આ એક તેલ તમારી નાનાથી લઈને મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ ને મૂળથી મટાડી શકે છે

લીમડામાં ભરપૂર પ્રમાણમાં એન્ટિફંગલ, એન્ટિપેરાસિટિક એન્ટીબેક્ટેરિયલ ગુણો સાથે કેરોટીન, વિટામિન સી અને પ્રોટીન જોવા મળે છે. એ તમારા વાળને ઇન્ફેક્શનથી તો બચાવે છે સાથે જ જું જેવી સમસ્યાઓથી બચાવે છે. તેમજ લીમડો તમારા વાળને કાળા, લાંબા અને ભરાવદાર બનાવવાં મદદ કરે છે. તેમજ બીજા ઘણા રોગોથી બચાવવાનું કામ પણ કરે છે.

તમે લીમડાનું તેલ અનેક રીતે કામમાં લઇ શકો છો. તેમાં ઘણાબધા ઔષધીય ગુણ છુપાયેલા છે, એટલે આ તેલ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. આયુર્વેદમાં લીમડાને સર્વ રોગ નિવારણ તરીકે ઓળખાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી લીમડાના તેલના ફાયદા વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

(1.) પિંપલ્સ (ખીલ) ની સમસ્યા : લીમડાના તેલમાં એન્ટીબેક્ટેરીયલ ગુણ હોય છે. જે સ્કીનમાં રહેલા બાધા બેક્ટેરિયાને દુર કરે છે તેનાથી ખીલની સમસ્યા દુર થઇ જાય છે.

(2.) ડેન્ડ્રફ (ખોળો) : જો તમે લીમડાનું તેલ નિયમિત રીતે લગાવતા રહેશો તો તમારા માથાની ખંજવાળ દુર થઇ જશે, અને સાથે જ આ ડેન્ડ્રફની સમસ્યાને પણ દુર કરી નાખે છે.

(3.) મેલેરિયા : લીમડાનું તેલ પ્રભાવિત જગ્યાએ લાર્વા ઉત્પન્ન થતા અટકાવે છે સાથે જ આ તેલ મલેરિયાને કંટ્રોલ કરવાનું કામ પણ કરે છે.

(4.) પેટ સંબંધિત ઘણી સમસ્યા જેમ કે કબજીયાત, પેટમાં જીવાત જેવી સમસ્યાઓ દુર કરવા માટે આ લાભદાયક છે.

(5.) એન્ટીએજિંગ : જયારે તમે સ્નાન કરવા જતા હોય તે પહેલા ૧૦ મિનીટ લીમડાના તેલની માલીસ કર્યા પછી ગરમ પાણીથી સ્નાન કરી લેવો. આવું કરવાથી એજિંગની સમસ્યા દુર થઇ જાય છે.

(6.) બ્લડ પ્યુરીફાયર : લીમડાનું તેલ લોહીને પ્યુરીફાય કરીને શરીરના અન્ય અંગો સુધી પોષક તત્વો અને ઓક્સીજન પહોંચાડે છે. આનાથી લીવર અને કિડનીની ક્ષમતા વધે છે.

(7.) કાનમાં દુ:ખાવો : કાનમાં દુઃખાવો થવા પર કે કાન વહેવા પર કેટલાક ટીપા લીમડાનું તેલ કેટલાક દિવસ સુધી નાખવાથી લાભ મળે છે.

(8.) શ્વાસ સંબંધિત : જે લોકોને શ્વાસ સંબંધી સમસ્યા જેવી કે અસ્થમા જેવી સમસ્યા હોય છે તે લોકોએ લીમડાના તેલની વરાળ લેવી જોઈએમ આનાથી ઘણી રાહત મળે છે.

(9.) ડાયાબિટીસ : લીમડાના પાંદડાંના રસમાં એવા તત્વો હોય છે જે ઇન્સ્યુલીનને ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબીટીસથી બચવા રોજ સવારે 4 થી 5 લીમડાના પાન ચાવીને ખાઓ.

(10.) દાંતનો દુઃખાવો : જો તમને દાંતનો દુઃખાવો થતો હોય તો તે જગ્યા એ લીમડાનું તેલ લગાવો, આનાથી પેઢાના સોજા અને સડો થવાની સમસ્યા દુર થશે.

(11.) મોતિયો : જો આંખમાં મોતિયો અને રતાંધળાપણુ આવ્યું હોય તો લીમડાના તેલને આંખમાં જેમ તમે કાજલ લગાવો છો તેવી રીતે લગાવો. આનાથી ઘણો ફાયદો થશે.

(12.) સ્કીન ઇન્ફેકશન : લીમડામાં નીબીડોલ અને ગેદુનીન જેવા તત્વ હોય છે જે ત્વચામાં ઇન્ફેકશન થવાથી બચાવે છે.

(13.) સાંધાના દુઃખાવા કરે દૂર : લીમડાના તેલમાં રહેલ પોશાક તત્વ અને એન્ટી-ઇંફ્લામેંટરીના ગુણ સાંધાના દુઃખાવા સંબંધી રોગોના ઉપચારમાં મદદ કરે છે.

(14.) સોરાયસીસના ઈલાજમાં : સોરાયસિસ એક દુઃખ દાયક ત્વચા રોગ છે, જે તમારી ત્વચામાં સનબર્નના લક્ષણ હોય છે. ત્વચા પર બળતરા અને સોજા સોરાયસિસથી જોડાયેલ બે પ્રમુખ લક્ષણ છે. લીમડાના તેલમાં વિટામિન ઈ ની સારી માત્રા હોય છે, જે સોરાયસીસના કારણે ત્વચામાં થનારી બળતરા અને ખંજવાળને ઓછું કરવામાં મદદ કરે છે. આના સિવાય લીમડાનું તેલ જીવાણુરોધી ગુણથી કોઈ પણ પ્રકારના ત્વચા સંક્ર્મણના વિકાર રોકવામાં પ્રભાવી રૂપમાં મદદ કરે છે.