાગે છે?

15. સામાન્ય રીતે વ્યાકરણના ક્લાસનો સમયગાળો કેટલો હોય છે?

16. વ્યાકરણ વિષે ઓછુ જ્ઞાન હોવાના કયા પરિણામો છે?

આ વાતોનું રાખો ધ્યાન :-

૧. લીસ્નીંગ સેક્સનમાં રીકોડીંગ શરુ શરુ થતા પહેલા જ દરેક સેક્શનના પ્રશ્નો ઉપર ધ્યાનથી વાચી લો, તેનાથી તમને રીકોડીંગ દરમિયાન પ્રશ્નોને સમજવામાં મદદ થશે.

૨. રાઇટીંગ સેક્શનમાં શબ્દોનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો, જો તમે પ્રશ્નોના જ શબ્દોને લખ્યા છે, તો એગ્જામીનર વર્ડ કાઉંટમાં એ શબ્દો ને નહિ ગણે.

૩. ઘણા પ્રશ્નોમાં શબ્દ મર્યાદા વિષે લખેલું હોય છે. ઉદાહરણ માટે ૩ શબ્દો માં જવાબ લખો. તે વખતે વધુ શબ્દ લખવાથી દુર રહો અને ઓછામાં ઓછા શબ્દોમાં તમારો જવાબ પૂરો કરો.

૪. રીડીંગ ટાસ્કમાં તમારે દરેક શબ્દનો અર્થ કાઢવાની જરૂર નથી. તમારી પાસે એટલો સમય નથી હોતો કે તમે દરેક શબ્દનો અર્થ કાઢો. તમે સેંસ કાઢીને દરેક વાક્યનો અર્થ જાણી શકો છો.

૫. રીડીંગ ટાસ્કમાં ક્યારે ક્યારે ઉદાહરણ આપવામાં આવેલા હોય છે. જો તે કોઈ કેસ છે, તો એને વાચો અને એ વાતને ચકાસો કે તે શું આ સાચું છે.

૬. રાઈટીંગ સેક્શનમાં જો તમે એક ટાસ્કમાં ૧૫૦ વર્ડસ લખ્યા છે અને બીજા ટાસ્કમાં ૨૫૦ વર્ડસ લખ્યા છે. તો તમને ઓછા માર્ક્સ મળી શકે છે, પરંતુ વધુમાં વધુ શબ્દ લખવાથી દુર રહો.

૭. સ્પીકિંગ દરમિયાન પહેલા થી સ્પીચ તૈયાર કરી ને ન લાવો કે પછી એગ્જામીનર જે પૂછે તેનાથી જુદા વિષય ઉપર વાત ન કરો, એગ્જામીનર જે પ્રશ્ન પૂછે તેના સીધા સીધા જવાબ આપો.

૮. એ વાતનું ધ્યાન રાખો કે તમારું જનરલ નોલેજનું નહિ પરંતુ ઈંગ્લીશ કમ્યુનિકેશનનો ટાસ્ક થઇ રહ્યો છે, એટલા માટે વાત કરતી વખતે પોતાના કમ્યુનિકેશન ઉપર વધુ ધ્યાન આપો.

૯. જયારે પણ તમે એગ્જામીનરના પ્રશ્નના જવાબ આપો તો હા કે ના માં ન આપો, પ્રયાસ કરો કે ઓછામાં ઓછું એક વ્હાઈંટમાં પોતાની વાતને વિસ્તારથી જરૂર સમજાવો.

૧૦. પોતાના આઈડિયાજ અને લીંકને ઓર્ગેનાઈઝ કરો અને વાક્ય બનાવો અને બોલતી વખતે ધીમે ધીમે સામાન્ય સ્પીડથી બોલો અને પ્રયાસ કરો કે તેમાં ઈંગ્લીશના સારામાં સારા શબ્દોનો ઉપયોગ થાય. તે ઉપરાંત વધુ જાણકારી માટે તમે કમેંટ બોક્સમાં કમેંટ કરી પ્રશ્ન પૂછી શકો છો.