સામે આવ્યો નેહા અને અંગદ બેદીની દીકરી ‘મેહર’ નો પહેલો ફોટો, દેખાય છે માં થી પણ વધારે ક્યૂટ

નેહા ધૂપિયા બોલીવુડની એક જાણીતી હિરોઈન છે, નેહાએ ગયા વર્ષે મે મહિનામાં પોતાના કરતા બે વર્ષ નાના બોયફ્રેન્ડ અંગદ બેદી સાથે છાનામાના લગ્ન કરી લીધા હતા. લગ્નના ફોટા આવ્યા ત્યાં સુધી કોઈને ખબર ન હતી કે અંગદ અને નેહાએ લગ્ન કરી લીધા છે, પોતાના લગ્નની જાણકારી નેહાએ પોતે  ટ્વીટ કરીને આપી હતી. નેહાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, મારા જીવનનો સૌથી સારો નિર્ણય, મેં આજે મારા સૌથી સારા દોસ્ત સાથે લગ્નનો લીધો છે.

લગ્નના થોડા મહિના પછી નેહાએ એક વ્હાલી દીકરીને જન્મ આપ્યો જેનું નામ તેણે મેહર રાખ્યું. કહેવામાં આવે છે કે નેહા લગ્ન પહેલા જ ગર્ભવતી હતી. જ્યારથી નેહાને દીકરી થઇ છે તેણે ક્યારેય પણ પોતાની દીકરીનો ફોટો નથી દેખાડ્યો, તેવામાં ઘણા લોકો નેહાની દીકરીને જોવા માટે ઉત્સુક હતા. હાલમાં જ અંગદના પિતા બિશન સિંહ બેદીએ પોતાની મેહરની પહેલી તસ્વીર શેર કરી છે.

સામે આવી મેહરની પહેલી તસ્વીર

થોડા દિવસો પહેલા મેહર એક વર્ષની થઇ ગઈ છે અને તેમણે પોતાની દીકરીનો પહેલો જન્મ દિવસ અમૃતસરમાં આવેલા ઘરમાં સેલીબ્રેટ કર્યો. આ ઘરમાં ખેચેલી એક તસ્વીર સોશિયલ મીડિયા ઉપર ઘણી વાયરલ થઇ રહી છે. જેમાં અંગદ બેદી પોતાની દીકરી મેહરને ખોળામાં લઈને જોવા મળી રહ્યા છે. સાથે જ એક તસ્વીરમાં અંગદ નેહા અને મેહર ત્રણે સાથે જોવા મળી રહ્યા છે. આ પહેલી વખત છે જયારે કોઈ તસ્વીરમાં મેહરનો ચહેરો દેખાય છે નહિ તો અત્યાર સુધી કપલ પોતાની દીકરીનો ચહેરો મીડિયાથી છુપાવતા આવ્યા છે. મેહરની તસ્વીર જોઇને ફેંસ ઘણા ખુશ છે અને જન્મ દિવસની શુભ કામનાઓ આપી રહ્યા છે.

માલદીવ વેકેશનની તસ્વીર થઇ હતી વાયરલ

થોડા દિવસો પહેલા નેહા અંગદ સાથે માલદીવ વેકેશન મનાવવા ગઈ હતી, જ્યાંથી થોડા ફોટા સામે આવ્યા હતા. આ ફોટાને નેહાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યા હતા. તસ્વીર શેર કરતા તેમણે કેપ્શન આપ્યું હતું “Casually getting into the weekend and into the ocean”. શેર કરવામાં આવેલી તસ્વીરોમાં નેહા પતિ અંગદ સાથે ઘણી મસ્તી કરતા જોવા મળી રહી હતી. ફેંસને પણ બંનેની આ તસ્વીર ઘણી પસંદ આવી હતી.

આ ફિલ્મોમાં કામ કરી ચુકી છે

આમ તો બોલીવુડમાં નેહાએ વધુ કામ નથી કર્યું પરંતુ જે ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે તેમાં લોકોની વાહ વાહ મળી છે. નેહાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂવાત વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ ‘કયામત’ થી કરી હતી. તે ઉપરાંત તેણે ‘ગરમ મસાલા’, ‘ક્યા ફૂલ હે હમ’, ‘ચુપકે ચુપકે’, શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘દે દના દન’, ‘હિન્દી મીડીયમ’, ‘ફંસ ગયે રે ઓબામાં’, ‘તુમ્હારી સુલ્લું’, ‘કરીબ કીર્બ સિંગલ’ જેવી ફિલ્મોમાં કામ કરી પોતાના અભિનયનો જાદુ પાથરી ચુકી છે. અને વાત કરીએ અંગદની તો તે પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીનો દીકરો છે અને ‘ફાલતું’, ‘ઉંગલી’, ‘ડીયર જિંદગી’, ‘પિંક’, ‘સૂરમાં’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.