નેહા કક્કડને વહુ બનાવવા પર ઉદિત નારાયણે તોડ્યું મૌન, કહ્યું – ‘તે ખુબ જ વધારે…’

બોલીવુડની લેડી સિંગર નેહા કક્કડના લગ્નના સમાચારો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. થોડા દિવસો પહેલા તેના લગ્નની વાત આદિત્ય નારાયણ સાથે ચાલી રહી છે, જે ધંધાથી સિંગર છે, તેવામાં હવે તેના પિતાને તેના વિષે પૂછવામાં આવ્યું, તો તેમણે એક અલગ જ અંદાઝમાં જવાબ આપ્યો. નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નને લઈને તે ઉત્સાહિત છે. પરંતુ તેના વિષે બધા એક ઓફીશીયલ કન્ફર્મેશનની શોધમાં છે. જેના કારણે જ તેના પિતાને પ્રશ્ન પૂછવામાં આવ્યો.

બોલીવુડની લેડી સિંગર નેહા કક્કડ હંમેશા પોતાના ગીતોને કારણે જ મીડિયામાં છવાયેલી રહે છે. આજે તે એટલી હદે સફળ થઇ ગઈ છે કે દરેક બીજી ફિલ્મમાં તેના ગીતો સાંભળવા મળી જાય છે. જેના કારણે જ દરેક તેને જોવા કે સાંભળવાનું પસંદ કરે છે. અમે અહિયાં તેના લગ્નની વાત કરી રહ્યા છીએ, જેના કારણે જ તે હાલના દિવસોમાં સમાચારોમાં છવાયેલી છે અને દરેક તેને પ્રશ્ન પૂછી રહ્યા છે. તેના વિષે આદિત્ય નારાયણના પિતા ઉદિત નારાયણને પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો તેમણે વાતનો ફેરવી ફેરવીને જવાબ આપ્યો. જેનાથી ફેંસ ખુશ ન થયા.

ઉદિત નારાયણે આપ્યું આ નિવેદન :-

સિંગર ઉદિત નારાયણને જયારે નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્ન વિષે પૂછવામાં આવ્યું, તો તેમને કહ્યું કે નેહા ઘણી જ વધુ સ્વીટ છોકરી છે અને તેને હું ઘણી પસંદ કરું છું. તેવામાં જો મારો દીકરો અને તે લગ્ન કરે છે, તો મને ઘણી જ વધુ ખુશી મળશે. એટલે કે સ્પષ્ટ છે કે ખાસ કરીને તે વહુના રૂપમાં ઉદિત નારાયણે નેહા કક્કડને પસંદ કરી લીધી છે. પરંતુ લગ્નની વાત ઉપર સ્પષ્ટતા નથી કરી. તેવામાં ફેંસને આતુરતા વધતી જોવા મળી રહી છે.

નેહા કક્કડની પ્રસંશા કરતા જોવા મળ્યા ઉદિત નારાયણ

ઉદિત નારાયણે ન માત્ર નેહા કક્કડની સુંદરતાની વાત કરી, પરંતુ તેની કારકિર્દીની પણ વાત કરી. તેમણે જણાવ્યું કે હું પણ નેહાના ગીત સાંભળું છું, કેમ કે તે ઘણું જ સારું ગાય છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે આદિત્ય નારાયણનું આખું કુટુંબ નેહાકક્કડને પસંદ કરે છે, તે કારણે જ બંનેના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે. બંને પણ એક બીજાને પસંદ કરે છે, તેવામાં લોકો લગ્નની રાહ જુવે છે.

૧૪ ફેબ્રુઆરીના રોજ થઇ શકે છે લગ્ન

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા સમાચારો મુજબ તો બંને વહેલી તકે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા ઉપર લગ્નના કાર્ડ વાયરલ થયા હતા, જેમાં ૧૪ ફેબ્રુઆરીની તારીખ લખેલી હતી, પરંતુ હાલમાં તેના વિષે કોઈએ પુષ્ટિ નથી કરી. આમ તો આ કાર્ડ બોલીવુડ સ્ટાર્સે પણ કમેન્ટ કર્યા હતા અને જણાવવામાં આવી રહ્યું છે કે જો લગ્ન ૧૪ ફેબ્રુઆરીના છે, તો વિધિ ૧ ફેબ્રુઆરીથી શરુ થઇ જશે, તેવામાં ફેંસને ૧૪ ફેબ્રુઆરીની રાહ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.