શું લગ્નના 6 મહિનામાં જ થઈ ગઈ નેહા કક્કર અને રોહનપ્રિત સિંહની લડાઈ, જુઓ વિડીયો.

મારપીટ પર ઉતરી આવ્યા નેહા કક્કર અને તેનો પતિ રોહનપ્રિત, લગ્નના 6 મહિનામાં એવું તે શું થયું કે આવું કરવું પડ્યું?

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહની જોડી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ફેન્સ બંનેના ફોટા અને વીડિયોને ખૂબ પસંદ કરે છે. નેહા અને રોહનપ્રીતના લગ્નને લગભગ 6 મહિના થવા આવ્યા છે. આમ તો બંને વચ્ચે ઘણો પ્રેમ જોવા મળે છે, પરતું હમણાં બંને એક વિડિયોમાં મારપીટ કરતાં દેખાઈ આવે છે.

નેહાએ થોડા સમય પહેલા જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડિયોમાં તે પોતાના પતિ રોહનપ્રીત સાથે ઝગડતી દેખાઈ આવે છે. બંનેના આ વીડિયો પર ફેન્સ જોરદાર રિએક્શન આપી રહ્યા છે. તેમનો ઝગડો જોઈ સિંગર-મ્યુઝીશિયન રજત નાગપાલ પણ બોલી ઉઠ્યા ‘નહીં યાર નહીં’.

નેહા અને રોહનપ્રીતની લડાઈ જોઈને તમે ટેંશન લેવો નહીં. આ બંને રિયલ લાઈફમાં નથી લડી રહ્યા. પણ તે તેમના આવનારા ગીતની એક ઝલક છે. બંને એક વખત ફરી મ્યુઝીક વિડીયો લઈને આવી રહ્યા છે. આ મ્યુઝીક વિડિયોનું નામ ‘ખડ તૈનુ મૈં દસ્સા’ છે. નેહાએ પોતાના ઇંસ્ટા એકાઉન્ટ પર ફેન્સ માટે તેની એક ઝલક શેર કરી છે.

વિડિયોને જોઈને કોઈ હસી રહ્યા છે, તો કોઈ મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે વાહ ક્યૂટ જોડી છે. તો કોઈ બોલ્યું કે, તમે કેટલા પણ મોટા સેલિબ્રિટી કેમ ન હોય, લગ્ન પછી બધાની આ જ હાલત થશે. એટલું જ નહીં રોહનપ્રીતે પણ નેહાના આ વિડીયો પર કમેંટ કરી છે. તેમણે કમેન્ટમાં રડવાવાળા હાર્ટની ઇમોજી મૂકી છે.

નેહા અને રોહનપ્રીતની લડાઈનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તેને અત્યાર સુધી 13 લાખ જેટલા લાઈક મળી ચુક્યા છે. તો ચાલો સમય બગાડ્યા વિના જોઈ લો આ વિડીયો.

આ પહેલા નેહા ‘ખડ તૈનૂ મૈં દસ્સા’ નું પહેલું પોસ્ટર એટલે કે ફર્સ્ટ લૂક પણ શેર કરી ચુકી છે. આ એક પંજાબી ગીત છે. તેનું પોસ્ટર જાહેર કરતા નેહાએ લખ્યું હતું “તમારી નેહુ અને મારા રોહનપ્રિતનું ગીત ખડ તૈનૂ મૈં દસ્સાનું પહેલું પોસ્ટર, ફર્સ્ટ લૂક”. આ પોસ્ટરમાં બંને હાથમાં ફૂટબોલ લઇ ગ્રાઉન્ડમાં દેખાઈ રહ્યા છે. આ દરમિયાન બંને એ બ્રાઇટ કપડાં પહેરેલા હતા. આ પોસ્ટર પર નેહા કક્કર VS રોહનપ્રિત સિંહ લખ્યું હતું.

તમને બધાને નેહા અને રોહનપ્રીતના ફાઇટનો આ અંદાજ કેવો લાગ્યો અમને કમેન્ટ કરી જરૂર જણાવજો.